શોધખોળ કરો

MI vs LSG: મુંબઇ ઇન્ડિયન્સની સતત આઠમી હાર પર રોહિત શર્મા થયો નારાજ, કહ્યુ- કોઇ પણ ખેલાડી જવાબદારી લેવા તૈયાર નથી

આઈપીએલના ઈતિહાસમાં આવું પ્રથમ વખત બન્યું છે જ્યારે કોઈ ટીમ પ્રથમ આઠ મેચમાં હારી ગઈ હોય.

ઇન્ડિયન પ્રિમિયર લીગમાં સૌથી વધુ વખત ચેમ્પિયન બનનારી મુંબઇ ઇન્ડિયન્સ માટે વર્તમાન સીઝન સારી રહી નથી. આઇપીએલની 15મી સીઝનમાંથી મુંબઇ ઇન્ડિયન્સ પ્લે ઓફની રેસમાંથી બહાર ફેંકાઇ ગઇ છે કારણ કે ટીમ આ સીઝનમાં સતત આઠ મેચ હારી ગઇ છે. આઈપીએલના ઈતિહાસમાં આવું પ્રથમ વખત બન્યું છે જ્યારે કોઈ ટીમ પ્રથમ આઠ મેચમાં હારી ગઈ હોય. પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને રવિવારે લખનઉ સુપર જાયન્ટ્સ સામે 36 રનથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો.

લખનઉના કેપ્ટન લોકેશ રાહુલના અણનમ 103 રન બાદ બોલરોના શાનદાર પ્રદર્શનથી લખનઉએ મુંબઈ ઈન્ડિયન્સને 36 રનથી હરાવ્યું હતું. મુંબઇ 20 ઓવરમાં આઠ વિકેટના નુકસાન પર 132 રન કરી શકી હતી. આ હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા ઘણો નારાજ થયો હતો. તેણે કહ્યું કે કોઈ પણ બેટ્સમેન જવાબદારી લેવા તૈયાર નથી.

મેચ બાદ રોહિત શર્માએ કહ્યું કે 'અમે સારી બોલિંગ કરી અને તેમને ઓછા સ્કોર પર રોક્યા. પરંતુ અમે સારી બેટિંગ કરી શક્યા નહીં. અમે ભાગીદારી બનાવી ન શક્યા અને કેટલાક ખરાબ શોટ રમ્યા હતા, જેમાં હું પણ સામેલ હતો. તે માત્ર એક મેચ નહોતી, અમે સમગ્ર ટૂર્નામેન્ટમાં સારી બેટિંગ કરી ન હતી. અમે જવાબદારીપૂર્વક રમ્યા નહોતા અને કોઈ પણ બેટ્સમેન અંત સુધી બેટિંગની જવાબદારી લેવા તૈયાર નહોતા. અમારી આ ટીમ નવી છે અને ખેલાડીઓની ભૂમિકા પણ અહીં નવી છે. અમે એક સારા ટીમ સંયોજન સાથે આવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સ્થિતિ અમારી તરફેણમાં ગઈ નહીં.

મેચની વાત કરીએ તો રાહુલે 62 બોલની ઈનિંગમાં 12 ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે વર્તમાન સિઝનમાં તેની બીજી સદી ફટકારી હતી. રાહુલે મેરેડિથ સામે છેલ્લી ઓવરમાં સિક્સર ફટકારીને IPL કારકિર્દીની ચોથી સદી પૂરી કરી હતી. મુંબઈ તરફથી કિરોન પોલાર્ડે બે ઓવરમાં માત્ર આઠ રન આપીને બે વિકેટ ઝડપી હતી. રિલે મેરેડિથને પણ બે સફળતા મળી હતી જ્યારે જસપ્રિત બુમરાહ અને ડેનિયલ સેમ્સને એક-એક વિકેટ મળી હતી.

LSG vs MI: કેએલ રાહુલે મુંબઈ સામે સીઝનની બીજી સદી ફટકારી સાથે આ અનોખો રેકોર્ડ પણ બનાવ્યો...

બિકીની પર હિંદુ દેવી-દેવતાઓની તસવીરો છાપવા બદલ સોશિયલ મીડિયા યુઝર્સે કપડાની બ્રાન્ડની ઝાટકણી કાઢી

Nia Sharma Video: રેડ સાડીમાં 'ટિપ ટિપ બરસા પાની' ગીત પર નિયા શર્માનો હોટ ડાન્સ, જુઓ વીડિયો

WHOનો મોટો દાવોઃ બાળકોમાં જોવા મળી રહ્યા છે અજ્ઞાત મૂળના હેપેટાઈટિસના કેસ, આ મોટા દેશ ઝપેટમાં આવ્યા

ટોપ સ્ટોરી

Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
IPL 2027: MI નો સાથ છોડીને હાર્દિક પંડ્યા CSK કે KKR કઈ ટીમમાં જોડાશે? જાણો મોટો ખુલાસો
IPL 2027: MI નો સાથ છોડીને હાર્દિક પંડ્યા CSK કે KKR કઈ ટીમમાં જોડાશે? જાણો મોટો ખુલાસો
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
IPLની સૌથી અમીર ટીમ બની RCB, ધોનીની CSK ચોથા સ્થાન પર, અહીં જુઓ યાદી 
IPLની સૌથી અમીર ટીમ બની RCB, ધોનીની CSK ચોથા સ્થાન પર, અહીં જુઓ યાદી 

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?
Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
Embed widget