શોધખોળ કરો

મુંબઈ ઈન્ડિયન્સ માટે મોટો ઝટકો: હાર્દિક અને સૂર્યા વિનાની ટીમ કેવી હશે? જુઓ પ્લેઈંગ ઈલેવન

MI vs RCB 2026: હાલમાં મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફના ઉંબરે ઊભી છે, જ્યાં એક પણ હાર તેમને ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકી શકે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • MI માટે પ્લેઓફમાં પહોંચવા હાર્દિક અને સૂર્યાની ગેરહાજરી ચિંતાનો વિષય.
  • ઈજા અને અંગત કારણોસર હાર્દિક અને સૂર્યા મેચ રમી શકશે નહીં.
  • રોહિત શર્મા અને રાયન રિકેલ્ટનની ભાગીદારી મુંબઈ માટે આશાસ્પદ.
  • ડી કોક, મિન્ઝ અથવા ઠાકુર જેવા ખેલાડીઓને તક મળી શકે છે.

MI vs RCB 2026: IPL 2026 ના પ્લેઓફમાં પહોંચવા માટે મુંબઈ ઈન્ડિયન્સ (MI) માટે હવે પછીની મેચો જીતવી અત્યંત જરૂરી છે. પરંતુ 10 મેના રોજ રાયપુરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે રમાનારી કરો યા મરો મેચ પહેલા ટીમને મોટો ઝટકો લાગી શકે છે. ઈજાના કારણે કેપ્ટન હાર્દિક પંડ્યા અને અંગત કારણોસર સૂર્યકુમાર યાદવ આ મહત્ત્વની મેચ ચૂકી શકે છે. જો આ બંને સિનિયર અને મેચ-વિનર ખેલાડીઓ નહીં રમે, તો ટીમ મેનેજમેન્ટ માટે નવી પ્લેઈંગ ઈલેવન તૈયાર કરવી એક મોટો પડકાર બની જશે.

હાલમાં મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફના ઉંબરે ઊભી છે, જ્યાં એક પણ હાર તેમને ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાર્દિક પંડ્યા ઈજાના કારણે ટીમ સાથે રાયપુર પહોંચ્યો નથી. આ ઉપરાંત, એવા પણ અહેવાલો છે કે સૂર્યકુમાર યાદવ ટૂંક સમયમાં પિતા બનવાનો હોવાથી તે આ આગામી મેચમાંથી બ્રેક લઈ રહ્યો છે. આ બંને ખેલાડીઓની ગેરહાજરીમાં મુંબઈનું મિડલ ઓર્ડર થોડું નબળું પડી શકે છે.

જોકે, મુંબઈ માટે સારા સમાચાર એ છે કે રોહિત શર્મા ફોર્મમાં પાછો ફર્યો છે. ગત મેચમાં રોહિત શર્મા અને રાયન રિકેલ્ટને લખનૌ (LSG) સામે 143 રનની શાનદાર ઓપનિંગ ભાગીદારી નોંધાવી હતી. 3 નંબર પર તિલક વર્મા બેટિંગ કરવા આવશે. પણ મોટો પ્રશ્ન એ છે કે હાર્દિક અને સૂર્યાની જગ્યા કોણ લેશે? આ સિઝનની શરૂઆતમાં પંજાબ સામે 112 રનની સદી ફટકારનાર ક્વિન્ટન ડી કોકને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી શકે છે. જો ડી કોક ઓપનિંગ કરે તો બેટિંગ ઓર્ડરમાં થોડા ફેરફાર જોવા મળી શકે છે.

શું IPL 2026 માં MS ધોની લેશે નિવૃત્તિ? અશ્વિને ફેરવેલ મેચને લઈને કર્યો મોટો ધડાકો!

IPL ના નિયમ મુજબ મેદાન પર માત્ર 4 જ વિદેશી ખેલાડીઓ રમી શકે છે. આ સંજોગોમાં યુવા વિકેટકીપર-બેટ્સમેન રોબિન મિન્ઝ અથવા ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને મુખ્ય ટીમમાં સ્થાન મળી શકે છે. નોંધનીય છે કે શાર્દુલ અત્યાર સુધી મોટાભાગની મેચોમાં માત્ર 'ઈમ્પેક્ટ પ્લેયર' તરીકે જ રમ્યો છે.

જો હાર્દિક અને સૂર્યા નહીં રમે, તો આ હોઈ શકે છે મુંબઈ ઈન્ડિયન્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા, રાયન રિકેલ્ટન, ક્વિન્ટન ડી કોક, તિલક વર્મા, નમન ધીર, વિલ જેક્સ, શાર્દુલ ઠાકુર, એ. એમ. ગઝનફર, જસપ્રીત બુમરાહ, રઘુ શર્મા અને દીપક ચહર.

IPL 2026: ચેન્નઈની દિલ્હી સામે 8 વિકેટે શાનદાર જીત, સંજુ સેમસન ઐતિહાસિક સદી ચૂક્યો

Frequently Asked Questions

MI vs RCB મેચ પહેલા મુંબઈ ઈન્ડિયન્સ માટે શું ચિંતાનો વિષય છે?

કેપ્ટન હાર્દિક પંડ્યા ઈજાના કારણે અને સૂર્યકુમાર યાદવ અંગત કારણોસર આ મહત્વપૂર્ણ મેચ ચૂકી શકે છે. આ બંને ખેલાડીઓની ગેરહાજરી ટીમ માટે મોટો પડકાર બની શકે છે.

હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ શા માટે મેચ રમી શકતા નથી?

હાર્દિક પંડ્યા ઈજાના કારણે ટીમ સાથે રાયપુર પહોંચ્યો નથી. સૂર્યકુમાર યાદવ ટૂંક સમયમાં પિતા બનવાના હોવાથી આગામી મેચમાંથી બ્રેક લઈ રહ્યો છે.

MI માટે રોહિત શર્માના ફોર્મ વિશે શું સારા સમાચાર છે?

રોહિત શર્મા ફોર્મમાં પાછો ફર્યો છે. ગત મેચમાં તેણે રાયન રિકેલ્ટ સાથે 143 રનની શાનદાર ઓપનિંગ ભાગીદારી નોંધાવી હતી.

હાર્દિક અને સૂર્યાની ગેરહાજરીમાં મુંબઈ ઈન્ડિયન્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન શું હોઈ શકે છે?

રોહિત શર્મા, રાયન રિકેલ્ટન, ક્વિન્ટન ડી કોક, તિલક વર્મા, નમન ધીર, વિલ જેક્સ, શાર્દુલ ઠાકુર, એ. એમ. ગઝનફર, જસપ્રીત બુમરાહ, રઘુ શર્મા અને દીપક ચહર.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
IPLની સૌથી અમીર ટીમ બની RCB, ધોનીની CSK ચોથા સ્થાન પર, અહીં જુઓ યાદી 
IPLની સૌથી અમીર ટીમ બની RCB, ધોનીની CSK ચોથા સ્થાન પર, અહીં જુઓ યાદી 
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર
CSK માં મોટા ફેરફારના એંધાણ: કોચ ફ્લેમિંગના ગયા પછી આ 5 સ્ટાર ખેલાડીઓ થશે બહાર! જુઓ યાદી
CSK માં મોટા ફેરફારના એંધાણ: કોચ ફ્લેમિંગના ગયા પછી આ 5 સ્ટાર ખેલાડીઓ થશે બહાર! જુઓ યાદી

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Embed widget