Watch: તિલક વર્માએ મારેલી સિક્સથી કેમેરામેનનું માથું ફુટ્યું, બોલ્ટે મેડિકલ ટીમ બોલાવી, જુઓ વીડિયો
મુંબઈ ઈંડિયન્સના યુવા બેટ્સમેન તિલક વર્માએ ફટકારેલી સિક્સરથી મેચને લાઈવ ટેલિકાસ્ટ કરી રહેલાના કેમેરામેનના માથામાં ઈજા થઈ હતી.
IPL 2022: ગઈકાલે મુંબઈ ઈંડિયન્સ અને રાજસ્થાન વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચ દરમ્યાન એક દુર્ઘટના ઘટી હતી. મુંબઈ ઈંડિયન્સના યુવા બેટ્સમેન તિલક વર્માએ ફટકારેલી સિક્સરથી મેચને લાઈવ ટેલિકાસ્ટ કરી રહેલાના કેમેરામેનના માથામાં ઈજા થઈ હતી. તિલક વર્માએ ફટકારેલી આ સિક્સર સીધી કેમેરામેનના માથામાં વાગી હતી. બાઉન્ડ્રી પર ફિલ્ડીંગમાં ઉભેલા રાજસ્થાન રોયલ્સના ટ્રેંટ બોલ્ટ પણ આ જોઈને ચોંકી ગયો હતો. તેણે તરત જ મેડિકલ ટીમને બોલાવવા માટે ઈશારો કર્યો હતો.
આ ઘટના મેચની બીજી ઈનિંગમાં મુંબઈ ઈંડિયન્સની બેટિંગ વખતે બની હતી. 194 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મુંબઈની ટીમની 11.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 106 રન બનાવી ચુકી હતી. રિયાન પરાગ પોતાની ઓવરની પાંચમો બોલ નાખ્યો અને આ બોલ પર તિલક વર્માએ સિક્સ ફટકારી હતી. વર્માના બેટથી નિકળેલ બોલ સીધો બાઉન્ડ્રી બહાર મેચનું લાઈવ કવરેજ કરતા કેમેરામેનના માથા પર વાગી હતી. બોલ વાગતાં જ કેમેરામેન નીચે પડી ગયો હતો. ટ્રેંટ બોલ્ટે આ ઘટના ઘણી નજીકથી જોઈ હતી. કેમેરામેનને કણસતો જોઈને બોલ્ટે તરત જ મેડિકલ ટીમને ઈશારો કર્યો હતો. જો કે, કેમેરામેને કહ્યું કે તે ઠીક છે.
Mi Batter TilakVarma Six Nad Hit The ball On CameraMan Head. pic.twitter.com/I8E1GiD8Oz
— Jalaluddin Sarkar (Thackeray) 🇮🇳 (@JalaluddinSark8) April 2, 2022
મુંબઈના યુવા સ્ટાર તિલક વર્માએ રાજસ્થાન રોયલ્સ સામે 33 બોલમાં 61 રનની તોફાની ઈનિગ રમી હતી. તેણે આ ઈનિંગમાં 5 છક્કા ફટકાર્યા હતા. તિલકની વિકેટ પડી અને મેચ બદલાઈ ગઈ હતી. તિલક વર્મા આઉટ થતાં જ મુંબઈએ મેચ પરથી પકડ ગુમાવી અને 23 રનથી મેચ હારવી પડી હતી.
આ પણ વાંચોઃ