LSG vs RCB: રોમાંચક મેચમાં લખનઉને હરાવીને ક્વોલિફાયર 2માં પહોંચ્યું બેંગ્લોર, રાજસ્થાન સામે થશે બેંગ્લોરની ટક્કર
IPL 2022ની એલિમિનેટર મેચ લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ રહી છે.
LIVE
Background
IPL 2022ની એલિમિનેટર મેચ લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. આ મેચમાં વિજેતા ટીમ બીજી ક્વોલિફાયર મેચ રમશે. જ્યારે હારનાર ટીમ સિઝનમાંથી બહાર થઈ જશે. લખનઉની ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબરે છે અને બેંગ્લોરની ટીમ ચોથા નંબર પર છે. કેએલ રાહુલની કેપ્ટનશીપવાળી ટીમ લખનઉએ આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેથી આ મેચ રોમાંચક બનવાની છે.
તમામની નજર લખનઉ અને બેંગ્લોર વચ્ચેની મેચ પર રહેશે. કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાનારી આ મેચને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. આ મેચ જીતનારી ટીમ રાજસ્થાન રોયલ્સ સામે બીજી ક્વોલિફાયર મેચ રમશે. આ મેચ 27 મેના રોજ અમદાવાદમાં રમાશે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 14 રનથી મેચ જીતી
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 14 રનથી મેચ જીતી. છેલ્લી ઓવરમાં હર્ષલ પટેલની ઘાતક બોલિંગ સામે 9 રન બનાવી શક્યુ લખનઉ.
અંતિમ ઓવરમાં લખનઉને જીતવા માટે 24 રનની જરુર
અંતિમ ઓવરમાં લખનઉને જીતવા માટે 24 રનની જરુર. લેવીસ અને ચમિરા ક્રિઝ પર છે.
હેઝલવુડના બોલ પર કૃણાલ પંડ્યા ગોલ્ડન ડકનો શિકાર બન્યો
હેઝલવુડના બોલ પર કૃણાલ પંડ્યા ગોલ્ડન ડકનો શિકાર બન્યો, લખનઉની 180 રન પર 6 વિકેટ પડી.
RCBને મળી મહત્વની સફળતાઃ
RCBને મળી મહત્વની સફળતાઃ હેઝલવુડના બોલ પર કે.એલ રાહુલ થયો કેચ આઉટ. રાહુલે 58માં 79 રન બનાવ્યા હતા.
લખનઉને ઝટકો, સ્ટોઈનીસ આઉટ થયો
સ્ટોઈનીસ 9 બોલમાં 9 રન બનાવી આઉટ થયો. હાલ કે.એલ રાહુલ 77 રન પર અણનમ. લખનઉને જીતવા માટે 15 બોલમાં 35 રનની જરુર