શોધખોળ કરો

RCBની સતત પાંચમી જીત, પ્લેઓફની આશા જીવંત, દિલ્હીને 47 રને હરાવ્યું 

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે દિલ્હી કેપિટલ્સને 47 રને હરાવીને IPL 2024 પ્લેઓફમાં જવાની તેમની આશા જીવંત રાખી છે.

RCB vs DC: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે દિલ્હી કેપિટલ્સને 47 રને હરાવીને IPL 2024 પ્લેઓફમાં જવાની તેમની આશા જીવંત રાખી છે. આરસીબીએ પહેલા રમતા 187 રન બનાવ્યા હતા જેમાં રજત પાટીદારની 52 રનની અડધી સદીનું મહત્વનું યોગદાન હતું. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હી માત્ર 140 રન બનાવી શકી હતી. આ મેચમાં ઋષભ પંત રમી રહ્યો નહોતો તેથી અક્ષર પટેલે  દિલ્હી તરફથી સૌથી વધુ રન બનાવ્યા, જેણે 39 બોલમાં 57 રનની શાનદાર ઇનિંગ રમી. દિલ્હી કેપિટલ્સ માટે શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. અક્ષર પટેલે કેપ્ટનશિપની ઇનિંગ રમી હતી, પરંતુ ટીમને જીત સુધી લઇ જઇ શક્યો નહોતો. RCB તરફથી યશ દયાલે સૌથી વધુ વિકેટ લીધી હતી. તેણે 3 વિકેટ ઝડપી હતી.

188 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સે 30 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. તેમ છતાં ટીમે પાવરપ્લે ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 50 રનનો આંકડો પાર કરી લીધો હતો. આવી સ્થિતિમાં શે હોપ અને અક્ષર પટેલ વચ્ચે 56 રનની મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાઈ હતી. પરંતુ 10મી ઓવરમાં લોકી ફર્ગ્યુસને 29 રનના સ્કોર પર શે હોપને આઉટ કર્યો હતો. 11મી ઓવરમાં માત્ર 3 રન બનાવીને ટ્રિસ્ટન સ્ટબ્સ આઉટ થતાં ડીસીની મુશ્કેલીઓ વધી ગઈ હતી. હવે ટીમ પાસે કોઈ બેટ્સમેન બચ્યો ન હતો. અક્ષર પટેલ એક છેડેથી કમાન સંભાળી હતી. 15મી ઓવરના છેલ્લા બોલ પર રસિખ ડાર સલામ 10 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. દિલ્હીને જીતવા માટે છેલ્લી 5 ઓવરમાં 61 રન બનાવવાના હતા. 16મી ઓવરમાં યશ દયાલે અક્ષર પટેલને 57 રનના સ્કોર પર પેવેલિયન મોકલ્યો, જેના કારણે બેંગલુરુની જીત લગભગ નિશ્ચિત હતી. દિલ્હીએ 18 ઓવર સુધી 135 રન બનાવી લીધા હતા, પરંતુ હાથમાં માત્ર એક વિકેટ બાકી હતી. છેલ્લી ઓવરમાં 48 રન બનાવવા અશક્ય હતા. દિલ્હી 140ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગયું, જેના કારણે RCBએ 47 રનથી મેચ જીતી લીધી.

અક્ષર પટેલની શાનદાર ઈનિંગ નિષ્ફળ રહી
 
દિલ્હી કેપિટલ્સના બેટ્સમેનો એક છેડેથી પોતાની વિકેટો ગુમાવી રહ્યા હતા, પરંતુ આ મેચમાં કેપ્ટન તરીકે રહેલા અક્ષર પટેલ દિવાલ બનીને RCBને જીતથી દૂર લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. અક્ષર પટેલે 39 બોલમાં 57 રન બનાવ્યા, આ દરમિયાન તેણે 5 ચોગ્ગા અને 3 છગ્ગા પણ ફટકાર્યા. પરંતુ તે યશ દયાલના બોલ પર ડુપ્લેસીસના હાથે કેચ આઉટ થયો હતો. તેની અડધી સદીની ઈનિંગ દિલ્હીને જીત સુધી લઈ જઈ શકી નથી.

