શોધખોળ કરો

IPL પ્લેઓફનું ગણિત: હારવા છતાં RCB કે GT કેમ બહાર નહીં થાય? જાણી લો મોટો નિયમ

IPL 2026 playoffs: IPL 2026 નો લીગ સ્ટેજ પૂરો થયો છે. પોઈન્ટ ટેબલમાં ટોપ 2 માં રહેલી RCB અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે આવતીકાલે કાંટાની ટક્કર થશે. જો વરસાદને કારણે મેચ રદ થશે, તો RCB સીધી ફાઇનલમાં પહોંચી જશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • RCB અને ગુજરાત ટાઇટન્સ IPL 2026 પ્લેઓફમાં ટોચના સ્થાને.
  • ક્વોલિફાયર 1 માં હારનાર ટીમને ફાઇનલમાં બીજી તક.
  • વરસાદ પડે તો RCB સીધી ફાઇનલમાં પ્રવેશ કરશે.
  • IPL 2026 ની ફાઇનલ 31 મેના રોજ રમાશે.

IPL 2026 playoffs: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની 19મી સીઝનનો લીગ સ્ટેજ હવે સત્તાવાર રીતે પૂરો થઈ ગયો છે. 70 મેચોના રોમાંચક જંગ પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB), ગુજરાત ટાઇટન્સ (GT), સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને રાજસ્થાન રોયલ્સ (RR) પ્લેઓફમાં પોતાની જગ્યા પાકી કરી લીધી છે. આમાં RCB અને ગુજરાત પોઈન્ટ ટેબલમાં ટોચના 2 સ્થાને રહી છે, જેના કારણે તેમને ફાઇનલમાં પહોંચવા માટે બે તક મળશે. આવતીકાલે, મંગળવારે આ બંને ફોર્મમાં ચાલી રહેલી ટીમો વચ્ચે 'ક્વોલિફાયર 1' નો મુકાબલો રમાશે. સૌથી સારી વાત એ છે કે આ હાઈ-વોલ્ટેજ મેચમાં હારનાર ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર નહીં થાય, પણ તેને ફાઇનલમાં પહોંચવાનો વધુ એક મોકો મળશે.

હારનાર ટીમને કેવી રીતે મળશે બીજી તક?

IPL ના નિયમો મુજબ, લીગ સ્ટેજના અંતે જે ટીમો પોઈન્ટ ટેબલમાં પહેલા અને બીજા ક્રમે રહે છે, તેઓ સીધી ક્વોલિફાયર 1 રમે છે. આ મેચની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં હારનારી ટીમની સફર પૂરી થતી નથી, પરંતુ તેમને ટોપ 2 માં રહેવાનો ફાયદો મળે છે. ક્વોલિફાયર 1 માં જે પણ ટીમ હારશે (RCB અથવા GT), તેને ક્વોલિફાયર 2 માં રમવાનો મોકો મળશે. ત્યાં તેમનો સામનો 'એલિમિનેટર' મેચ જીતનારી ટીમ સાથે થશે. આમ, ફાઇનલની ટિકિટ મેળવવા બંને ટીમો પાસે બે ચાન્સ રહેશે.

પોઈન્ટ્સ સરખા, પણ નેટ રન રેટથી RCB નંબર 1

તમને જણાવી દઈએ કે 70 લીગ મેચો પૂરી થયા પછી રજત પાટીદારની RCB અને શુભમન ગિલની ગુજરાત ટાઇટન્સ બંનેના પોઈન્ટ્સ એકદમ સરખા છે. RCB એ 14 માંથી 9 મેચ જીતીને 18 પોઈન્ટ મેળવ્યા છે, અને ગુજરાતે પણ પોતાની 14 મેચમાંથી 18 પોઈન્ટ મેળવ્યા છે. જોકે, શાનદાર નેટ રન રેટ (NRR) ના સહારે RCB પોઈન્ટ ટેબલમાં પહેલા નંબર પર છે અને ગુજરાત બીજા નંબર પર રહ્યું છે.

આ પણ વાંચોઃ મુંબઈને 30 રનથી હરાવી રાજસ્થાન 7મી વખત પ્લેઓફમાં, પંજાબ-કોલકાતા IPL 2026માંથી બહાર

જો મેચમાં વરસાદ પડે તો શું થશે?

ક્રિકેટ ચાહકો માટે એ જાણવું ખૂબ જરૂરી છે કે જો RCB અને ગુજરાત વચ્ચેની આ મેચમાં વરસાદ વિલન બને અને મેચ રદ કરવી પડે, તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને મોટો ફાયદો થશે. પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને હોવાથી RCB સીધી જ ફાઇનલમાં પ્રવેશી જશે. IPL પ્લેઓફમાં ક્વોલિફાયર 1, એલિમિનેટર કે ક્વોલિફાયર 2 માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી.

આ મહાસંગ્રામની ફાઇનલ મેચ 31 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે, જ્યાં નક્કી થશે કે આ વર્ષે ટ્રોફી કોણ ઉઠાવશે.

આ પણ વાંચોઃ IPL 2026 પ્લેઓફ લાઇનઅપ નક્કી: RCB, GT, SRH અને RR નો જલવો, જાણો હવે કોની ટક્કર કોની સામે થશે

Frequently Asked Questions

IPL 2026 માં કઈ ટીમો પ્લેઓફમાં પહોંચી છે?

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB), ગુજરાત ટાઇટન્સ (GT), સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને રાજસ્થાન રોયલ્સ (RR) IPL 2026 માં પ્લેઓફમાં પહોંચી છે.

ક્વોલિફાયર 1 માં હારનાર ટીમને શું ફાયદો થશે?

ક્વોલિફાયર 1 માં હારનાર ટીમને ટુર્નામેન્ટમાંથી બહાર નહીં કરાય. તેમને ફાઇનલમાં પહોંચવા માટે ક્વોલિફાયર 2 રમવાનો વધુ એક મોકો મળશે.

RCB અને ગુજરાત ટાઇટન્સના પોઈન્ટ્સ સરખા હોવા છતાં RCB ટોચ પર કેમ છે?

RCB અને ગુજરાત બંનેના 18 પોઈન્ટ્સ છે, પરંતુ RCB નો નેટ રન રેટ (NRR) વધુ સારો હોવાને કારણે તેઓ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે.

જો ક્વોલિફાયર 1 મેચ વરસાદને કારણે રદ થાય તો શું થશે?

જો મેચ રદ થાય, તો પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેલી RCB સીધી જ ફાઇનલમાં પ્રવેશ કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
Advertisement

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Embed widget