KKR vs SRH Score: કોલકાતા નાઈટ રાઈડર્સે રોમાંચક મેચમાં હૈદરાબાદને 4 રને હરાવ્યું
સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આજે બીજી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે.
LIVE
Background
Kolkata Knight Riders vs Sunrisers Hyderabad: આજે બીજી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. આ મેચ KKRના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સમાં રમાશે. આ મેચમાં શાહરૂખ ખાન પણ આવી શકે છે. મેચ સાંજે 7:30 વાગ્યે શરુ થશે. સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
પિચ રિપોર્ટ
KKR vs SRH મેચ હાઈ-સ્કોરિંગ સાબિત થઈ શકે છે. ભૂતકાળમાં આવું ઘણી વખત બન્યું છે જ્યારે કેપ્ટને ઈડન ગાર્ડન્સમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હોય અને આ વખતે પણ સંજોગો અલગ નહીં હોય. આ મેચમાં ઘણા રન બનાવી શકાય છે, પરંતુ જો બોલિંગની વાત કરીએ તો શરૂઆતથી જ સ્પિન બોલિંગનો દબદબો જોવા મળે છે. KKR પાસે સુનીલ નારાયણ, વરુણ ચક્રવર્તી અને સુયશ શર્માના રૂપમાં 3 ઉત્તમ સ્પિન બોલર છે. આ મેચમાં 180 કે તેથી વધુ રન બનાવવાની આશા છે.
મેચ પ્રિડિક્શન
IPLના ઈતિહાસમાં KKR અને SRH આજ સુધી 25 વખત સામસામે આવી ચુક્યા છે, જેમાંથી કોલકાતા નાઈટ રાઈડર્સે 16 વખત જીત મેળવી છે અને SRH માત્ર 9 વખત જીત મેળવી છે. પીચ બેટિંગ માટે ઘણી સારી કહી શકાય અને આ બાબતમાં બંને ટીમો બરાબરી પર જોવા મળી રહી છે. KKRમાં રહેમાનુલ્લા ગુરબાઝ, શ્રેયસ ઐયર, નીતીશ રાણા અને રિંકુ સિંહ છે, પરંતુ તેમનું ફોર્મ ખૂબ જ ચિંતાનો વિષય છે. બીજી તરફ SRH પાસે ટ્રેવિસ હેડ, એડન માર્કરામ, હેનરિક ક્લાસેનના રૂપમાં વર્લ્ડ ક્લાસ બેટ્સમેન છે, પરંતુ છેલ્લી સિઝનથી વિપરીત એક બેટ્સમેને જવાબદારી લેવી પડશે. પિચના આધારે સ્પિન બોલિંગનું પ્રભુત્વ રહેશે, જેમાં કોલકાતા વધુ સારી દેખાઈ રહી છે.
કોલકાતા નાઈટ રાઈડર્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન: રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર (કેપ્ટન), નીતિશ રાણા, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, મિશેલ સ્ટાર્ક, સુયશ શર્મા, વરુણ ચક્રવર્તી, હર્ષિત રાણા.
સનરાઈઝર્સ હૈદરાબાદની સંભવિત પ્લેઈંગ ઈલેવન: ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, એઈડન માર્કરામ, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અબ્દુલ સમદ, વોશિંગ્ટન સુંદર, પેટ કમિન્સ (કેપ્ટન), શાહબાઝ અહેમદ, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક.
કોલકાતાએ હૈદરાબાદને ચાર રનથી હરાવ્યું
IPL 2024ની ત્રીજી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો હૈદરાબાદ સામે ચાર રને વિજય થયો હતો. શનિવારે રમાયેલી મેચમાં ટીમે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 208 રન બનાવ્યા હતા. જવાબમાં પેટ કમિન્સની ટીમ 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 204 રન બનાવી શકી હતી. કોલકાતાએ આ ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત જીત સાથે કરી હતી. હવે ટીમ 29 માર્ચે બેંગલુરુમાં RCB સામે ટકરાશે.
KK vs SRH Live: હૈદરાબાદને ચોથો ઝટકો
હૈદરાબાદને 13મી ઓવરમાં 111ના સ્કોર પર ચોથો ઝટકો લાગ્યો હતો. સુનીલ નારાયણે રાહુલ ત્રિપાઠીને હર્ષિત રાણાના હાથે કેચ કરાવ્યો હતો. તે 20 રન બનાવી શક્યો હતો. હાલમાં હેનરિક ક્લાસેન અને અબ્દુલ સમદ ક્રિઝ પર છે. હૈદરાબાદને 42 બોલમાં 98 રનની જરૂર છે.
KK vs SRH Live: હૈદરાબાદને ત્રીજો ઝટકો
હૈદરાબાદને 107ના સ્કોર પર ત્રીજો ઝટકો લાગ્યો હતો. એડન માર્કરામ 13 બોલમાં 18 રન બનાવીને આઉટ થયો હતો. તેને વરુણ ચક્રવર્તીએ સુનીલ નારાયણના હાથે કેચ કરાવ્યો હતો. હાલ હૈદરાબાદને 48 બોલમાં 101 રનની જરૂર છે.
KKR vs SRH લાઈવ સ્કોર: હૈદરાબાદની બીજી વિકેટ પડી, અભિષેક શર્મા આઉટ
હૈદરાબાદની બીજી વિકેટ 8મી ઓવરમાં 71ના કુલ સ્કોર પર પડી હતી. તોફાની બેટિંગ કરી રહેલો અભિષેક શર્મા 19 બોલમાં 32 રન બનાવીને આઉટ થયો હતો. તેના બેટમાંથી 4 ચોગ્ગા અને 2 છગ્ગા આવ્યા હતા. હવે રાહુલ ત્રિપાઠી અને એડન માર્કરામ ક્રિઝ પર છે.
KKR vs SRH Live Score: હૈદરાબાદની પ્રથમ વિકેટ પડી, મયંક અગ્રવાલ આઉટ
સનરાઈઝર્સ હૈદરાબાદે તેની પ્રથમ વિકેટ છઠ્ઠી ઓવરમાં 60ના સ્કોર પર ગુમાવી હતી. મયંક અગ્રવાલ 21 બોલમાં 32 રન બનાવીને આઉટ થયો હતો. તેને હર્ષિત રાણાએ આઉટ કર્યો હતો.