(Source: ECI/ABP News/ABP Majha)
MI Full Squad: મુંબઇ ઇન્ડિયન્સે સાઉથ આફ્રિકાના બોલર પાછળ ખર્ચ્યા સૌથી વધુ રૂપિયા, હરાજી બાદ આવી છે MIની ટીમ
Mumbai Indians Full Squad For IPL 2024: આ સિવાય MIએ શ્રીલંકાના બોલર નુવાન તુશારાને 4.80 કરોડ રૂપિયા આપીને પોતાના કેમ્પમાં સામેલ કર્યો હતો
Mumbai Indians Full Squad For IPL 2024: મુંબઈ ઈન્ડિયન્સની ટીમે આઈપીએલ 2024 માટે યોજાયેલી હરાજીમાં સૌથી મોંઘા ખેલાડી તરીકે દક્ષિણ આફ્રિકાના ગેરાલ્ડ કોએત્ઝીને ખરીદ્યો હતો. MIએ 5 કરોડ રૂપિયાની કિંમત ચૂકવીને કોએત્ઝીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. કોએત્ઝીની બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા હતી. આ સિવાય મુંબઈની ટીમે શ્રીલંકાના દિલશાન મદુશંકાને 4.60 કરોડમાં ખરીદ્યો હતો. તાજેતરમાં યોજાયેલા ODI વર્લ્ડ કપ 2023માં મદુશંકા ત્રીજો સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો.
𝕄𝕀 squad for 𝗜𝗣𝗟 2️⃣0️⃣2️⃣4️⃣: 𝙛𝙞𝙣. 🤝💙➡️ https://t.co/3jIH9OgSsW#OneFamily #MumbaiIndians #IPLAuction pic.twitter.com/KzvaNzeoUG
— Mumbai Indians (@mipaltan) December 19, 2023
આ સિવાય MIએ શ્રીલંકાના બોલર નુવાન તુશારાને 4.80 કરોડ રૂપિયા આપીને પોતાના કેમ્પમાં સામેલ કર્યો હતો. તુશારાની બેઝ પ્રાઇઝ 50 લાખ રૂપિયા હતી. મુંબઈએ હરાજીમાં કુલ 8 ખેલાડીઓને ખરીદ્યા હતા, જેમાં ચાર ખેલાડીઓનો સમાવેશ થાય છે જેમને માત્ર 20 લાખ રૂપિયાની બેઝ પ્રાઇઝમાં ખરીદવામાં આવ્યા હતા. હરાજી પહેલા મુંબઈએ ઘણા સ્ટાર ખેલાડીઓને બહાર કર્યા હતા. જોકે, ટીમે ઘણા એવા ખેલાડીઓને રિટેન કર્યા જે જેઓ લાંબા સમયથી ટીમનો ભાગ છે. હરાજી પહેલા મુંબઈએ હાર્દિક પંડ્યાને ટીમમાં સામેલ કર્યો હતો. તો ચાલો જાણીએ IPL 2024 માટે મુંબઈની આખી ટીમ કેવી છે.
𝗣𝗮𝗰𝗸𝗲𝗱, 𝗦𝗲𝗮𝗹𝗲𝗱, ready to be 𝗗𝗲𝗹𝗶𝘃𝗲𝗿𝗲𝗱 for #IPL2024 📦💙#OneFamily #MumbaiIndians #IPLAuction pic.twitter.com/V20u7ZzDz4
— Mumbai Indians (@mipaltan) December 19, 2023
મુંબઈ ઈન્ડિયન્સે 2024ની હરાજીમાં 8 ખેલાડીઓ ખરીદ્યા
ગેરાલ્ડ કોએત્ઝી (5 કરોડ), દિલશાન મદુશંકા (4.60 કરોડ), શ્રેયસ ગોપાલ (20 લાખ), નમન ધીર (20 લાખ), અંશુલ કંબોજ (20 લાખ), નુવાન તુશારા (4.80 કરોડ) ), મોહમ્મદ નબી (1.50 કરોડ), શિવાલિક શર્મા (20 લાખ).
IPL 2024 માટે મુંબઈ ઈન્ડિયન્સની આખી ટીમ
આકાશ માધવાલ, અર્જુન તેંડુલકર, કેમરૂન ગ્રીન, ડેવાલ્ડ બ્રેવિસ, ઈશાન કિશન, જેસન બેહરેનડોર્ફ, જસપ્રીત બુમરાહ, કુમાર કાર્તિકેય સિંહ, તિલક વર્મા, નેહલ વઢેરા, પીયૂષ ચાવલા, રોહિત શર્મા (કેપ્ટન ) રોમારિયો શેફર્ડ, શમ્સ મુલાની, સૂર્ય કુમાર યાદવ, ટિમ ડેવિડ, વિષ્ણુ વિનોદ, હાર્દિક પંડ્યા, ગેરાલ્ડ કોએત્ઝી, દિલશાન મદુશંકા, શ્રેયસ ગોપાલ, નમન ધીર, અંશુલ કંબોજ, નુવાન તુશારા, મોહમ્મદ નબી, શિવાલિક શર્મા.