IPL 2023: પ્રથમ જીત બાદ રોહિત ખુશ, મેદાનમાં ફેન્સ સાથે લીધી સ્પેશ્યલ સેલ્ફી, વીડિયો વાયરલ
આ સિઝનની મુંબઈ ઈન્ડિયન્સની પ્રથમ જીત છે, અને તેની ઉજવણી કરવા મેચ પછી રોહિત શર્મા ફેન્સ પાસે પહોંચ્યો હતો.
Rohit Sharma Selfi With Fans : ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023 (IPL 2023)માં મંગળવારે મુંબઇ ઇન્ડિયન્સને (MI) પહેલી જીત મળી, તેને દિલ્હી કેપિટલ્સ (DC)ને 6 વિકેટથી હરાવ્યુ, અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચનુ પરિણામ છેલ્લા બૉલ પર સામે આવ્યુ હતુ. મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ 5 વારની ચેમ્પીયન ટીમની જીતમાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી. તેને 45 બૉલ પર 65 રન બનાવ્યા. 'હિટમેન' આ જીતથી ખુબ ખુશ થઇ ગયેલા રોહિત શર્માએ ખાસ અંદાજમાં જીતનો જશ્ન મનાવ્યો હતો, તેને ફેન્સ સાથે સેલ્ફી ક્લિક કરાવી હતી.
આ સિઝનની મુંબઈ ઈન્ડિયન્સની પ્રથમ જીત છે, અને તેની ઉજવણી કરવા મેચ પછી રોહિત શર્મા ફેન્સ પાસે પહોંચ્યો હતો. લોકોએ તેમના મનપસંદ ખેલાડી સાથે ફોટો પડાવવાની ઈચ્છા વ્યક્ત કરી અને લોકોએ પોતાનો મોબાઈલ રોહિત શર્માને આપ્યો. જે બાદ રોહિત શર્માએ પોતાના મોબાઈલ ફોનથી ફેન્સ સાથે સેલ્ફી લીધી હતી. ફેન્સે તેની સાથે સેલ્ફી લેવાની ઈચ્છા વ્યક્ત કરી તો તેને તેમને નિરાશ ન હતા કર્યા. તેને પોતે સેલ્ફી લીધી હતી. આ સલ્ફી બાદ ફેન્સના ચહેરા પર ખુશી જોવા જેવી હતી, એટલુ જ નહીં રોહિત શર્માએ ફેન્સ સાથે હાથ પણ મિલાવ્યો હતો. આનો એક વીડિયો મુંબઈ ઈન્ડિયન્સે તેનો ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કર્યો છે.
View this post on Instagram
ખાસ વાત છે કે, રોહિત શર્માએ આ વખતે આઇપીએલની પ્રથમ અડધી સદી ફટકારીને હતી, તેને દિલ્હી કેપિટલ્સ સામે અડધી સદી ફટકારીને 24 ઇનિંગ્સના દુષ્કાળને ખતમ કર્યો. આ પહેલા તેણે વર્ષ 2021માં આઈપીએલમાં અડધી સદી ફટકારી હતી. 11 એપ્રિલે દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં મુંબઈએ દિલ્હી સામે 6 વિકેટે જીત હાંસલ કરી હતી. રોહિત શર્માએ આમાં તેની ઝડપી ઇનિંગ રમતા 45 બૉલમાં 65 રન બનાવ્યા હતા. રોહિત મેદાન પર પોતાની મહેનતનું સકારાત્મક પરિણામ જોઈને ખુબ ખુશ છે.
Photo sirf ek, par khushi ♾️ 🥹🫶#OneFamily #MumbaiIndians #MumbaiMeriJaan #IPL2023 #TATAIPL #ReelItFeelKaro #ReelItFeelIt #IPLonReels @ImRo45 pic.twitter.com/aSknSz5Otp
— Mumbai Indians (@mipaltan) April 12, 2023
Photo sirf ek, par khushi ♾️ 🥹🫶#OneFamily #MumbaiIndians #MumbaiMeriJaan #IPL2023 #TATAIPL #ReelItFeelKaro #ReelItFeelIt #IPLonReels @ImRo45 pic.twitter.com/aSknSz5Otp
— Mumbai Indians (@mipaltan) April 12, 2023
Ro on call with Rits after a nail-biting win in Delhi 🥺💙#OneFamily #DCvMI #MumbaiMeriJaan #MumbaiIndians #IPL2023 #TATAIPL @ImRo45 pic.twitter.com/qCXaLj8dwT
— Mumbai Indians (@mipaltan) April 12, 2023