Parag Shah:હિંદુઓ જાગી ગયા છે..મહારાષ્ટ્ર સરકાર તો મહાયુતિ જ બનાવી રહી છે..
મહારાષ્ટ્ર વિધાનસભા 2024ના મતદાનમાં લોકોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખૂબ જ આનંદના સમાચાર તો એ છે કે આ વખતના મતદાનમાં લોકસભા ચુંટણીઓની સરખામણામાં મુંબઈમાં મતદારોની સંખ્યા 2 લાખ 91 હજાર 087 જેટલી વધી છે.
આજે વહેલી સવારથી જ મુંબઇમાં મતદાતાઓનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મુંબઈમાં આજે વહેલી સવારથી લઈને જો ૧૧ વાગ્યા સુધીના આંકડાઓ પર નજર કરવામાં આવે તો વિધાનસભા મતવિસ્તારોમાં સારું એવું મતદાન નોંધાયું છે.મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની 288 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. ચૂંટણીમાં કુલ 4136 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. તમામ બૂથ પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મતદાનના દિવસે વહેલી સવારથી જ અનેક સેલિબ્રિટીઝ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવી રહ્યા છે. અભિનેતા અક્ષય કુમાર, સલમાન ખાનના પિતા સલીમ ખાન, રિતેશ દેશમુખ અને જેનેલિયા, રાજકુમાર રાવ, વિશાલ દદલાની, સુભાષ ઘાઇ, તમન્ના ભાટિયા, કબીર ખાન જેવા અનેક સેલિબ્રિટીઓએ અત્યાર સુધી પોતાનો મત આપ્યો છે.