શોધખોળ કરો

KKR vs SRH: આજે કોલકત્તા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે સનરાઇઝર્સ હૈદરાબાદ, જાણો બંન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ-11

આજની (14 એપ્રિલ) IPL મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ સામસામે હશે

KKR vs SRH Live Telecast: આજની (14 એપ્રિલ) IPL મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ સામસામે હશે. આ સીઝનમાં બંને ટીમો અત્યાર સુધીમાં ત્રણ-ત્રણ મેચ રમી ચૂકી છે. જ્યાં કોલકાતા બે મેચ જીતી છે તો હૈદરાબાદની ટીમે એક મેચ જીતી છે. આ બંને ટીમો પોતપોતાની અગાઉની મેચોમાં વિજયી રહી છે. આવી સ્થિતિમાં આ ટીમો આજની મેચમાં પોતાની જીતનો સિલસિલો જાળવી રાખવા માંગશે. આ બંને ટીમો કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે સાંજે 7.30 કલાકે ટકરાશે.

આઈપીએલમાં કોલકાતા અને હૈદરાબાદની શરૂઆત ખરાબ રહી હતી. કોલકાતાને પંજાબ કિંગ્સ સામે પોતાની પ્રથમ મેચમાં હાર મળી હતી.  આ ટીમે બીજી મેચથી વાપસી કરી હતી. કોલકાતાએ બીજી મેચમાં આરસીબીને અને ત્રીજી મેચમાં ગુજરાત ટાઇટન્સને હરાવ્યું હતું. હાલમાં આ ટીમ સારી લયમાં જોવા મળી રહી છે. બીજી તરફ, સનરાઇઝર્સને તેની શરૂઆતની બંને મેચોમાં હાર મળી હતી પરંતુ ત્રીજી મેચમાં આ ટીમે પંજાબ કિંગ્સ સામે આસાન જીત નોંધાવીને ફોર્મમાં પાછા ફરવાના સંકેતો આપ્યા હતા. આવી સ્થિતિમાં આજની મેચ રસપ્રદ બની શકે છે.

જો કે, આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધીની મેચોમાં કેકેઆરનો દબદબો રહ્યો છે. આ ટીમો વચ્ચે 23 મેચોમાં રમાઇ છે જેમાં KKR 14 મેચ જીત્યું છે અને SRH 8 મેચ જીત્યું છે. છેલ્લી 5 મેચમાં પણ KKRનો જ દબદબો રહ્યો છે. આ 5માંથી KKRએ ત્રણમાં જીત મેળવી છે.

જેસન રોય અને લિટન દાસ કોલકાતાની ટીમમાં સામેલ થઈ ગયા છે પરંતુ તેમને આજની મેચમાં સ્થાન મળે તેવી શક્યતા ઓછી છે. કોલકાતાની ટીમ છેલ્લી બે મેચોથી જીતી રહી છે, તેથી તે તેના પ્લેઇંગ-11 સાથે છેડછાડ કરવાનું પસંદ કરશે નહીં.

બંને ટીમોની સંભવિત પ્લેઇંગ-11

કોલકત્તા

રહેમાનુલ્લા ગુરબાઝ, એન. જગદીશન, વેંકટેશ ઐયર, નીતિશ રાણા, આન્દ્રે રસેલ, રિંકુ સિંહ, શાર્દુલ ઠાકુર, સુનીલ નારાયણ, લોકી ફર્ગ્યુસન, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી.

હૈદરાબાદ

મયંક અગ્રવાલ, હેરી બ્રુક, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન, વોશિંગ્ટન સુંદર, અબ્દુલ સમદ, માર્કો યાનસીન, મયંક માર્કંડે, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનની હાલત ગંભીર, અમેરિકામાં હોસ્પિટલમાં દાખલ

મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ મુદ્દે ઘમાસાણ: મહાયુતીનો આ સાથી પક્ષ થયો નારાજ, કહ્યું - અમને મંત્રી પદનું વચન.....

ચીન ભારતની તિજોરી ખાલી કરી રહ્યું છે, દર વર્ષે અબજો રૂપિયાના બિલ મોકલે છે

Maharashtra Cabinet: દેવેંદ્ર ફડણવીસ મંત્રીમંડળ, આ 39 મંત્રીઓએ લીધા શપથ, જુઓ સંપૂર્ણ યાદી  

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ બગાડે, કોણ સુધારે?Hun To Bolish : હું તો બોલીશ  : ધારાસભ્યો સામે અસંતોષ કેમ?Fake ED Raid : AAPને છંછેડનારી ભાજપની તમામ પોલો ખૂલ્લી પાડીશુંઃ ઇસુદાન ગઢવીGujarat Accident News: રફ્તાર પર બ્રેક ક્યારે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનની હાલત ગંભીર, અમેરિકામાં હોસ્પિટલમાં દાખલ
તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનની હાલત ગંભીર, અમેરિકામાં હોસ્પિટલમાં દાખલ
મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ મુદ્દે ઘમાસાણ: મહાયુતીનો આ સાથી પક્ષ થયો નારાજ, કહ્યું - અમને મંત્રી પદનું વચન.....
મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ મુદ્દે ઘમાસાણ: મહાયુતીનો આ સાથી પક્ષ થયો નારાજ, કહ્યું - અમને મંત્રી પદનું વચન.....
ચીન ભારતની તિજોરી ખાલી કરી રહ્યું છે, દર વર્ષે અબજો રૂપિયાના બિલ મોકલે છે
ચીન ભારતની તિજોરી ખાલી કરી રહ્યું છે, દર વર્ષે અબજો રૂપિયાના બિલ મોકલે છે
Maharashtra Cabinet: દેવેંદ્ર ફડણવીસ મંત્રીમંડળ, આ 39 મંત્રીઓએ લીધા શપથ, જુઓ સંપૂર્ણ યાદી  
Maharashtra Cabinet: દેવેંદ્ર ફડણવીસ મંત્રીમંડળ, આ 39 મંત્રીઓએ લીધા શપથ, જુઓ સંપૂર્ણ યાદી  
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ! મંત્રી પદ ન મળતા શિવસેનાના દિગ્ગજ નેતાનું રાજીનામું

શું તમને શિયાળામાં કોઈ વ્યક્તિ કે વસ્તુને સ્પર્શ કરવાથી ઈલેક્ટ્રીક શોક લાગે છે? જાણો તેની પાછળનું કારણ

ગીઝર બોમ્બની જેમ ફૂટી શકે છે! શું તમે અજાણતાં આ ભૂલ કરી છે? ફટાફટ થઈ જાવ એલર્ટ

ઘર ખરીદતા પહેલા RERA કાર્પેટ એરિયાનું ગણિત સમજી લો, નહીંતર તમે પણ છેતરપિંડીનો ભોગ બનશો!

Embed widget