KKR vs RCB Score: કોહલી-સોલ્ટની અડધી સદીની મદદથી RCBએ પ્રથમ મેચ જીતી, KKRને 7 વિકેટથી હરાવ્યું
આઈપીએલ 2025 આજથી શરૂ થઈ રહી છે. 18મી સિઝનની પ્રથમ મેચ RCB અને KKR વચ્ચે છે.
LIVE

Background
KKR vs RCB Full Highlights: બેંગલુરુએ કોલકાતાને 7 વિકેટે હરાવ્યું
રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ IPLની 18મી સિઝનની શરૂઆત જીત સાથે કરી છે. પ્રથમ વખત કેપ્ટનશીપ કરી રહેલા રજત પાટીદારે પહેલા કેપ્ટનશિપમાં પોતાની ચતુરાઈ બતાવી અને પછી બેટથી 16 બોલમાં 34 રનની શાનદાર ઈનિંગ રમી. પ્રથમ રમત રમીને KKRએ RCBને 175 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં આરસીબીએ માત્ર 6 ઓવરમાં 80 રન બનાવી લીધા હતા. બેંગલુરુએ 16.2 ઓવરમાં લક્ષ્યનો પીછો કર્યો હતો. ફિલ સોલ્ટે 31 બોલમાં 56 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી 36 બોલમાં 59 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. આ સાથે RCBએ KKR પાસેથી 18 વર્ષ જૂનો બદલો લીધો. વાસ્તવમાં 18 વર્ષ બાદ આ બંને ટીમો વચ્ચે ઓપનિંગ મેચ રમાઈ હતી. 2008માં કેકેઆરએ આરસીબીને હરાવ્યું હતું. હવે 2025માં RCBએ બદલો લીધો.
KKR vs RCB Live Score: કોહલીની અડધી સદી
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ શાનદાર બેટિંગ કરતા 2 વિકેટ ગુમાવી 127 રન બનાવી લીધા છે. બેંગ્લુરુને જીતવા 48 રનની જરુર છે. કોહલીએ શાનદાર ઈનિંગ રમતા અડધી સદી ફટકારી છે.
KKR vs RCB Live Score: વરુણ ચક્રવર્તીને સફળતા મળી
વરુણ ચક્રવર્તીએ 9મી ઓવરમાં કોલકાતાને પ્રથમ સફળતા અપાવી હતી. ફિલ સોલ્ટ 31 બોલમાં 56 રન બનાવીને આઉટ થયો હતો. બેંગલુરુએ 95 રનમાં પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી.
KKR vs RCB Live Score: RCB સ્કોર 91/0
માત્ર 8 ઓવર બાદ RCBનો સ્કોર કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 91 રન પર પહોંચી ગયો છે. સોલ્ટે આક્રમક ઈનિંગ રમતા અડધી સદી ફટકારી છે. કોહલી પણ શાનદાર બેટિંગ કરી રહ્યો છે.
KKR vs RCB Live Score: RCB સ્કોર 80/0
માત્ર 6 ઓવર બાદ RCBનો સ્કોર કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 80 રન પર પહોંચી ગયો છે. સોલ્ટ 23 બોલમાં 49 રન બનાવી મેદાનમાં છે જ્યારે વિરાટ કોહલી 13 બોલમાં 29 રન બનાવી રમી રહ્યો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
