શોધખોળ કરો

શાનદાર શૉટ અને બાઉન્ડ્રી, છતાં સાઈ સુદર્શન વિચિત્ર રીતે આઉટ! જુઓ વીડિયો

RCB સામેની ક્વોલિફાયર 1 મેચમાં શાનદાર ફોર્મમાં ચાલી રહેલો ઓરેન્જ કેપ હોલ્ડર સાઈ સુદર્શન ખૂબ જ વિચિત્ર રીતે હિટ વિકેટ આઉટ થયો, જેનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સાઈ સુદર્શન IPL 2026 ક્વોલિફાયરમાં હિટ વિકેટ થયો.
  • તેણે બાઉન્ડ્રી પર બોલ માર્યો, પરંતુ બેટ છૂટી ગયું.
  • આઉટ થતાં ગુજરાત ટાઇટન્સને 17 રને મોટો ફટકો પડ્યો.
  • સુદર્શને સિઝનમાં 638 રન બનાવી ઓરેન્જ કેપ જીતી હતી.

sai sudarshan hit wicket video: ક્રિકેટમાં બેટ્સમેન અલગ-અલગ રીતે આઉટ થતા હોય છે, કોઈ બોલ્ડ થાય તો કોઈ રનઆઉટ, પણ IPL 2026 ની ક્વોલિફાયર 1 મેચમાં ગુજરાત ટાઇટન્સના ઓરેન્જ કેપ હોલ્ડર સાઈ સુદર્શન જે રીતે આઉટ થયો તે ખરેખર અજીબ હતું. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામેની આ મહત્વની મેચમાં સાઈએ એક શાનદાર શૉટ ફટકારીને બોલને બાઉન્ડ્રી પાર તો મોકલી દીધો, પરંતુ કમનસીબે તે જ સમયે તેના હાથમાંથી બેટ છટકી ગયું અને સીધું સ્ટમ્પ પર વાગ્યું. આમ, શાનદાર ફોર મારવા છતાં તે હિટ વિકેટનો શિકાર બન્યો. સુદર્શનના આ વિચિત્ર આઉટ થવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

કેવી રીતે બની આ ઘટના?

આ આખી ઘટના ગુજરાત ટાઇટન્સની ઇનિંગ્સની ત્રીજી ઓવર દરમિયાન બની હતી. RCB તરફથી જેકબ ડફી બોલિંગ કરી રહ્યો હતો. સુદર્શને આ ઓવરના બીજા બોલ પર પહેલાથી જ એક શાનદાર ફોર ફટકારી દીધી હતી. ત્યારબાદ ત્રીજા બોલ પર તેણે પોઈન્ટની દિશામાં એક મજબૂત શૉટ રમ્યો. શૉટનું ટાઇમિંગ એટલું પરફેક્ટ હતું કે બોલ સીધો બાઉન્ડ્રી લાઇન તરફ જઈ રહ્યો હતો. પરંતુ આ જ સમયે એક કમનસીબ ઘટના બની - સુદર્શન રન લેવા માટે દોડ્યો, પણ જોરથી શૉટ મારવાના ચક્કરમાં બેટ પરથી તેની પકડ છૂટી ગઈ. બેટ હાથમાંથી સરકીને સીધું જઈને સ્ટમ્પ સાથે ટકરાયું અને બેલ્સ પડી ગઈ.

ગુજરાત ટાઇટન્સ માટે મોટો ફટકો

અમ્પાયરે નિયમ મુજબ તેને હિટ વિકેટ આઉટ જાહેર કર્યો, જેનાથી સુદર્શન ઘણો નિરાશ થઈને પેવેલિયન તરફ ચાલતો જોવા મળ્યો. આ આઉટ ગુજરાત ટાઇટન્સ માટે ખૂબ મોટો ફટકો હતો, કારણ કે જ્યારે સુદર્શન આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર માત્ર 17 રન જ હતો.

આ પણ વાંચોઃ IPL પ્લેઓફનું ગણિત: હારવા છતાં RCB કે GT કેમ બહાર નહીં થાય? જાણી લો મોટો નિયમ

ક્વોલિફાયર 1 ની આ મેચ પહેલા સુદર્શને આખી સીઝનમાં જબરદસ્ત બેટિંગ કરતા 638 રન બનાવ્યા હતા અને ઓરેન્જ કેપ પોતાના નામે કરી હતી. તે ખૂબ જ ઉત્તમ ફોર્મમાં હતો, જોકે, આ મેચમાં પોતાની જ કમનસીબીના કારણે તે 9 બોલમાં માત્ર 14 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.

આ પણ વાંચોઃ IPL 2026 પ્લેઓફ લાઇનઅપ નક્કી: RCB, GT, SRH અને RR નો જલવો, જાણો હવે કોની ટક્કર કોની સામે થશે

Frequently Asked Questions

સાઈ સુદર્શન IPL 2026 ક્વોલિફાયર 1 મેચમાં કેવી રીતે આઉટ થયો?

સાઈ સુદર્શન શાનદાર શોટ મારતી વખતે તેનું બેટ હાથમાંથી છૂટી ગયું અને સ્ટમ્પ પર વાગ્યું, જેના કારણે તે હિટ વિકેટ થયો.

આ ઘટના ક્યારે બની હતી?

આ ઘટના ગુજરાત ટાઇટન્સની ઇનિંગ્સની ત્રીજી ઓવર દરમિયાન બની હતી, જ્યારે જેકબ ડફી બોલિંગ કરી રહ્યો હતો.

સાઈ સુદર્શનના આઉટ થવાથી ગુજરાત ટાઇટન્સને શું અસર થઈ?

જ્યારે સુદર્શન આઉટ થયો ત્યારે ટીમે માત્ર 17 રન બનાવ્યા હતા, તેથી આ તેના માટે ખૂબ મોટો ફટકો હતો.

મેચ પહેલા સાઈ સુદર્શનનું પ્રદર્શન કેવું હતું?

મેચ પહેલા સુદર્શને આખી સિઝનમાં 638 રન બનાવીને ઓરેન્જ કેપ જીતી હતી અને ખૂબ જ સારા ફોર્મમાં હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
Embed widget