40ની ઉંમરમાં ચિત્તા જેવી સ્ફૂર્તિ, ધોનીએ કરેલા રન આઉટનો વીડિયો થયો વાઈરલ
IPL 2022ની 11મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ચેન્નાઈના કેપ્ટન રવિન્દ્ર જાડેજાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો
CSK vs PBKS: IPL 2022ની 11મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ચેન્નાઈના કેપ્ટન રવિન્દ્ર જાડેજાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે, તેનો નિર્ણય પહેલા જ સાચો લાગતો હતો, કારણ કે પંજાબે પ્રથમ બે ઓવરમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. આ દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ એક જબરદસ્ત રનઆઉટ કર્યો.
Something never changes...👏 #MSD
— Prabhat Singh ❁ (@iampbdawn) April 3, 2022
Age is just a number 🔥 #Dhoni#Runout #CSKvPBKS pic.twitter.com/TzzOQD478I
પંજાબ કિંગ્સની ઇનિંગ્સની બીજી ઓવરમાં જ્યારે ભાનુકા રાજપક્ષે ક્રિસ જોર્ડનની બોલ પર રન લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે ધવન સાથે થોડું કન્ફ્યૂઝન થયું અને તે તો દોજી ગયો, પરંતુ ધવન રન ન દોડ્યો. આ દરમિયાન જોર્ડને બોલ વિકેટકીપર તરફ ફેંક્યો. ધોની વિકેટ પાછળ દૂર ઉભો હતો, ત્યાર બાદ ધોની ચિત્તાની ઝડપે સ્ટમ્પ પાસે દોડતો આવ્યો અને ડાઈવ લગાવીને રાજપક્ષને રન આઉટ કરી દીધો. હાલમાં આ રન આઉટનો વીડિયો ખુબ વાઈરલ થઈ રહ્યો છે. લોકો ધોનીની સ્ફૂર્તિ જોઈને આશ્ચર્યમાં પડી ગયા.
ધોનીએ 40 વર્ષની ઉંમરમાં જે સ્ફૂર્તીથી આ રનઆઉટ કર્યો તેને જોઈને કોમેન્ટેટર્સથી લઈને મેદાન પરના ખેલાડીઓ સુધી બધા આશ્ચર્યચકિત થઈ ગયા. ફેન્સ આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરી રહ્યા છે. આ વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
તો બીજી તરફ આજે આ મેચમાં ઘણા રેકોર્ડ તૂટી શકે છે. એવામાં શિખર ધવન પાસે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડવાની તક છે. કોહલીએ અત્યાર સુધી ચેન્નાઈ સામે સૌથી વધુ રન બનાવ્યા છે. ધવન આ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે.
જો આપણે ચેન્નાઈ સુપર કિંગ્સની વાત કરીએ તો આ સિઝનમાં ટીમની શરૂઆત ખરાબ રહી છે. CSKને પ્રથમ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. KKR એ મેચ 6 વિકેટે જીતી હતી. જ્યારે બીજી મેચમાં CSKને લખનૌ સુપર જાયન્ટ્સે 6 વિકેટે પરાજય આપ્યો હતો. પરંતુ આ મેચમાં સીએસકે જીતીને ટુર્નામેન્ટમાં વાપસી કરવા ઈચ્છશે.