IPL 2025: આ પ્લેઈંગ ઈલેવન સાથે મહામુકાબલામાં ઉતરી બેંગ્લુરુ અને પંજાબ કિંગ્સની ટીમ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે અમદાવાદના નરેંદ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ મુકાબલો રમાઈ રહ્યો છે.

RCB vs PBKS Final Toss Winner: રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે અમદાવાદના નરેંદ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ મુકાબલો રમાઈ રહ્યો છે. બેંગ્લોર સામેની ફાઇનલમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. કેપ્ટન શ્રેયસે કહ્યું કે તેણે પ્લેઇંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી. આરસીબીએ પણ પ્લેઇંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લક્ષ્યાંકનો પીછો કરવાના રેકોર્ડને જોતાં RCB ની મુશ્કેલીઓ વધતી જતી હોય તેવું લાગે છે. એક તરફ પંજાબ ટીમે તેની પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી, જ્યારે બેંગ્લોરે પણ તેની પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી.
ઇતિહાસમાં અત્યાર સુધી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 2 ફાઇનલ રમાઈ છે. 2022 અને 2023 ની ફાઇનલ આ મેદાન પર રમાઈ હતી અને બંને વખત પીછો કરતી ટીમ વિજયી રહી હતી. 2022 માં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવ્યું હતું, જ્યારે 2023 માં ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 5 વિકેટથી હરાવ્યું હતું. આ જૂના રેકોર્ડ પર નજર કરીએ તો RCB ની મુશ્કેલીઓ વધી ગઈ છે.
IPL ક્લોઝિંગ સેરેમની
ભારતના સુપ્રસિદ્ધ સંગીતકાર શંકર મહાદેવને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દેશભક્તિના ગીતો ગાઈને અને ભારતીય સેનાને શ્રદ્ધાંજલિ આપીને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ ગૌરવની ક્ષણમાં શંકર મહાદેવનના પુત્રો શિવમ અને સિદ્ધાર્થ મહાદેવન પણ તેમની સાથે હાજર હતા. ડાન્સરોએ 'તિરંગા થીમ' નો ડ્રેસ પહેરીને મહેફીલ લૂંટી હતી. ઓપરેશન સિંદૂરની સફળતામાં શંકર મહાદેવન અને તેમની ટીમે ભારત અને સેનાનું ગૌરવ વધાર્યું.
IPL ક્લોઝિંગ સેરેમનીમાં શરૂઆત ત્યારે થઈ જ્યારે હર્ષા ભોગલેએ શંકર મહાદેવન અને તેમની ટીમનું સ્વાગત કર્યું. મહાદેવન સહિત સ્ટેજ પર હાજર તમામ કલાકારોએ જય હિંદ અને ભારત માતા કી જયના નારા લગાવ્યા. જ્યારે તેમણે ભારતનું રાષ્ટ્રગીત 'વંદે માતરમ' ગાયું, ત્યારે ગ્રાઉન્ડમાં હાજર હજારો લોકો તેમની સાથે ગાવા લાગ્યા, જેના કારણે આખું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ દેશભક્તિમાં ડૂબી ગયું હતું.
RCB ની પ્લેઇંગ ઇલેવન: ફિલિપ સોલ્ટ, વિરાટ કોહલી, મયંક અગ્રવાલ, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, યશ દયાલ, જોશ હેઝલવુડ
પંજાબ કિંગ્સ ની પ્લેઇંગ ઇલેવન: પ્રિયાંશ આર્ય, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), શ્રેયસ ઐયર (કેપ્ટન), નેહલ વઢેરા, શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ, અઝમતુલ્લાહ ઉમરઝઈ, કાઈલ જૈમીસન, વિજયકુમાર વિશાક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ




















