RR vs KKR: વિસ્ફોટક ઈનિંગ રમનાર બટલરે દોડીને લીધા 4 રન, વીડિયો થયો વાયરલ
આજની મેચમાં રાજસ્થાન રોયલ્સનો સામનો કોલકાતા નાઈટ રાઈડર્સ સામે થયો હતો. આ મેચમાં બટલરે પોતાના 360 ડિગ્રીની સ્ટાઈલથી રમેલી ઈનિંગથી બધાનું દિલ જીતી લીધું હતું.
IPL 2022: આજની મેચમાં રાજસ્થાન રોયલ્સનો સામનો કોલકાતા નાઈટ રાઈડર્સ સામે થયો હતો. આ મેચમાં બટલરે પોતાના 360 ડિગ્રીની સ્ટાઈલથી રમેલી ઈનિંગથી બધાનું દિલ જીતી લીધું હતું. આ મેચમાં તેણે પોતાની બેટિંગથી જ નહીં પરંતુ તેની ફિટનેસથી પણ બધાને ચોંકાવી દીધા હતા. બટલરે આ ઈનિંગમાં ચોક્કા અને સિક્સરનો વરસાદ તો કર્યો પણ સાથે દોડી-દોડીને પણ રન લીધા હતા.
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાનની શરૂઆત ઘણી સારી રહી હતી. આ દરમિયાન, બટલરે ઇનિંગની 2જી ઓવરના 5માં બોલ પર પોઇન્ટ પર શોટ માર્યો હતો. આ દરમિયાન ફિલ્ડરે ચોક્કો જતાં રોક્યો હતો, પરંતુ બટલર અને દેવદત્તે દોડીને ચાર રન લઈ લીધા હતા. તેની દોડ જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. બટલરની ફુર્તિલી ભાગદોડનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
#JosButtler #DevduttPadikkal ran four runs
— Raj (@Raj93465898) April 18, 2022
Incredible #IPL2022 #RRvsKKR pic.twitter.com/No9HK41HHM
આ સિઝનની બીજી સદી ફટકારીઃ
બટલરે KKR સામે માત્ર 59 બોલમાં સદી ફટકારી હતી. આ દરમિયાન તેણે 9 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. આ આઈપીએલ સિઝનની આ તેની બીજી સદી છે. આ સાથે જ આઈપીએલમાં આ સિઝનની આ ત્રીજી સદી છે. થોડા દિવસો પહેલાં જ કેએલ રાહુલે સદી ફટકારી હતી. આ સિવાય બટલર ચોથો વિદેશી ખેલાડી પણ બન્યો છે, જેણે એક જ સિઝનમાં બે કે તેથી વધુ સદી ફટકારી હોય.
કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલાં બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની ટીમે સારું પ્રદર્શન કર્યું હતું. રાજસ્થાનના ઓપનર બેટ્સમેન જોસ બટલરે તોફાની ઈનિંગ રમીને સદી ફટકારી હતી. જોસ બટલરની આ સિઝનમાં બીજી સદી છે. આ સાથે દેવદત્ત પડ્ડીકલે 24 રન, સંજુ સેમસને 38 રન અને હેટમાયરે 26 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આમ રાજસ્થાને કોલકાતાને જીતવા માટે 218 રનનો ટાર્ગેટ આપ્યો હતો.