IPL 2022 Closing Ceremony: સમારોહનો સમય, થીમ, સેલિબ્રીટી અને મહેમાનોથી જોડાયેલી A ટૂ Z માહિતી
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાત્રે 8 વાગ્યે ફાઈનલ મેચ રમાવાની શરુ થશે. આ પહેલાં IPL 2022ની ક્લોઝિંગ સેરેમની એટલે કે સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
RR vs GT: IPL 2022ની આજે ફાઈનલ મેચ ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાત્રે 8 વાગ્યે ફાઈનલ મેચ રમાવાની શરુ થશે. આ પહેલાં IPL 2022ની ક્લોઝિંગ સેરેમની એટલે કે સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં સેલિબ્રિટી અને આર્ટિસ્ટ પોતાનું પરફોર્મન્સ આપશે. આ સેરેમની કેટલા વાગ્યે શરુ થશે અને શું-શું જોવા મળશે તેનાથી જોડાયેલી તમામ માહિતી અહીં વાચો.
1. ક્યારે અને ક્યાં જોશો IPL 2022નો સમાપન સમારોહઃ
આ સમાપન સમારોહ આજે સાંજે 6.25 વાગ્યે શરુ થશે. સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર તમે આ સમારોહ લાઈવ જોઈ શકો છો. ડિઝ્ની+ હોટસ્ટાર એપ ઉપર પણ આ કાર્યક્રમનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકાય છે.
2. કયા-કયા સેલિબ્રીટી કરશે પરફોર્મ?
ઓસ્કર વિજેતા મ્યુઝિક કંપોઝર એ.આર રહેમાન અને બોલીવુડ એક્ટર રણવીર સિંહ આ સમાપન સમારોહનું ખાસ આકર્ષણ રહેશે. એ.આર રહેમાન સાથે નીતિ મોહન પણ રિહર્સલ કરતાં દેખાઈ છે. એટલે કે તે પણ પરફોર્મર્સની લિસ્ટમાં છે. બોલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૈતેલા પણ અહીં ડાન્સ કરતી જોવા મળશે. આ સિવાય 10 રાજ્યોના લોક કલાકાર પણ આવશે જે આઈપીએલની 10 ટીમોના રંગમાં રંગાયેલ હશે. સેલિબ્રીટી અને બધા કલાકાર મળીને કુલ 700 લોકો આ ઈવેન્ટમાં પરફોર્મ કરશે.
3. સમાપન સમારોહની થીમ શું હશે?
IPLના સમાપન સમારોહની થીમ ભારતની આઝાદીના 75માં વર્ષનો ઉત્સવ અને IPLના 15 સફળ વર્ષો પર આધારિત હશે. આ ઈવેન્ટમાં ખાસ કરીને છેલ્લા 8 દાયકામાં ભારતીય ક્રિકેટના સંપુર્ણ સફર પર ફોક્સ કરવામાં આવશે.
4. મહેમાનોની યાદીમાં કોણ છે?
BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી, સેક્રેટરી જય શાહ, આઈપીએલ ચેરમેન બ્રજેશ પટેલ અને બોર્ડના અન્ય અધિકારીઓ સમાપન સમારોહમાં અને મેચના અંત સુધી સ્ટેડીયમમાં હાજર રહેશે. કેટલાક રાજનીતિના ચહેરા પણ સ્ટેડિયમમાં દેખાઈ શકે છે. ગૃહમંત્રી અમિત શાહ હાલ અમદાવાદમાં જ છે, એટલે તેમના આવવાની સંભાવના પણ જણાવાઈ રહી છે. પૂર્વ ભારતીય કેપ્ટનો પણ સ્ટેડિયમમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.