MI vs SRH: ફરી ફ્લોપ ઇશાન કિશન, છ મેચમાં ફક્ત 32 રન, હૈદરાબાદના સવા 11 કરોડ બેકાર
આઈપીએલ 2025ની પહેલી મેચમાં ઈશાન કિશને 106 રનની ઇનિંગ રમી હતી. પરંતુ આ વિકેટકીપર બેટ્સમેન તે પછી રમાયેલી 6 મેચમાં માત્ર 32 રન જ કરી શક્યો છે

Ishan Kishan Runs in IPL 2025: ઈન્ડિયન પ્રિમિયર લીગ 2025માં ઈશાન કિશન સતત સનરાઈઝર્સ હૈદરાબાદને શરમજનક સ્થિતિમાં મુકવામાં વ્યસ્ત રહે છે. કિશને IPL 2025ની પહેલી જ મેચમાં અણનમ 106 રન બનાવીને સીઝનની શાનદાર શરૂઆત કરી હતી. આ પહેલી વાર છે જ્યારે કિશન IPLમાં હૈદરાબાદ ટીમ માટે રમી રહ્યો છે. મેગા ઓક્શનમાં ઈશાન કિશનને સનરાઈઝર્સ હૈદરાબાદે 11.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ છેલ્લી 6 મેચોમાં તે સતત SRH ના ટોપ ઓર્ડરની નિષ્ફળતાનું કારણ રહ્યો છે.
6 મેચમાં ફક્ત 32 રન
આઈપીએલ 2025ની પહેલી મેચમાં ઈશાન કિશને 106 રનની ઇનિંગ રમી હતી. પરંતુ આ વિકેટકીપર બેટ્સમેન તે પછી રમાયેલી 6 મેચમાં માત્ર 32 રન જ કરી શક્યો છે. લખનઉ સુપર જાયન્ટ્સ સામે કિશન શૂન્ય રન બનાવી શક્યો અને દિલ્હી અને કોલકાતા સામેની મેચોમાં તે ફક્ત બે રન કરીને આઉટ થયો હતો. તેણે ગુજરાત સામે માત્ર 17 રન બનાવ્યા હતા અને પંજાબ કિંગ્સ સામેની મેચમાં માત્ર 9 રન બનાવ્યા હતા. હવે MI સામેની મેચમાં તે વિલ જેક્સના બોલથી છેતરાઈ ગયો અને ફક્ત 2 રનના સ્કોર પર આઉટ થઈ ગયો હતો.
SRH એ 11.25 કરોડ ખર્ચ્યા હતા
ઈશાન કિશન 2018થી મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી રહ્યો હતો. તેણે MI માટે 89 મેચોમાં 2,325 રન બનાવ્યા હતા. IPL 2025 માટે મેગા ઓક્શનમાં SRH ફ્રેન્ચાઇઝીએ કિશન પર 11.25 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. પહેલી મેચમાં સદી ફટકાર્યા પછી તે સતત નિષ્ફળ રહ્યો છે.
💙 & 🧡 blend in spirit 🫂#TATAIPL | #MIvSRH | @mipaltan | @SunRisers pic.twitter.com/zEcAkElFI9
— IndianPremierLeague (@IPL) April 17, 2025
IPL 2025ની વાત કરીએ તો ઈશાન કિશને પહેલી મેચમાં જ 106 રન બનાવી લીધા હતા. હવે 7 મેચમાં તેના કુલ રન ફક્ત 138 છે. છેલ્લી 6 મેચમાં તેનો સર્વોચ્ચ સ્કોર 17 રન છે, જે તેણે ગુજરાત ટાઇટન્સ સામે બનાવ્યો હતો.
𝘽𝘼𝘾𝙆-2⃣-𝘽𝘼𝘾𝙆 wins ft. these 🔥 performances! 😎
— Mumbai Indians (@mipaltan) April 17, 2025
We now charge forward with confidence for Sunday and look to #StayAhead 💪
Vote for your Castrol Performance of the Day 👉 https://t.co/KBidO8xvur#MumbaiIndians #PlayLikeMumbai #CastrolEdge | @Castrol_India | @bp_plc pic.twitter.com/gED2WetsaC



















