શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

IPLમાં આજે મુંબઇ-પંજાબ વચ્ચે ટક્કર, ટૉસ મુખ્ય ભૂમિકામાં-અત્યાર સુધી કોનુ પલડુ રહ્યું છે ભારે, જાણો વિગતે....

પંજાબ અત્યાર સુધી ચાર મેચોમાંથી બે જીત સાથે પૉઇન્ટ ટેબલમાં સાતમા નંબર પર છે.  

IPL 2022: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે સાંજે એક રોમાંચક મેચ જોવા મળી શકે છે. કેમ કે એકબાજુ મુબંઇ ઇન્ડિયન્સ છે, તો બીજી બાજુ પંજાબ કિંગ્સ છે. આઇપીએલ 2022ની 23મી મેચમાં પંજાબ કિંગ્સ (PBKS) સામે ટકરાશે. મુંબઇ છેલ્લે બેંગ્લૉર સામે હારી ગઇ હતી, ટીમ અત્યાર સુધી ચારેય મેચ હારી ચૂકી છે, અને પૉઇન્ટ ટેબલમાં નવમા નંબર પર છે. બીજીબાજુ પંજાબને પણ છેલ્લી મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે હાર મળી હતી. પંજાબ અત્યાર સુધી ચાર મેચોમાંથી બે જીત સાથે પૉઇન્ટ ટેબલમાં સાતમા નંબર પર છે.  

આઇપીએલમાં ટક્કર - હેડ ટૂ હેડ આંકડા -
મુંબઇ અને પંજાબની ટીમો આઇપીએલમાં અત્યાર સુધી 27 મેચોમાં આમને સામને થઇ છે. આમાં 27 મેચોમાંથી મુંબઇ ઇન્ડિયન્સે 14 મેચો જીતી છે, જ્યારે પંજાબની ટીમ 13 મેચોમાં જ જીત હાંસલ કરી ચૂકી છે. આજની મેચમાં બન્ને ટીમોમાં ફેરફાર કરાશે, એટલે કહેવુ મુશ્કેલ છે કે કઇ ટીમ આજે જીતશે, પરંતુ આ સિઝનમાં જોઇએ તો પંજાબની ટીમ મુંબઇ કરતા સારી દેખાઇ રહી છે. 

ટૉસ મુખ્ય ભૂમિકામા રહેશે - 
પુણેના MCA સ્ટેડિયમમાં અત્યાર સુધી માત્ર 3 ટી20 મેચો જ રમાઇ છે, પરંતુ આઇપીએલની ઘણીબધી મેચો રમાઇ છે. અહીં ટૉસ જીતનારી ટીમ પહેલા બૉલિંગ કરવાનો ફેંસલો કરશે.  

IPL 2022, MI vs PBKS : જાણો ક્યારે ને ક્યાંથી જોઇ શકાશે મુંબઇ-પંજાબની લાઇવ મેચ--

મુંબઇ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મંગળવારે સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે. મેચ મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. 

જો તમે મુંબઇ અને પંજાબ વચ્ચેની મેચને જોવા માંગતા હોય તો તમે આનુ લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સની ચેનલો પરથી જોઇ શકો છો, એટલે કે મેચનુ સીધુ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે, સ્ટાર સ્પોર્ટ્સ ભારતમાં આઇપીએલ 2022 નુ ઓફિશિયલ બ્રૉડકાસ્ટર છે. આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ 1, સ્ટાર સ્પોર્ટ્સ 3 અને સ્ટાર ગૉલ્ડ 2 ચેનલો પર જોઇ શકાશે.  

ક્રિકેટ ફેન્સ મેચનુ ઓનલાઇન સ્ટ્રીમિંગ Disney+ Hotstar એપ પર જોઇ શકે છે, પરંતુ આ એપ પર મેચ જોવા માટે દર્શકોને સબ્સક્રિપ્શનની જરૂર પડશે, તમે મેચનો લાઇવ સ્કૉર અને લેટેસ્ટ અપડેટ માટે https://gujarati.abplive.com સાથે જોડાયેલા રહો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ

IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો

Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત

'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો

ABP Premium

વિડિઓઝ

BIG New: રાજકોટમાં ભાજપના નેતા પર હુમલો! PI સંજય પાદરીયાએ હુમલો કર્યો હોવાનો લગાવ્યો આરોપHun To Bolish : હું તો બોલીશ : નશેડી નબીરોHun To Bolish : હું તો બોલીશ : માસૂમની તસ્કરીના માફિયા કોણ?Valsad News : વલસાડ જિલ્લામાં ટોલટેક્સમાં વધારો, વાહનચાલકોમાં તોતિંગ વધારાથી રોષ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ

ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો

બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો

તમારી આ મનપસંદ વસ્તુ બાળકો માટે ઝેર સમાન છે, આજે જ આપવાનું બંધ કરો નહીંતર....

Embed widget