'ઉસકા ઇલાકા હૈં, પંગે નહીં લૂંગા', મેચ પહેલા સિરાજ પર એવું શું બોલ્યો ઇશાન કિશન, મચી ગઇ સનસની
Ishan Kishan on Mohammed Siraj Batting: મેચ પહેલા જ્યારે બંને ટીમો પ્રેક્ટિસ કરતી જોવા મળી હતી, ત્યારે શુભમન ગીલ અને ઇશાન કિશન મોહમ્મદ સિરાજ સાથે મસ્તી કરતા જોવા મળ્યા હતા

Ishan Kishan on Mohammed Siraj Batting: IPL 2025 ની 19મી મેચ ગુજરાત ટાઇટન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. આ મેચ પહેલા જ્યારે બંને ટીમો પ્રેક્ટિસ કરતી જોવા મળી હતી, ત્યારે શુભમન ગીલ અને ઇશાન કિશન મોહમ્મદ સિરાજ સાથે મસ્તી કરતા જોવા મળ્યા હતા. ખરેખર, ગુજરાત ફ્રેન્ચાઇઝીએ એક વીડિયો શેર કર્યો છે જેમાં સિરાજ નેટ્સમાં બેટિંગની પ્રેક્ટિસ કરી રહ્યો છે. આ દરમિયાન, SRH ના ડેશિંગ બેટ્સમેન ઇશાન કિશન રમૂજી રીતે સિરાજ પર કટાક્ષ કરતા જોવા મળ્યા.
ઈશાન કિશન અને શુભમન ગિલે મજા લીધી -
મોહમ્મદ સિરાજ બેટિંગની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. ત્યારબાદ ઈશાન કિશન શુભમન ગિલ સાથે ઊભો જોવા મળ્યો. ઈશાને કહ્યું કે તે સિરાજની બેટિંગ જોઈ રહ્યો છે અને તેણે ભારતીય ફાસ્ટ બોલરના મજબૂત ડિફેન્સની પણ પ્રશંસા કરી. ગિલ સાથે વાત કરતી વખતે ઇશાન કિશન બોલ્યો, "ભાઇ બોલ ચાહે ઇધર હો યા ઉધર પૈર ઇધર હી હૈં." આ જોઈને ફિલ પણ જોરથી હસતો જોવા મળ્યો. આ જ વીડિયોમાં ઈશાને સિરાજને એમ પણ કહ્યું કે તેનો સમય ખોટો છે. જવાબમાં, ભારતીય ઝડપી બોલરે કહ્યું, "મારા નહીં હૈં પાવર સે, વૉર્મઅપ કર રહ્યાં થા"
🔊 Ishan on Siraj’s batting. pic.twitter.com/onvLJndCBb
— Gujarat Titans (@gujarat_titans) April 5, 2025
'સિરાજ અપને ઇલાકે મેં હૈં, જ્યાદા પંગે નહીં લૂંગા'
ઈશાન કિશને કહ્યું કે તે સિરાજને એક સારો બેટ્સમેન માને છે. તેણે કહ્યું, "મૈં તો અચ્છા રેટ કરતાં હી હૂં, પરંતુ મેરી બૉલિંગ મેન તે બહુત મુશ્કિલ હૈં, ઉસકા આત્મવિશ્વાસ કમ હો જાતા હૈં, વો ઉપર સે હૈદરાબાદ કા હી હૈં, ઉસકે ઇલાકે મેં હૂં તો જ્યાદા પંગા નહીં લે સકતા. વો બહુ જ અચ્છે બલ્લેબાજ હૈં"
IPL 2025 માં, ગુજરાત ટાઇટન્સે ત્રણ મેચમાં 2 જીત નોંધાવી છે અને હાલમાં પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. બીજી તરફ, સનરાઇઝર્સ હૈદરાબાદ ચાર મેચમાં માત્ર એક જ જીત નોંધાવવામાં સફળ રહ્યું છે અને આ ટીમ ટેબલમાં છેલ્લા સ્થાને છે.




















