T20 World Cup 2024: ટી20 વર્લ્ડકપની રેસમાં ઋષભ પંત સૌથી આગળ, આંકડાઓ આપી રહ્યાં છે પુરાવા, વાંચો....
ઋષભ પંતે ગુજરાત ટાઇટન્સ સામે 43 બોલનો સામનો કરીને અણનમ 88 રન બનાવ્યા હતા. તેણે 5 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા
![T20 World Cup 2024: ટી20 વર્લ્ડકપની રેસમાં ઋષભ પંત સૌથી આગળ, આંકડાઓ આપી રહ્યાં છે પુરાવા, વાંચો.... Rishabh Pant DC vs GT: ipl rishabh pant may be considered for t20 world cup 2024 team after ipl 2024 performance dc vs gt T20 World Cup 2024: ટી20 વર્લ્ડકપની રેસમાં ઋષભ પંત સૌથી આગળ, આંકડાઓ આપી રહ્યાં છે પુરાવા, વાંચો....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/25/8933c46deb5ab49cf818d242d130fcd6171402510759577_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Rishabh Pant DC vs GT: ઋષભ પંતે ગુજરાત ટાઇટન્સ સામે વિસ્ફોટક ઇનિંગ રમી હતી. તેણે આઈપીએલ 2024માં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. ઘણા ક્રિકેટરોએ તેના વખાણ કર્યા છે. વરુણ એરોનનું માનવું છે કે પંતે ટી20 વર્લ્ડકપ 2024 માટે તેની ટિકિટ લગભગ સીલ કરી દીધી છે. જો આપણે IPL 2024માં ઋષભ પંતના પ્રદર્શન પર નજર કરીએ તો તે બેટિંગની સાથે વિકેટકીપિંગમાં પણ સારી કરી રહ્યો છે. ઋષભ પંતની સાથે ટીમ ઈન્ડિયા ઈશાન કિશન અને કેએલ રાહુલ પર પણ નજર રાખશે.
ઋષભ પંતે ગુજરાત ટાઇટન્સ સામે 43 બોલનો સામનો કરીને અણનમ 88 રન બનાવ્યા હતા. તેણે 5 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા. આ ઇનિંગમાં ઋષભ પંતનો સ્ટ્રાઇક રેટ 204.65 હતો. તેણે IPL 2024માં KKR અને CSK સામે પણ અડધી સદી ફટકારી હતી. જો આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદી પર નજર કરીએ તો પંત ત્રીજા સ્થાને છે. પંતે 9 મેચમાં 342 રન બનાવ્યા છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 88 રન રહ્યો છે.
કેમ ઋષભ પંતને ટી20 વર્લ્ડકપમાં મળી શકે છે પ્રાથમિકતા
ટી20 વર્લ્ડકપ 2024 માટે ટીમ ઈન્ડિયાની પસંદગી સમિતિ ઈશાન કિશન, કેએલ રાહુલ અને ઋષભ પંત પર નજર રાખશે. જો આ ત્રણ ખેલાડીઓમાં આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીની વાત કરીએ તો તે પંત છે. તેણે વિકેટકીપિંગમાં પણ શ્રેષ્ઠતા દર્શાવી છે. પંતે આ સિઝનમાં 10 કેચ લીધા છે અને 3 સ્ટમ્પ પણ બનાવ્યા છે. રાહુલ પણ સ્પર્ધામાં છે. તેણે 8 મેચમાં 302 રન બનાવ્યા હતા. રાહુલે 9 કેચ અને 2 સ્ટમ્પ લીધા છે. ઈશાન હાલમાં આ રેસમાં પાછળ છે.
વરુણ એરોનને પસંદ આવ્યું ઋષભ પંતનું પરફોર્મન્સ
ભારતીય ક્રિકેટર વરુણ એરોને પંતના વખાણ કર્યા છે. ક્રિકઇન્ફો સાથે વાત કરતી વખતે, તેણે કહ્યું કે ઋષભ પંતે ગુજરાત ટાઇટન્સ સામેની તેની મજબૂત ઇનિંગ બાદ T20 વર્લ્ડકપ માટે તેની જગ્યા લગભગ નિશ્ચિત કરી લીધી છે. પંતે ગુજરાત સામે 5 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી અણનમ 88 રન બનાવ્યા હતા. દિલ્હીએ આ મેચ 4 રને જીતી લીધી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)