CNG Rate Increased: હવે અદાણીએ CNGના ભાવમાં કર્યો વધારો, કિલોએ કેટલા રૂપિયા વધાર્યા?
હવે અદાણી CNGના ભાવમાં 2 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. આજનો નવો ભાવ 81.59 પૈસા છે. અગાઉનો ભાવ 79.59 પૈસા હતો. CNGમાં બે રૂપિયાનો વધારો આજથી અમલી બનશે.
![CNG Rate Increased: હવે અદાણીએ CNGના ભાવમાં કર્યો વધારો, કિલોએ કેટલા રૂપિયા વધાર્યા? CNG Rate Increased: Adani increased two rupees per kg, new rate impliment from today CNG Rate Increased: હવે અદાણીએ CNGના ભાવમાં કર્યો વધારો, કિલોએ કેટલા રૂપિયા વધાર્યા?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/06/5ff1aae228a1a12e0d67ccd6eba870e9_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ હવે અદાણી CNGના ભાવમાં 2 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. આજનો નવો ભાવ 81.59 પૈસા છે. અગાઉનો ભાવ 79.59 પૈસા હતો. CNGમાં બે રૂપિયાનો વધારો આજથી અમલી બનશે.
CNG Rate Increased: દેશમાં લોકો પર સતત મોંઘવારીનો માર પડી રહ્યો છે અને ઈંધણના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે દિલ્હીના લોકો માટે CNGની કિંમત ફરી વધી છે અને તે 2.5 રૂપિયા મોંઘી થઈ ગઈ છે. રાજધાની દિલ્હીમાં CNGની કિંમત 69.11 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.
અગાઉ 4 એપ્રિલ 2022ના રોજ CNGની કિંમતમાં 2.5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો અને તે મુજબ ચાર દિવસમાં CNGની કિંમતમાં 5 રૂપિયાનો વધારો થયો છે. હવે લોકો માટે CNG કાર ચલાવવી મોંઘી બની રહી છે.
જાણો સીએનજીના નવા દરો શું છે
દિલ્હી - રૂ. 69.11 પ્રતિ કિલો
નોઇડા, ગ્રેટર નોઇડા અને ગાઝિયાબાદ - રૂ. 71.67 પ્રતિ કિલો
મુઝફ્ફરનગર, મેરઠ અને શામલી - રૂ. 76.34 પ્રતિ કિલો
ગુરુગ્રામ - રૂ 77.44 પ્રતિ કિલો
રેવાડી - રૂ 79.57 પ્રતિ કિલો
કરનાલ અને કૈથલ - રૂ 77.77 પ્રતિ કિલો
કાનપુર, હમીરપુર અને ફતેહપુર - 80.90 રૂપિયા પ્રતિ કિલો
અજમેર, પાલી અને રાજસમંદ - રૂ. 79.38 પ્રતિ કિલો
એક સપ્તાહમાં 9 રૂપિયા 60 પૈસાનો વધારો થયો છે
જે લોકો સીએનજી વાહનો ચલાવે છે તેઓને હવે આ ઈંધણ મોંઘુ લાગવા લાગ્યું છે કારણ કે એક સપ્તાહમાં સીએનજીના ભાવમાં 9 રૂપિયા 60 પૈસાનો વધારો થયો છે.
આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નહીં
સરકારી ઓઈલ કંપનીઓએ ગુરુવારે પેટ્રોલ-ડીઝલના ભાવ જાહેર કર્યા છે. જો કે ગુરૂવારે તેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો નથી. નોંધનીય છે કે છેલ્લા 16 દિવસમાં ઈંધણની કિંમતમાં 14 વખત વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાની પ્રક્રિયા 22 માર્ચથી શરૂ થઈ હતી. આ દરમિયાન 24 માર્ચ અને 1 એપ્રિલે કિંમતો સ્થિર રહી હતી, પરંતુ ત્યારપછી તેલની કિંમતો સતત વધી રહી હતી.આવો જાણીએ કે આજે દિલ્હી-યુપી સહિત અન્ય રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલ કેટલું મોંઘું થઈ ગયું છે.
આજે દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ કેટલા થયા?
દેશની રાજધાની દિલ્હીમાં ગુરુવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી. જે બાદ ગુરુવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 105.41 રૂપિયા પ્રતિ લીટર છે. તે જ સમયે, ડીઝલની કિંમત 96.67 રૂપિયા પ્રતિ લિટર છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)