IPL 2024 વચ્ચે પંજાબ કિંગ્સને લાગ્યો મોટો ઝટકો, આ સ્ટાર ઓલઆઉન્ડર વતન પરત ફર્યો
પંજાબ કિંગ્સનો ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટન આવતા મહિને યોજાનાર T20 વર્લ્ડ કપ પહેલા ઘૂંટણની ઈજામાંથી સાજા થવા સોમવારે ઈંગ્લેન્ડ પરત ફર્યો હતો.
પંજાબ કિંગ્સનો ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટન આવતા મહિને યોજાનાર T20 વર્લ્ડ કપ પહેલા ઘૂંટણની ઈજામાંથી સાજા થવા સોમવારે ઈંગ્લેન્ડ પરત ફર્યો હતો. પંજાબ કિંગ્સની ટીમ 12 મેચમાં માત્ર ચાર જીત સાથે પહેલાથી જ IPL પ્લેઓફની રેસમાંથી બહાર છે.
લિવિંગસ્ટને તેના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે આઈપીએલનું વધુ એક વર્ષ પૂરું થઈ ગયું છે, આગામી વર્લ્ડ કપ માટે તેના ઘૂંટણની સર્જરી કરાવવી પડશે. પંજાબ કિંગ્સના ચાહકોને તેમના પ્રેમ અને સમર્થન માટે ફરી એક વખત ધન્યવાદ. ટીમ અને મારા માટે નિરાશાજનક સિઝન પરંતુ હંમેશાની જેમ મેં IPLમાં રમવાની દરેક મિનિટનો આનંદ માણ્યો.
View this post on Instagram
પાકિસ્તાન સામે શ્રેણી બાદ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ ICC T20 વર્લ્ડ કપ માટે વેસ્ટ ઈન્ડિઝ માટે રવાના થશે, જ્યાં તે 4 જૂને બારબડોસના બ્રિજટાઉનમાં કોટલેન્ડ સામે તેમના અભિયાનની શરૂઆત કરશે. IPLની વર્તમાન સિઝનમાં લિવિંગસ્ટોન સાત મેચમાં માત્ર 111 રન જ બનાવી શક્યો હતો અને માત્ર ત્રણ જ વિકેટ ઝડપી હતી.
T20 વર્લ્ડ કપ 2024 1 જૂનથી શરૂ થવાનો છે, જે પહેલા પંજાબ કિંગ્સનો ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટોન આવતા મહિને યોજાનાર T20 વર્લ્ડ કપ પહેલા ઘૂંટણની ઈજામાંથી સાજા થવા સોમવારે ઈંગ્લેન્ડ પરત ફર્યો હતો. પંજાબ કિંગ્સની ટીમ 12 મેચમાં માત્ર ચાર જીત સાથે પહેલાથી જ IPL પ્લેઓફની રેસમાંથી બહાર છે.
પંજાબ કિંગ્સની ટીમ પહેલાથી જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. 12 મેચ બાદ ટીમ ચાર જીત અને આઠ હાર સાથે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. એવું માનવામાં આવે છે કે લિવિંગસ્ટોનની ઘૂંટણની ઈજા ગંભીર નથી, પરંતુ તેને આ મહિને પાકિસ્તાન સામેની ટી20 શ્રેણી પહેલા આરામની જરૂર છે. ઈંગ્લેન્ડે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનાર ટી20 વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાન સાથે શ્રેણી રમવાની છે.
લિવિંગસ્ટોન આ વર્ષે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો અને તેની ખાસ અસર ન છોડી શક્યો. તેણે સાત ઇનિંગ્સમાં 111 રન બનાવ્યા અને આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 142.30 રહ્યો હતો.