IPL: રાજસ્થાન રૉયલ્સને હરાવીને ટૉપ પર પહોંચવા માંગશે કેકેઆર, આવી હશે બન્ને ટીમોની પ્લેઇંગ-11
IPLમાં આજે રાજસ્થાન રૉયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમો આમને સામને ટકરાશે. બંને ટીમો કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં ટકરાશે
![IPL: રાજસ્થાન રૉયલ્સને હરાવીને ટૉપ પર પહોંચવા માંગશે કેકેઆર, આવી હશે બન્ને ટીમોની પ્લેઇંગ-11 RR vs KKR Playing XI: rajasthan royals kolkata knight riders rr vs kkr playing xi ipl 2024 latest sports news IPL: રાજસ્થાન રૉયલ્સને હરાવીને ટૉપ પર પહોંચવા માંગશે કેકેઆર, આવી હશે બન્ને ટીમોની પ્લેઇંગ-11](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/16/7cb30c8fab7f5371eab01a8ca3840ece171325709259777_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
RR vs KKR Playing XI: IPLમાં આજે રાજસ્થાન રૉયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમો આમને સામને ટકરાશે. બંને ટીમો કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં ટકરાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. સંજૂ સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સ પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. રાજસ્થાન રોયલ્સના 6 મેચમાં 10 પોઈન્ટ છે. વળી, કોલકાતા નાઈટ રાઈડર્સના 5 મેચમાં 8 પોઈન્ટ છે, પરંતુ આ ટીમનો નેટ રન રેટ શાનદાર છે. તેથી, જો શ્રેયસ અય્યરની ટીમ રાજસ્થાન રોયલ્સને હરાવવામાં સફળ થાય છે તો તે પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેશે. જો કે આ મેચ માટે બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન કેવી હશે? અમે બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન પર એક નજર નાખીશું.
આ ખેલાડીઓને મળી શકે છે કેકેઆરની પ્લેઇંગ-11માં જગ્યા
ફિલ સૉલ્ટ અને સુનીલ નારાયણ કોલકાતા નાઈટ રાઈડર્સના ઓપનર બની શકે છે. આ સિવાય અંગક્રિશ રઘુવંશી, શ્રેયસ અય્યર, વેંકટેશ અય્યર, રમનદીપ સિંહ, રિંકુ સિંહ અને આન્દ્રે રસેલ જેવા બેટ્સમેન હશે. વળી, આ ટીમની બોલિંગની કમાન મિચેલ સ્ટાર્ક, વૈભવ અરોરા અને હર્ષિત રાણા સંભાળશે. તેમજ બોલિંગની જવાબદારી સુનીલ નારાયણ અને આન્દ્રે રસેલ પર રહેશે.
કોલકત્તા નાઇટ રાઇડર્સની સંભવિત પ્લેઇંગ-11
ફિલ સૉલ્ટ (વિકેટકીપર), સુનિલ નારાયણ, અંગક્રિશ રઘુવંશી, શ્રેયસ ઐયર (કેપ્ટન), વેંકટેશ ઐયર, રમનદીપ સિંહ, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, મિશેલ સ્ટાર્ક, વૈભવ અરોરા અને હર્ષિત રાણા.
આ ખેલાડીઓ સાથે ઉતરી શકે છે રાજસ્થાન રૉયલ્સ
રાજસ્થાન રોયલ્સના ઓપનર યશસ્વી જાયસ્વાલ અને જોસ બટલર હોઈ શકે છે. આ સિવાય સંજૂ સેમસન, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ અને શિમરોન હેટમાયર પ્લેઈંગ ઈલેવનનો ભાગ બની શકે છે. જ્યારે બોલિંગની જવાબદારી રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, અવેશ ખાન, યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ સેન પર રહેશે.
રાજસ્થાન રૉયલ્સની સંભવિત પ્લેઇંગ-11
યશસ્વી જાયસ્વાલ, જોસ બટલર, સંજૂ સેમસન (કેપ્ટન/વિકેટકીપર), રિયન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, અવેશ ખાન, યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ સેન.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)