SRH vs LSG: લખનઉ- હૈદરાબાદ વચ્ચેની મેચમાં ગૌતમ ગંભીર સામે ફેન્સે લગાવ્યા 'વિરાટ કોહલી'ના નામના નારા, જુઓ વીડિયો
ઇન્ડિયન પ્રિમિયર લીગ 2023ની મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સના ડગઆઉટમાં દર્શકો તરફથી કાંઇક ફેંકવામાં આવતા વિવાદ ઉભો થયો હતો
હૈદરાબાદ: ઇન્ડિયન પ્રિમિયર લીગ 2023ની મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સના ડગઆઉટમાં દર્શકો તરફથી કાંઇક ફેંકવામાં આવતા વિવાદ ઉભો થયો હતો. એટલું જ નહીં, સોશિયલ મીડિયા એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે દર્શકો ગૌતમ ગંભીરની સામે ‘કોહલી, કોહલી’ ના નારા લગાવી રહ્યા છે. સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમી રહેલી લખનઉની ટીમના કોચ એન્ડી ફ્લાવરને દર્શકોની અસભ્યતા પર ગુસ્સો આવ્યો અને તે મેદાનની અંદર ચાલ્યા ગયા હતા. અહીં થોડીવાર માટે મેચ રોકવી પડી હતી અને અમ્પાયર તેમને સમજાવતા જોવા મળ્યા હતા. થોડા સમય પછી મેચ ફરી શરૂ કરવામાં આવી હતી.
Reminder, never ever mess with KOHLI! 🔥
— Mahirat (@bleedmahirat7) May 13, 2023
Feel for GG morning lost the elections afternoon fan shouting kohli kohli behind his dug out. 🤣🤣 pic.twitter.com/UPPTyneQ26
19મી ઓવરમાં ડ્રામા થયો
વાસ્તવમાં અવેશ ખાન 19મી ઓવર કરી રહ્યો હતો. આ ઓવરના બીજા બોલ પર અબ્દુલ સમદે સિક્સર ફટકારી હતી. અહીં એવી અપેક્ષા હતી કે અમ્પાયર તેને નો બોલ આપશે, પરંતુ એવું થયું નહીં. હૈદરાબાદની ટીમે ડીઆરએસ લીધું, તેમ છતાં અમ્પાયરનો નિર્ણય બદલાયો નહીં, કારણ કે થર્ડ અમ્પાયરે તેને યોગ્ય બોલ ગણાવ્યો હતો. અહીં હૈદરાબાદ તરફથી રમતા દક્ષિણ આફ્રિકાના ખેલાડી ક્લાસેન અને લખનઉ તરફથી રમતા ડી કોક વચ્ચે થોડી વાતચીત થઈ હતી.
kohli kohli kohli chants in hyderabad🔥#SRHvLSG • @imVkohli ❤️🔥 pic.twitter.com/Riw27F7LVC
— Troll RCB Haters (@_TrollRCBHaters) May 13, 2023
ગૌતમ ગંભીરને જોઈને કોહલી-કોહલીના નારા લાગ્યા હતા
લખનઉ સુપર જાયન્ટ્સના ડગઆઉટ પાસે બેઠેલા દર્શકોએ કોહલી-કોહલીના નારા લગાવ્યા હતા. આવા કેટલાક વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે, જેમાં દર્શકોએ બહાર જતા ગંભીરને બૂમ પાડી હતી. વાસ્તવમાં, લખનઉ સુપર જાયન્ટ્સના મેન્ટર ગૌતમ ગંભીર અને પૂર્વ આરસીબી કેપ્ટન વિરાટ કોહલી વચ્ચે લખનઉ અને આરસીબી વચ્ચેની મેચમાં બબાલ થઇ હતી. વીડિયોમાં જોઇ શકાય છે કે મેચ થોડા સમય માટે રોકી દેવામાં આવી હતી અને પછી ફરી શરૂ થઈ હતી.
હૈદરાબાદે 183 રનનો ટાર્ગેટ આપ્યો
સનરાઇઝર્સ હૈદરાબાદે લખનઉ સુપરજાયન્ટ્સ સામે 183 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા. અભિષેક શર્મા કંઈ ખાસ કરી શક્યો નહોતો અને માત્ર સાત રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી અનમોલપ્રીત સિંહ અને રાહુલ ત્રિપાઠીએ બીજી વિકેટ માટે 37 રનની ભાગીદારી કરી હતી.
ત્રિપાઠી 13 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 20 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી અનમોલપ્રીતે કેપ્ટન એડન માર્કરામ સાથે ત્રીજી વિકેટ માટે 26 રનની ભાગીદારી કરી હતી. અનમોલપ્રીત 27 બોલમાં સાત ચોગ્ગાની મદદથી 36 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. કૃણાલ પંડ્યાએ 13મી ઓવરમાં સતત બે બોલમાં એડન માર્કરામ અને ગ્લેન ફિલિપ્સને આઉટ કર્યા હતા. માર્કરામ 20 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 28 રન બનાવીને આઉટ થયો હતો જ્યારે ફિલિપ્સ ખાતું પણ ખોલી શક્યો નહોતો.
આ પછી હેનરિક ક્લાસને અબ્દુલ સમદ સાથે છઠ્ઠી વિકેટ માટે 58 રનની ભાગીદારી કરી હતી. ક્લાસન અડધી સદી ચૂકી ગયો અને 29 બોલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 47 રન બનાવીને આઉટ થયો. અબ્દુલ સમદ 25 બોલમાં એક ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 37 રન બનાવીને અણનમ રહ્યો હતો. ભુવનેશ્વર કુમાર બે રન બનાવીને અણનમ રહ્યો હતો