શોધખોળ કરો

જો આમ થશે તો 3 જૂનના બદલે 4 જૂને રમાશે IPL 2025 ની ફાઈનલ, જાણો કેમ 

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ક્વોલિફાયર-1 માં પંજાબ કિંગ્સને હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. હવે રાહ બીજી ફાઇનલિસ્ટ ટીમની છે, જેનો નિર્ણય 1 જૂને આવવાનો છે.

IPL 2025 Final Date:  રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ક્વોલિફાયર-1 માં પંજાબ કિંગ્સને હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. હવે રાહ બીજી ફાઇનલિસ્ટ ટીમની છે, જેનો નિર્ણય 1 જૂને આવવાનો છે કારણ કે આ દિવસે પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે બીજી ક્વોલિફાયર (MI vs PBKS ક્વોલિફાયર 2) મેચ રમવાની છે. શેડ્યૂલ મુજબ IPL 2025 ની ફાઇનલ 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.

3 જૂને નહીં 4 જૂને થશે ફાઇનલ , પરંતુ કેમ ?

મૂળ શેડ્યૂલ મુજબ IPL 2025 ની ફાઇનલ 3 જૂને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. જો વરસાદ અથવા કોઈપણ કારણોસર મેચ રદ જાહેર કરવામાં આવે છે તો ફાઇનલ મેચ 4 જૂને યોજાશે. કારણ કે નિયમો મુજબ, 4 જૂનને ફાઇનલ મેચ માટે રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો છે. વરસાદને કારણે જો આઈપીએલ 2025ની ફાઈનલ મેચ ન રમાય તો બીજા દિવસે એટલે કે 4 જૂનના રોજ ફાઈનલ મેચ રમાશે. 

તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા પ્લેઓફ મેચો માટે નવા નિયમો જારી કરવામાં આવ્યા હતા. જો વરસાદ કે અન્ય કોઈ કારણોસર પ્લેઓફ મેચ સમયસર શરૂ ન થાય તો તેના માટે 120 મિનિટનો વધારાનો સમય ફાળવવામાં આવશે. આનો અર્થ એ થયો કે જો મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ ન થઈ શકે તો 9:30 વાગ્યા સુધી ઓવરમાં કોઈ ઘટાડો કરવામાં આવશે નહીં. એટલે કે, જો મેચ રાત્રે 9:30 વાગ્યે શરૂ થાય તો પણ  20 ઓવર જ રમાશે.     

આરસીબી અને પંજાબ ક્યારેય ચેમ્પિયન બન્યા નથી

આઈપીએલ 2025 ની ટાઇટલ રેસમાં બાકી રહેલી 3 ટીમોમાંથી 2 એવી છે જે ક્યારેય ટ્રોફી જીતી શકી નથી. મુંબઈ ઇન્ડિયન્સ અત્યાર સુધીમાં 5 વખત ચેમ્પિયન બની છે. મુંબઈ પણ 4 વર્ષથી તેની છઠ્ઠી ટ્રોફીની રાહ જોઈ રહ્યું છે. એમઆઈનું છેલ્લું ટાઇટલ 2020 માં આવ્યું હતું, જ્યારે તેણે દિલ્હી કેપિટલ્સને 5 વિકેટથી હરાવ્યું હતું. મુંબઈ છેલ્લા ચાર સીઝનથી ફાઇનલમાં પહોંચી શક્યું નથી.       

RCB  ટીમ IPL 2025ની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. આ સાથે વિરાટ કોહલીનું ટાઇટલ જીતવાનું સ્વપ્ન પણ સાકાર થવાની ખૂબ નજીક છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના ફેન્સ પણ RCB ટાઈટલ જીતે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.           

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ

અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ

ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા

આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર

વિડિઓઝ

Banaskantha Trible Protest : પાડલિયામાં આદિવાસી-પોલીસ વચ્ચે ઘર્ષણનો કેસ , શું ઉચ્ચારી ચીમકી?
Ahmedabad Metro : કાલે અમદાવાદમાં IND Vs SA T20 મેચને લઈ મેટ્રોના સમયમાં વધારો
Hun To Bolish : હું તો બોલીશ : સુરત ચૌટા બજારના હટાવાશે દબાણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા મારશે બુલડોઝરને બ્રેક?
Hun To Bolish : હું તો બોલીશ : બિલ્ડરો બન્યા બેફામ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી

Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 

ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી

પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો

Embed widget