![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
RR vs MI: શેન વોર્નની યાદમાં સ્ટેડિયમમાં હશે ટ્રિબ્યૂટ ગેેલેરી, સ્પેશ્યલ જર્સી પહેરી ઉતરશે રાજસ્થાન રોયલ્સની ટીમ
ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022માં આજે મુંબઇ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બીજી મેચ રમાશે. બંન્ને વચ્ચેની મેચ સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે.
![RR vs MI: શેન વોર્નની યાદમાં સ્ટેડિયમમાં હશે ટ્રિબ્યૂટ ગેેલેરી, સ્પેશ્યલ જર્સી પહેરી ઉતરશે રાજસ્થાન રોયલ્સની ટીમ RR vs MI, IPL 2022: Rajasthan Royals To Don Special Jersey vs MI In Tribute To Shane Warne RR vs MI: શેન વોર્નની યાદમાં સ્ટેડિયમમાં હશે ટ્રિબ્યૂટ ગેેલેરી, સ્પેશ્યલ જર્સી પહેરી ઉતરશે રાજસ્થાન રોયલ્સની ટીમ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/27/48da6fed175276350d37b1d4f670ad5b_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઇઃ ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022માં આજે મુંબઇ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બીજી મેચ રમાશે. બંન્ને વચ્ચેની મેચ સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે. રાજસ્થાન આ મેચ જીતીને તેનું પ્લેઓફ સ્થાન લગભગ નિશ્ચિત કરવા માંગે છે, જ્યારે મુંબઇ પોતાની આ સીઝનની પ્રથમ જીત મેળવવાનો પ્રયાસ કરશે. આ વચ્ચે આજની મેચ રાજસ્થાન માટે ખૂબ મહત્વની રહેશે. આ મેચમાં શેન વોર્નને ખાસ યાદ કરવામાં આવશે.
Today’s more than just a game.
— Rajasthan Royals (@rajasthanroyals) April 30, 2022
Today’s #ForWarnie. 💗#RoyalsFamily | #RRvMI pic.twitter.com/xM7X4CkAv6
આજે ડીવાય પાટિલ સ્ટેડિયમમાં શેન વોર્ન ટ્રિબ્યુટ ગેલેરી હશે. બધા ચાહકો આ ગેલેરીમાં જઈ શકશે. આ અવસર પર શેન વોર્નનો ભાઈ જેસન પણ સ્ટેડિયમમાં હાજર રહેશે. રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઈઝીએ તેને આ ખાસ પ્રસંગે આવવા વિનંતી કરી હતી, જેને તેણે સ્વીકારી લીધી છે. સૌથી મહત્વની વાત એ છે કે રાજસ્થાન રોયલ્સની ટીમ પણ શેન વોર્નની યાદમાં ખાસ જર્સી પહેરશે.
A special jersey, to honour a special man. #ForWarnie 💗#RoyalsFamily | #RRvMI pic.twitter.com/fE3WApOHIz
— Rajasthan Royals (@rajasthanroyals) April 29, 2022
આ જર્સીના કોલર પર 'SW23' લખેલું હશે. રાજસ્થાન ફ્રેન્ચાઈઝીએ આ જર્સીની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરોમાં રાજસ્થાનના ખેલાડીઓએ આ ખાસ જર્સી પહેરેલા જોવા મળે છે. આ તસવીરોને કેપ્શન આપવામાં આવ્યું છે, 'આ ખાસ વ્યક્તિના સન્માનમાં એક ખાસ જર્સી'. ઉલ્લેખનીય છે કે, શેન વોર્ન IPLની પ્રથમ સિઝનમાં રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન હતો. તેણે 37 વર્ષની ઉંમરે આ ટીમની કેપ્ટનશિપ કરી હતી. વોર્નની કપ્તાની હેઠળ પ્રથમ IPL ટ્રોફી રાજસ્થાન રોયલ્સે જીતી હતી.શેન વોર્નનું આ વર્ષે માર્ચમાં હાર્ટ એટેકના કારણે અવસાન થયું હતું. તેઓ માત્ર 52 વર્ષના હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)