શોધખોળ કરો

IPL 2026: RCB ની શાનદાર જીત, ગુજરાતને 92 રને હરાવી પાંચમી વખત ફાઇનલમાં મારી એન્ટ્રી

કેપ્ટન રજત પાટીદારની 93 રનની તોફાની ઇનિંગ અને બોલરોના તરખાટથી RCB એ રચ્યો ઈતિહાસ, 31 મેના રોજ અમદાવાદમાં રમાશે ટાઇટલ મેચ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • RCB એ ગુજરાત ટાઇટન્સને 92 રને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો.
  • રજત પાટીદારની 93 રનની ઇનિંગ અને બોલરોનો દબદબો.
  • IPL ફાઇનલમાં પહોંચનાર RCB પાંચમી ટીમ બની.
  • ગુજરાત 162 રનમાં ઓલઆઉટ, તેવતિયાની 68 રનની લડત.

rcb vs gt qualifier 1 highlights: IPL 2026 ની પહેલી ક્વોલિફાયર મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ ગુજરાત ટાઇટન્સને 92 રનથી કચડી નાખ્યું છે. આ શાનદાર જીત સાથે જ RCB ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચનારી પહેલી ટીમ બની ગઈ છે. બેંગ્લોરે આપેલા 255 રનના વિશાળ ટાર્ગેટ સામે ગુજરાતની ટીમ માત્ર 162 રનમાં જ સમેટાઈ ગઈ હતી. કેપ્ટન રજત પાટીદારની 93 રનની આક્રમક ઇનિંગ અને ત્યારબાદ બોલરોના ઘાતક પ્રદર્શને RCB ને આ ઐતિહાસિક જીત અપાવી છે.

પહેલી ક્વોલિફાયર જીતીને બેંગ્લોરે સીધી ફાઇનલમાં એન્ટ્રી મારી લીધી છે. હવે 31 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેઓ ટ્રોફી જીતવા માટે મેદાનમાં ઉતરશે. તમને જણાવી દઈએ કે, IPL ના ઇતિહાસમાં આ પાંચમી વખત છે જ્યારે RCB ફાઇનલમાં પહોંચ્યું છે. આ પહેલા બેંગ્લોરની ટીમ 2009, 2011, 2016 અને 2025 માં પણ ફાઇનલ રમી ચૂકી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ બાદ સૌથી વધુ વખત ફાઇનલમાં પહોંચવાના મામલે RCB હવે ત્રીજા નંબરે આવી ગયું છે.

મેચની વાત કરીએ તો, બેંગ્લોરની જીતનો પાયો કેપ્ટન રજત પાટીદારે નાખ્યો હતો. તેણે માત્ર 33 બોલમાં 93 રનની તોફાની ઇનિંગ રમી હતી, જેમાં 5 ચોગ્ગા અને 9 ગગનચુંબી છગ્ગા સામેલ હતા. પાટીદાર ઉપરાંત વિરાટ કોહલી અને કૃણાલ પંડ્યાએ પણ 43-43 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. રજત પાટીદારની કેપ્ટનશીપમાં RCB ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ફાઇનલમાં પહોંચનારી ત્રીજી ટીમ બની ગઈ છે. આ પહેલા માત્ર મુંબઈ અને ચેન્નાઈ જ આવું કરી શક્યા છે.

આ પણ વાંચોઃ શાનદાર શૉટ અને બાઉન્ડ્રી, છતાં સાઈ સુદર્શન વિચિત્ર રીતે આઉટ! જુઓ વીડિયો

બીજી તરફ, 255 રનના પહાડ જેવા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સની શરૂઆત જ ખરાબ રહી. જેકબ ડફીના ઓપનિંગ સ્પેલમાં જ ગુજરાતના બેટ્સમેનો ઘૂંટણિયે પડી ગયા હતા. ડફીએ મેચમાં 3 મોટી વિકેટ ઝડપી હતી. જ્યારે ભુવનેશ્વર કુમારે પણ 2 વિકેટ લઈને ફરીથી પર્પલ કેપ પોતાના નામે કરી લીધી છે.

ગુજરાત તરફથી માત્ર રાહુલ તેવતિયા જ થોડી લડત આપી શક્યો હતો. તેણે 43 બોલમાં 68 રન બનાવ્યા, જે આ સીઝનની તેની પહેલી ફિફ્ટી હતી. જોસ બટલરે 29 રન કર્યા, પરંતુ બાકીના તમામ બેટ્સમેનો સાવ ફ્લોપ રહ્યા અને આખી ટીમ 162 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આ શાનદાર જીત સાથે હવે RCB નો ઉત્સાહ સાતમા આસમાને છે.

આ પણ વાંચોઃ IPL પ્લેઓફનું ગણિત: હારવા છતાં RCB કે GT કેમ બહાર નહીં થાય? જાણી લો મોટો નિયમ

Frequently Asked Questions

RCB અને GT વચ્ચે રમાયેલી પહેલી ક્વોલિફાયર મેચનું પરિણામ શું આવ્યું?

RCB એ ગુજરાત ટાઇટન્સને 92 રનથી હરાવ્યું. આ જીત સાથે RCB ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ટીમ બની છે.

RCB કેટલી વાર IPL ફાઇનલમાં પહોંચ્યું છે?

RCB IPL ના ઇતિહાસમાં પાંચમી વખત ફાઇનલમાં પહોંચ્યું છે. આ પહેલા 2009, 2011, 2016 અને 2025 માં ફાઇનલમાં પહોંચ્યું હતું.

RCB ની જીતમાં કયા ખેલાડીઓએ મહત્વનો ફાળો આપ્યો?

કેપ્ટન રજત પાટીદારે 33 બોલમાં 93 રનની તોફાની ઇનિંગ રમી. વિરાટ કોહલી અને કૃણાલ પંડ્યાએ પણ 43-43 રનનું યોગદાન આપ્યું.

RCB સામે હારી ગયેલી ગુજરાત ટાઇટન્સ તરફથી કોણે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું?

રાહુલ તેવતિયાએ 43 બોલમાં 68 રન બનાવી થોડી લડત આપી. જોસ બટલરે 29 રન બનાવ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget