IPL 2022: દિલ્હી વિરુદ્ધ ક્વિન્ટન ડિકોકે રચ્યો ઇતિહાસ, સચિન તેંડુલકરનો તોડ્યો આ રેકોર્ડ
જો મેચની વાત કરવામાં આવે તો પૃથ્વી શૉના 61 અને કેપ્ટન ઋષભ પંતના અણનમ 39 રનની મદદથી દિલ્હી કેપિટલ્સે લખનઉને જીતવા માટે 150 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝનમાં દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સનો છ વિકેટે વિજય થયો હતો. આ મેચમાં લખનઉના ઓપનર ક્વિન્ટન ડી કોકે શાનદાર ઇનિંગ રમી હતી. આ ઈનિંગ સાથે ડિકોકે ઇતિહાસ રચી દીધો છે. તેણે આઇપીએલમાં સચિન તેડુંલકરનો રેકોર્ડ તોડ્યો હતો.
ક્વિન્ટન ડી કોકે આ રેકોર્ડ તોડ્યો હતો
ક્વિન્ટન ડી કોક હવે આઇપીએલમાં સચિન કરતા વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. સચિને તેની IPL કરિયરમાં 78 મેચમાં 2,334 રન બનાવ્યા છે. આ મેચ પહેલા ક્વિન્ટન ડી કોકે 2,325 રન બનાવ્યા હતા. તેણે આ મેચમાં 9 રન બનાવતા જ સચિનને પાછળ છોડી દીધો છે. આ મેચમાં તેણે ફિફ્ટી ફટકારી હતી. આઇપીએલમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે.
લખનઉની જીત
જો મેચની વાત કરવામાં આવે તો પૃથ્વી શૉના 61 અને કેપ્ટન ઋષભ પંતના અણનમ 39 રનની મદદથી દિલ્હી કેપિટલ્સે લખનઉને જીતવા માટે 150 રનનો ટાર્ગેટ આપ્યો હતો. દિલ્હીએ 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 149 રન ફટકાર્યા હતા. દિલ્હી તરફથી રવિ બિશ્નોઈએ બે વિકેટ ઝડપી હતી. જેના જવાબમાં લખનઉની ટીમે 19.4 ઓવરમાં ચાર વિકેટ ગુમાવી 150 રનનો ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. લખનઉ તરફથી ડી કોકે 80 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તે સિવાય કેપ્ટન કેએલ રાહુલે 24 અને હુડાએ 11 રન ફટકાર્યા હતા. તે સિવાય કૃણાલ પંડ્યાએ અણનમ 19 અને આયુષ બડોનીએ અણનમ 10 રન ફટકાર્યા હતા.
Covid19 Restrictions : દેશના આ રાજ્યએ હટાવ્યા કોરોના નિયંત્રણ, માસ્ક પહેરવું પડશે, જાણો વિગત
SURAT : 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા
IND vs PAK: ભારત-પાકિસ્તાન વચ્ચે રમાશે દ્વીપક્ષીય સીરિઝ ? દુબઈમાં થશે PCB અને BCCIના અધિકારીઓની બેઠક