હારથી ગિન્નાયેલા રોહિતે માઇક સામે આવીને કરી એવી હરકત કે બધાં ચોંક્યા, જુઓ કેમેરામાં કેદ થયેલો વીડિયો
કોલકત્તા સામે હાર બાદ રોહિત શર્મા ગુસ્સામાં દેખાયો. તેને મેચ બાદ પ્રેસ કૉન્ફરન્સમાં આવવાનુ હતુ, પરંતુ આ વખતે તે કૂલ નહીં, પરંતુ હતાશ દેખાયો હતો
KKR vs MI, IPL 2022: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ઇતિહાસની સૌથી સફળ ટીમ મુંબઇ ઇન્ડિયન્સ (MI)ની 2022 સિઝન એકદમ ખરાબ રહી છે. રોહિત શર્માની આગેવાની વાળી મુંબઇ આ સિઝનમાં સતત ત્રીજી મેચ હારી ચૂકી છે. સળંગ મળી રહેલી હારથી હવે કેપ્ટન રોહિત શર્મા પણ ગુસ્સો થયો છે, ગુસ્સાની તમામ હરકતો કેમેરામાં કેદ થઇ છે. જુઓ...
કોલકત્તા સામે હાર બાદ રોહિત શર્મા ગુસ્સામાં દેખાયો. તેને મેચ બાદ પ્રેસ કૉન્ફરન્સમાં આવવાનુ હતુ, પરંતુ આ વખતે તે કૂલ નહીં, પરંતુ હતાશ દેખાયો હતો. કેમેરાની સામે આવ્યા બાદ રોહિત શર્મા ખુદને એડજસ્ટ કરી રહ્યો હતો, કે એક વ્યક્તિ ડેની મૉરિસને તેને એક સવાલ પુછી લીધો.
રોહિત કદાચ તેનો સવાલ સાંભળી ના શક્યો અને તેને અવાજ વધારવા માટે કહી દીધુ. આ વાત કેમેરામાં કેદ થઇ ગઇ. આમાં તમે સાંભળી શકો છો કે રોહિત એકદમ હતાશ અને ગુસ્સા સાથે કહી રહ્યો છે. - 'આવાજ બઢાઓ યાર થોડા'. સવાલ પુછનારા મૉરિસનને આ સારુ ના લાગ્યુ અને તે પણ ચીડાઇ ગયો, જોકે, તેને પોતાના સવાલોના જવાબ જોઇતા હતા, એટલે તે શાંત રહ્યો.
#RohitSharma
— Mohd Yawer (@Dashingboy3212) April 6, 2022
This pretty much explains the #MIvsKKR Results 😆🤣#IPL pic.twitter.com/zBIZhkLPoZ
મુંબઇ ટીમના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, કમિન્સ પાસેથી બિલકુલ આશા ન હતી, કે તે આવશે અને આ રીતે આતિશી ઇનિંગ રમશે. પુરેપુરો શ્રેય તેને જાય છે. પિચ બેટિંગ માટે સારી હતી. જોકે, અમારી સારી શરૂઆત ના કરી શક્યા. પરંતુ છેલ્લી 4-5 ઓવરમાં 70 રનથી વધુ બનાવવુ સારુ રહ્યું છે. કોલકત્તાની ઇનિંગની 15મી ઓવર સુધી ગેમમાં જ હતા, પરંતુ કમિન્સે એકદમ શાનદાર રમત રમી.
આ પણ વાંચો......
Mars Transit 2022 : મંગળગ્રહનું થવા જઇ રહ્યું છે રાશિ પરિવર્તન, આ રાશિની વધી શકે છે મુશ્કેલી
CNG Rate Increased: હવે અદાણીએ CNGના ભાવમાં કર્યો વધારો, કિલોએ કેટલા રૂપિયા વધાર્યા?
ભૂલી ગયા છો EPFનો UAN પાસવર્ડ તો ના થાવ પરેશાન, થોડી મિનિટોમાં આ રીતે જનરેટ કરો નવો પાસવર્ડ
Explained: કોરોનાનું XE પ્રકાર શું છે, તે કેટલું જોખમી છે અને તેના લક્ષણો શું છે
Coronavirus Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં 1033 નવા કેસ નોંધાયા, 43 સંક્રમિતોના મોત
કમિન્સની મુંબઈ ઈન્ડિયન્સનાં છોતરાં ફાડતી બેટિંગથી ખુશ શાહરૂખ ખાને શું લખ્યું ? કેવાં બન્યાં મીમ્સ ?