RCB vs PBKS Playing XI: આજે પંજાબ અને બેંગલુરુ વચ્ચે IPLની ફાઇનલ, આવી હોઇ શકે છે બંન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11
RCB vs PBKS Playing XI: આરસીબી અને પંજાબ બંને ટીમોનું લક્ષ્ય પોતાનું પહેલું IPL ટાઇટલ જીતવાનું રહેશે. RCB ટીમ કુલ 3 વખત IPL ફાઇનલમાં પહોંચી છે

PBKS Vs RCB Playing XI Prediction: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 18મી સીઝનની ફાઇનલ મેચ આજે એટલે કે 3 જૂને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર, સાંજે 7:30 વાગ્યે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.
📍 Narendra Modi Stadium, Ahmedabad
— IndianPremierLeague (@IPL) June 2, 2025
📸 The 2⃣ captains gear up for Final Face-off ❤️
𝗔𝗥𝗘. 𝗬𝗢𝗨. 𝗥𝗘𝗔𝗗𝗬? ⏳ #TATAIPL | #RCBvPBKS | #Final | #TheLastMile | @RCBTweets | @PunjabKingsIPL pic.twitter.com/WG0cS0iTVv
આરસીબી અને પંજાબ બંને ટીમોનું લક્ષ્ય પોતાનું પહેલું IPL ટાઇટલ જીતવાનું રહેશે. RCB ટીમ કુલ 3 વખત IPL ફાઇનલમાં પહોંચી છે, જ્યારે પંજાબની ટીમ ફક્ત એક જ વાર (2014) ફાઇનલમાં પ્રવેશી હતી.
આવી સ્થિતિમાં બંને ટીમો પહેલી વાર ચેમ્પિયન બનવાની કોશિશ કરી રહી છે. આ રોમાંચક મેચનો વિજેતા પ્રતિષ્ઠિત IPL 2025 ટ્રોફી ઉપાડશે. અપેક્ષા મુજબ, આરસીબી અને પંજાબ કિંગ્સ તેમના વિજેતા કોમ્બિનેશન સાથે જશે, જે તેઓએ પોતપોતાના પ્લેઓફમાં મેદાનમાં ઉતાર્યા હતા.
આઈપીએલમાં અત્યાર સુધી રમાયેલી મેચોમાં આરસીબી અને પંજાબ કિંગ્સ વચ્ચે 36 વખત કઠિન સ્પર્ધા રહી છે. આમાંથી પંજાબ કિંગ્સ (પીબીકેએસ) 18 મેચમાં વિજયી રહ્યું હતું, જ્યારે આરસીબીએ પણ તે જ 18 મેચ જીતી હતી.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ બેટિંગ માટે ખૂબ જ અનુકૂળ રહી છે. જેમ કે આઈપીએલ 2025 ક્વોલિફાયર-2 માં જોવા મળ્યું હતું, જ્યાં મુંબઈ અને પંજાબ બંને ટીમોએ 200 રન બનાવ્યા હતા. મુંબઈએ 203 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબે 19મી ઓવરમાં સરળતાથી લક્ષ્ય હાંસલ કરી લીધું. હવે અંતિમ મેચમાં પણ હાઇ-સ્કોરિંગ મેચ જોવા મળે તેવી અપેક્ષાઓ છે. ટોસ જીતનાર કેપ્ટન પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે, કારણ કે આ પિચ પર રન ચેઝ ખૂબ ફાયદાકારક રહ્યો છે. આરસીબી અને પંજાબ વચ્ચેની આઈપીએલ 2025ની ફાઈનલ મેચ સ્ટાર સ્પોર્ટ્સ ચેનલો પર જોઈ શકાશે. લાઈવ સ્ટ્રીમિંગ જિયોહોટસ્ટાર એપ પર જોઈ શકાશે.
પંજાબ કિંગ્સની સંભવિત પ્લેઇંગ-11
પ્રિયાંશ આર્ય, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), શ્રેયસ ઐયર (કેપ્ટન), નેહલ વઢેરા, માર્કસ સ્ટોઈનિસ, શશાંક સિંહ, અઝમતુલ્લા ઓમરઝાઈ, કાઈલ જેમિસન, વિજયકુમાર વિશાક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.
બેંગલુરુની સંભવિત પ્લેઇંગ-11
વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, યશ દયાલ, જોશ હેઝલવુડ, સુયશ શર્મા.




















