શોધખોળ કરો

LSG vs MI Playing XI: આજે આ ફેરફાર સાથે મેદાનમાં ઉતરી શકે છે લખનઉ-મુંબઇ, આવી હોઇ શકે છે બંન્ને ટીમોની પ્લેઇંગ ઇલેવન?

ઇન્ડિયન પ્રિમિયર લીગ 2023ની એલિમિનેટર મેચ બુધવારે, 24 મેના રોજ લખનઉ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે.

IPL 2023 Eliminator Probable Playing XI: ઇન્ડિયન પ્રિમિયર લીગ 2023ની એલિમિનેટર મેચ બુધવારે, 24 મેના રોજ લખનઉ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે. બંને વચ્ચેની આ મેચ ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં થશે. અત્યાર સુધીની સીઝનમાં ચેન્નઈની પિચ ધીમી રહી છે. સ્પિનરોને અહીં સારી મદદ મળે છે. આવી સ્થિતિમાં લખનઉ અને મુંબઈ બંને ટીમો તેને ધ્યાનમાં રાખીને તેમની પ્લેઈંગ ઈલેવન નક્કી કરવા માંગશે. જોકે શરૂઆતમાં ઝડપી બોલરોને પણ સારો સ્વિંગ મળે છે.

આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ ઈલેવનમાં વધુ ફેરફારની અપેક્ષા નથી. મુંબઈ તેની અગાઉની પ્લેઈંગ ઈલેવન સાથે મેદાનમાં ઉતરી શકે છે. જો કે તિલક વર્મા આ મેચ માટે ટીમમાં વાપસી કરી શકે છે. ગત મેચમાં તિલક વર્માને ઈમ્પેક્ટ પ્લેયરની યાદીમાં સામેલ કરવામાં આવ્યો હતો.

લખનઉની ટીમમાં થોડો ફેરફાર જોવા મળે તેવી આશા છે. કોલકત્તા સામે રમાયેલી છેલ્લી મેચમાં ક્વિન્ટન ડી કોક સાથે કરણ શર્મા ઓપનિંગ કરતો જોવા મળ્યો હતો. આ વખતે પણ તે ડી કોક સાથે ઓપનિંગ સંભાળી શકે છે. આ સિવાય આયુષ બદોની ઇમ્પેક્ટ પ્લેયર તરીકે પ્લેઇંગ ઇલેવનમાં સામેલ થશે તે લગભગ નિશ્ચિત છે.

લખનઉ સુપર જાયન્ટ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન

ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), કરણ શર્મા, પ્રેરક માંકડ, માર્કસ સ્ટોઈનિસ, નિકોલસ પૂરન, કૃણાલ પંડ્યા (કેપ્ટન), આયુષ બદોની, કાયલ મેયર્સ, કૃષ્ણપ્પા ગૌતમ, રવિ બિશ્નોઈ, મોહસિન ખાન.

મુંબઈ ઈન્ડિયન્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન

રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), કેમરૂન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, ટિમ ડેવિડ, નેહલ વઢેરા, વિષ્ણુ વિનોદ, ક્રિસ જોર્ડન, પીયૂષ ચાવલા, જેસન બેહરેનડોર્ફ, આકાશ મધવાલ.

CSK vs GT: વિરાટ કોહલીનો અનોખો રેકોર્ડ તોડીને ઋતુરાજ ગાયકવાડે રચ્યો ઇતિહાસ

Ruturaj Gaikwad Broke Virat Kohli's Record: ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે IPL 2023 ની પ્રથમ ક્વોલિફાયર મેચ મંગળવાર, 23 મેના રોજ રમાઈ હતી, જેમાં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ CSKનો 15 રનથી વિજય થયો હતો. પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈએ 20 ઓવરમાં 7 વિકેટે 172 રન બનાવ્યા હતા. ચેન્નઇ તરફથી ઋતુરાજ ગાયકવાડે 44 બોલમાં 60 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગ બાદ ગાયકવાડે RCBના વિરાટ કોહલીનો એક ખાસ રેકોર્ડ તોડ્યો હતો.

ગાયકવાડની ઇનિંગ્સમાં 7 ફોર અને 1 સિક્સ સામેલ હતી. ગુજરાત અને ચેન્નઈ વચ્ચે અત્યાર સુધીમાં 4 મેચ રમાઈ છે અને તમામ મેચોમાં ગાયકવાડે અડધી સદી ફટકારી છે. ગાયકવાડે ગુજરાત સામે 4 ઇનિંગ્સમાં 69.5ની એવરેજ અને 145.5ના સ્ટ્રાઇક રેટથી 278 રન બનાવ્યા છે. જ્યારે, વિરાટ કોહલીએ ગુજરાત વિરૂદ્ધ ત્રણ ઇનિંગ્સમાં 116ની એવરેજ અને 138.1ના સ્ટ્રાઈક રેટથી 232 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 1 સદી અને 2 અડધી સદી ફટકારી છે.

ગાયકવાડે કોહલી કરતાં ગુજરાત સામે વધુ રન બનાવ્યા છે. IPL 2023 ની પ્રથમ લીગ મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી, જેમાં ગુજરાતનો 5 વિકેટે વિજય થયો હતો. પરંતુ આ મેચમાં ચેન્નઈના ઓપનર ગાયકવાડે 92 રનની ઈનિંગ રમીને બધાના દિલ જીતી લીધા હતા. ગાયકવાડે અત્યાર સુધી ચાર મેચમાં ગુજરાત સામે 73(48), 53(49), 92(50) અને 60(44) રનની ઇનિંગ્સ રમી છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Rain | ધોધમાર વરસાદથી દિલ્હીથી થયું પાણી પાણી... જુઓ વીડિયોSurat | હવે સુરત મનપા ડ્રોન ઉડાવીને કરશે મચ્છરોનો નાશ, જુઓ વીડિયોમાંBanaskantha Rain | જિલ્લામાં ખાબક્યો ઝરમર વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?Amreli Strike | લિલીયામાં ભૂગર્ભ ગટરને લઈને કરાયું બંધનું એલાન, જુઓ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું
36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું
રાજ્યના આ વિસ્તારમાં અતિભારે વરસાદથી પુર આવી શકે છેઃ અંબાલાલ પટેલની મોટી આગાહી
રાજ્યના આ વિસ્તારમાં અતિભારે વરસાદથી પુર આવી શકે છેઃ અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Delhi Airport Roof Collapse: દિલ્લીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના,  છત ધરાશાયી થતાં એકનું મોત, 5  લોકો ઇજાગ્રસ્ત
Delhi Airport Roof Collapse: દિલ્લીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના, છત ધરાશાયી થતાં એકનું મોત, 5 લોકો ઇજાગ્રસ્ત
Embed widget