IPL 2022: RCBના આ બેટ્સમેને આઈપીએલમાં પસંદગી થતાં લગ્ન મોકૂફ રાખ્યા, વાંચો ક્રિકેટરની ફિલ્મી કહાની
IPL 2022ની એલિમિનેટર મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે ટોપ ઓર્ડરના બેટ્સમેન રજત પાટીદારે મેચ વિનિંગ ઈનિંગ રમી હતી.
Rajat Patidar Royal Challengers Bangalore IPL 2022: IPL 2022ની એલિમિનેટર મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે ટોપ ઓર્ડરના બેટ્સમેન રજત પાટીદારે મેચ વિનિંગ ઈનિંગ રમી હતી. રજત મેદાન પર સારો દેખાવ કરી રહ્યો છે, પરંતુ આ મે મહિનામાં તે ક્રિકેટ રમવાને બદલે લગ્ન કરવા જઈ રહ્યો હતો. 28 વર્ષનો રજત પાટીદારને ફેબ્રુઆરીમાં થયેલા પ્રથમ આઈપીએલ મેગા ઓક્શનમાં કોઈ ટીમે નહોતો ખરીદ્યો. ત્યાર બાદ દેશમાં કોઈ મોટું ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન નહોતું જેથી રજતનો પરિવાર આ દરમિયાન મળેલા બ્રેકમાં રજતના લગ્ન કરવાનું વિચારી રહ્યો હતો.
જોકે, રજત માટે ભવિષ્યમાં એક રોમાંચક આઈપીએલ સીરીઝ લખાયેલી હતી. IPL 2022ની સિઝનમાં કેટલીક મેચો બાદ 3 એપ્રિલે લવનિથ સિસોદિયા ઈજાગ્રસ્ત થયો હતો. સિસિદિયા ઈજાગ્રસ્ત થતાં તેની જગ્યાએ જમણા હાથના બેટ્સમેન રજત પાટીદારને ટીમમાં લેવામાં આવ્યો હતો.
મધ્યપ્રદેશના આ બેટ્સમેને ટીમ સિલેક્ટર્સને નિરાશ ન કર્યા અને તકનો બંને હાથે ફાયદો ઉઠાવ્યો. બુધવારે લખનઉ સુપર જાયન્ટ્સ સામેની એલિમિનેટર મેચ દરમિયાન તેણે RCB માટે સૌથી યાદગાર મેચ-વિનિંગ ઇનિંગ્સ રમી હતી. નોકઆઉટ મેચમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન બતાવતા, રજતે માત્ર 54 બોલમાં અણનમ 112 રન બનાવ્યા અને પ્લે-ઓફમાં સદી ફટકારનાર IPLના ઇતિહાસમાં પ્રથમ અનકેપ્ડ ખેલાડી બન્યો.
રજતના પિતા મનોહર પાટીદારે ધ ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યું કહ્યું, "અમે તેના માટે રતલામમાંથી એક છોકરી પસંદ કરી છે. રજતના લગ્ન 9 મેના રોજ કરાવવાનું આયોજન કર્યું હતું. એક નાનકડો સમારોહ થવાનો હતો અને મેં આ માટે ઈન્દોરમાં એક હોટેલ પણ બુક કરાવી હતી."
રણજી ટ્રોફીના નોકઆઉટ તબક્કામાં મધ્યપ્રદેશનની ટીમ સાથેની પ્રતિબદ્ધતાઓ પૂર્ણ કર્યા પછી પાટીદાર હવે જુલાઈમાં લગ્ન કરશે. 6 જૂનથી ક્વાર્ટર ફાઇનલમાં મધ્ય પ્રદેશનો સામનો પંજાબ સામે થશે. તેમણે કહ્યું, "લગ્નનો કાર્યક્રમ બહુ મોટો નહીં હોય. તેથી અમે આમંત્રણ કાર્ડ પણ છાપ્યા નથી. મેં મર્યાદિત મહેમાનો માટે હોટેલ બુક કરાવી છે, કારણ કે અમે હવે જુલાઈમાં સમારોહનું આયોજન કરવાની યોજના બનાવી રહ્યા છીએ."