IPL 2022: રોમાંચક મેચમાં મુંબઇએ હારેલી બાજી જીતી, ગુજરાતને 5 રને હરાવ્યુ
છેલ્લી ઓવરમાં ગુજરાતને જીત માટે 9 રન જોઇતા હતા, પરંતુ ડેનિયલ સેમ્સે શાનદાર બૉલિંગ કરતા માત્ર 3 રન જ આપ્યા અને ટીમને સિઝનની બીજી જીત અપાવી દીધી.
Gujarat Titans vs Mumbai Indians: ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનમાં ગઇરાત્રે ગુજરાત ટાઇટન્સનો સામનો મુંબઇ ઇન્ડિયન્સ સામે થયો હતો, આ મેચમાં મુંબઇએ રોમાંચક રીતે છેલ્લી ઓવરમાં ગુજરાત પર 5 રનથી જીત હાંસલ કરી. 178 રનના સ્કૉરનો પીછો કરતા ગુજરાતની ટીમ માત્ર 172 રન જ બનાવી શકી, છેલ્લી ઓવરમાં ગુજરાતને જીત માટે 9 રન જોઇતા હતા, પરંતુ ડેનિયલ સેમ્સે શાનદાર બૉલિંગ કરતા માત્ર 3 રન જ આપ્યા અને ટીમને સિઝનની બીજી જીત અપાવી દીધી.
છેલ્લે ફેઇલ થયા ગુજરાતના બેટ્સમેનો -
178 રનોના સ્કૉરનો પીછો કરતા ગુજરાતની ટીમે પહેલી વિકેટ માટે 12 ઓવરમાં જ 106 રન ઠોકી દીધા હતા, આ દરમિયાન શુભમન ગીલે 36 બૉલમાં 52 રનોની ઇનિંગ રમી. તે 6 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા બાદ અશ્વિની બૉલિંગમાં આઉટ થઇ ગયો હતો. ત્યારબાદ સાહા પણ 55 રન બનાવીને 55 બનાવીને આઉટ થઇ ગયો. તેને પણ અશ્વિને આઉટ કર્યો. બે વિકેટ પડ્યા બાદ સાઇ અને હાર્દિક પંડ્યા ક્રિસ પર આવ્યા હતા.
જોકે, સાઇ સુદરશન પણ કંઇ ખાસ ના કરી શક્યો અને 14 રન બનાવીને હિટ વિકેટ આઉટ થઇ ગયો હતો. તેના આઉટ થયા બાદ મિલર અને હાર્દિક પંડ્યાએ ટીમના સ્કૉરને આગળ વધાર્યો. હાર્દિક પણ આજે કંઇક ખાસ ના કરી શક્યો અને 24 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. તેના આઉટ થયા બાદ રાહુલ તેવટિયા અને મિલરે ફરી એકવાર ટીમને જીતની નજીક પહોંચાડી દીધી, પરંતુ ટીમ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 172 રન જ બનાવી શકી.
આ પણ વાંચો........
સંસ્કૃત ભાષાને વ્યવહારમાં લાવવા વધુ એક પગલું, સોમનાથ મંદિરના પુજારીઓ સંસ્કૃતમાં વાતચીત કરશે
Health: ઉનાળામાં આ 5 ફૂડનું કરો સેવન, ગરમીમાં પણ રહેશો સ્વસ્થ
Health tips: વજન ઘટાડવા ઘરે બેઠા જ કરો આ કામ સરળતાથી ઉતરી જશે વજન
Sri Lanka Emergency: શ્રીલંકામાં ઈમરજન્સી લાગુ, રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ કરી જાહેરાત