Vadodara Crime: સતત બીજા દિવસે ઘર પર પથ્થર મારો અને ઝીંકાઈ સોડાની બોટલ | Abp Asmita
વડોદરા શહેરની ફરી કેટલાક અસામાજીક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. કેટલાક અસામાજીક તત્વોએ ફરી શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો છે. રાવપુરામાં આવેલી જોગી વિઠ્ઠલદાની પોળમાં ઘટના બનવા પામી હતી. ઘટનાની જાણ થતા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા તત્વોની શોધખોળ હાથ ધરી છે. અવાર-નવાર કાચની બોટલો ફેંકતા હોવાની ફરિયાદ ઉઠી છે.
આ સમગ્ર મામલે રાહુલભાઈએ જણાવ્યું હતું કે, આ જોગી વિઠ્ઠલદાસની પોળ છે. તેમજ સામે અન્ય કોમનાં લોકો રહે છે. અમારે કંઈ પણ મગજમારી થાય. ત્યારે તેઓ કાચની બોટલ તેમજ પથ્થરમારો કરે છે. અમારી પોળમાં બે કાચની બોટલ આવી છે. ત્યારે ઘરની બહાર નાના નાના બાળકો રમતા હતા. તે બાળકો બચી ગયા છે. અવાર નવાર તેઓ દ્વારા ઈંટો તેમજ બોટલો ફેંકવામાં આવે છે. આ બનાવ બાબતે પોલીસને જાણ કરી છે.





