RCBની પ્લેઓફમાં જવાની આશા જીવંત

IPL 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની આ સતત પાંચમી જીત છે. હવે RCB 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને આવી ગયું છે. દિલ્હી કેપિટલ્સ સામેની જીત સાથે બેંગલુરુના નેટ રન-રેટમાં નોંધપાત્ર સુધારો થયો છે. હવે જો બેંગલુરુને પ્લેઓફમાં પહોંચવું હોય તો તેને લીગ તબક્કાની છેલ્લી મેચ જીતવી પડશે.  એવી પણ આશા રાખવી પડશે કે CSK અને SRH તેમની બાકીની મેચ હારી જાય.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs NZ Final Live Score: 165 પર ન્યૂઝીલેન્ડની અડધી ટીમ પેવેલિયન ભેગી થઇ, વરૂણે ફિલિપ્સને બૉલ્ડ કર્યો

Gujarat Weather: આકરા તાપમાં શેકાવા થઈ જાવ તૈયાર,આવતીકાલથી અમદાવાદ સહિત આ વિસ્તારમાં હીટવેવની આગાહી

Maha kumbh 2025: કુંભ સ્નાન કરનારાઓ પર રાજ ઠાકરેનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- 'હું ગંગાના તે ગંદા પાણીમાં...'

IND vs NZ: ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ પર 5000 કરોડનો સટ્ટો! ટીમ ઇન્ડિયા કે ન્યુઝીલેન્ડ? જાણો કોને જીતાડી રહ્યું છે સટ્ટા બજાર

ABP Premium

વિડિઓઝ

Gordhan Zadafia : ચૂંટણીમાં ટિકિટ ફાળવણી મુદ્દે ઝડફિયાનું ચોંકાવનારું નિવેદનGujarat Koli Maha Sammelan : કોળી મહાસંમેલનમાં | બાવળિયા મુદ્દે ગેનીબેન શું બોલ્યા?Banaskantha Accident : ડીસા હાઈવે પર બાઇકમાં અચાનક લાગી આગ, ચાલકનું મોતGyan Prakash Swami Statement : બાપાને નીચા દેખાડવાનો પ્રયાસ, જલારામબાપા મુદ્દે મોરારિ બાપનું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ Final Live Score: 165 પર ન્યૂઝીલેન્ડની અડધી ટીમ પેવેલિયન ભેગી થઇ, વરૂણે ફિલિપ્સને બૉલ્ડ કર્યો
IND vs NZ Final Live Score: 165 પર ન્યૂઝીલેન્ડની અડધી ટીમ પેવેલિયન ભેગી થઇ, વરૂણે ફિલિપ્સને બૉલ્ડ કર્યો
Gujarat Weather: આકરા તાપમાં શેકાવા થઈ જાવ તૈયાર,આવતીકાલથી અમદાવાદ સહિત આ વિસ્તારમાં હીટવેવની આગાહી
Gujarat Weather: આકરા તાપમાં શેકાવા થઈ જાવ તૈયાર,આવતીકાલથી અમદાવાદ સહિત આ વિસ્તારમાં હીટવેવની આગાહી
Maha kumbh 2025: કુંભ સ્નાન કરનારાઓ પર રાજ ઠાકરેનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- 'હું ગંગાના તે ગંદા પાણીમાં...'
Maha kumbh 2025: કુંભ સ્નાન કરનારાઓ પર રાજ ઠાકરેનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- 'હું ગંગાના તે ગંદા પાણીમાં...'
IND vs NZ: ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ પર 5000 કરોડનો સટ્ટો! ટીમ ઇન્ડિયા કે ન્યુઝીલેન્ડ? જાણો કોને જીતાડી રહ્યું છે સટ્ટા બજાર
IND vs NZ: ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ પર 5000 કરોડનો સટ્ટો! ટીમ ઇન્ડિયા કે ન્યુઝીલેન્ડ? જાણો કોને જીતાડી રહ્યું છે સટ્ટા બજાર
IND vs NZ:  ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલને લઈ અક્ષર પટેલના માતાપિતાનું મોટું નિવેદન, કહ્યું- અમારો દીકરો....

IIFA Digital Awards 2025: 'અમર સિંહ ચમકીલા' બની શ્રેષ્ઠ ફિલ્મ, વિક્રાંત મેસી અને કૃતિ સેનનને મળ્યો એવોર્ડ, જુઓ લીસ્ટ

પાટીદાર અનામત આંદોલન સમયના વધુ 167 કેસ પરત ખેંચાયા, ગુજરાત સરકારે કરી  સત્તાવાર જાહેરાત

Holi-2025: શું તમે જાણો છો હર્બલ રંગોથી જ કેમ રમવી જોઈએ હોળી,કૃત્રિમ રંગોના નુકસાન જાણશો તો ચોંકી જશો

Embed widget