IPL Live Streaming: આજની લખનઉ-બેંગ્લૉર વચ્ચેની મેચ, કેટલા વાગેને કઇ ચેનલ પરથી જોઇ શકાશે લાઇવ, વાંચો......
લખનઉ સુપર જાયન્ટ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની મેચ આજે એટલે કે 1 મેના દિવસે રમાશે. આજની મેચ લખનઉના ઇકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
Lucknow Super Giants vs Royal Challengers Bangalore Live Telecast: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે લખનઉ સુપર જાયન્ટ્સની ટક્કર રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર સામે થવાની છે. ખાસ વાત છે કે, પ્લેઓફની રેસમાં રહેવા માટે આજે આરસીબીએ આ મેચ જીતવી ખુબ જરૂરી છે. આરસીબીની ટીમ પોતાની છેલ્લી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ હારી ગઇ હતી. આવામાં ફાફ ડુ પ્લેસીસની ટીમ આજે જીતના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. તો વળી, સામે લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ પંજાબ કિંગ્સને હરાવ્યા પછી ફૂલ ફોર્મમાં આવી ગઇ છે. આવામાં લખનઉની ટીમ પોતાનું વિજયી અભિયાન ચાલુ રાખવા પ્રયાસ કરશે. જાણો લખનઉ અને બેંગ્લૉર વચ્ચેની મેચને કઇ ચેનલ પરથી કેટલા વાગે જોઇ શકાશે લાઇવ.....
છઠ્ઠા નંબરે છે બેંગ્લૉર -
IPL 2023માં બેંગ્લૉરની ટીમે જીત સાથે શરૂઆત કરી હતી, પરંતુ એક મેચ બાદ ટીમ જીતનો સિલસિલો જાળવી શકી ન હતી. આ દરમિયાન તેને કોલકાતા અને લખનઉ સામે સતત હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી આરસીબીની ટીમે આગામી કેટલીક મેચોમાં એક જીત અને એક હારની પ્રક્રિયા ચાલુ રાખી. જો હાલના પૉઈન્ટ ટેબલ પર નજર કરીએ તો RCBની ટીમ છઠ્ઠા નંબર પર છે. ફાફ ડુ પ્લેસીસની ટીમે આ વખતે 8 મેચ રમી છે જેમાં 4માં જીત અને 4માં હાર થઈ છે. વળી, લખનઉની ટીમ 8માંથી 5 મેચ જીતીને પૉઈન્ટ ટેબલમાં બીજા સ્થાન પર છે.
ક્યારે ને કેટલા વાગે રમાશે લખનઉ સુપર જાયન્ટ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર વચ્ચેની મેચ ?
લખનઉ સુપર જાયન્ટ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની મેચ આજે એટલે કે 1 મેના દિવસે રમાશે. આજની મેચ લખનઉના ઇકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે. મેચના અડધા કલાક પહેલા એટલે કે 7 વાગે ટૉસ થશે.
લાઇવ ટેલિકાસ્ટ અને લાઇવ સ્ટ્રીમિંગ ડિટેલ્સ -
લખનઉ સુપર જાયન્ટ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર વચ્ચેની આજની મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પૉર્ટ્સ નેટવર્કની જુદીજુદી ચેનલો પરથી જોઇ શકાશે, જેનુ પ્રસારણ કેટલીય ભાષાઓમાં થશે. આ ઉપરાંત જે યૂઝર્સની પાસે JIO CINEMA એપનુ સબ્સક્રિપ્શન છે, તે ઓનલાઇન સ્ટ્રીમિંગ દ્વારા પોતાના મોબાઇલ ફોન પર ફ્રીમાં મેચનો આનંદ ઉઠાવી શકશે.