શોધખોળ કરો

Jaydev Unadkat Ruled Out: લખનઉ સુપર જાયન્ટ્સને મોટો ફટકો, ઇજાના કારણે આઇપીએલ 2023માંથી બહાર થયો ઉનડકટ

લખનઉ સુપર જાયન્ટ્સનો ઝડપી બોલર જયદેવ ઉનડકટ ઇન્ડિયન પ્રિમિયર લીગ 2023માંથી બહાર થઇ ગયો છે

IPL 2023 Jaydev Unadkat Injury LSG: લખનઉ સુપર જાયન્ટ્સનો ઝડપી બોલર જયદેવ ઉનડકટ ઇન્ડિયન પ્રિમિયર લીગ 2023માંથી બહાર થઇ ગયો છે. ઈજાના કારણે તે બ્રેક પર હતો. પરંતુ હવે તે આ સીઝનમાં વાપસી કરી શકશે નહીં. ઉનડકટને ડાબા ખભામાં ઈજા થઈ છે. રિપોર્ટ અનુસાર નેટ્સમાં પ્રેક્ટિસ દરમિયાન તેને ઈજા થઈ હતી. ઉનડકટ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ પહેલા ફિટ થઈ જાય તેવી આશા છે. ઉનડકટ આ સીઝનમાં માત્ર 3 મેચ રમ્યો છે. આ દરમિયાન તે એક પણ વિકેટ લઈ શક્યો નહોતો. પરંતુ આ પહેલા તેણે ઘણી વખત શાનદાર પ્રદર્શન કર્યું છે.

જયદેવ ઉનડકટ ગયા રવિવારે નેટ્સમાં બોલિંગની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. આ દરમિયાન બોલ ફેંક્યા બાદ તે સ્વસ્થ ન થઈ શક્યો અને નીચે પડી ગયો હતો. ઉનડકટને ડાબા ખભા પર ઇજા પહોંચી હતી. IPLના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ ઘટનાનો વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે. પરંતુ હવે ક્રિકઇન્ફોના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે તે આ સીઝનમાં રમી શકશે નહીં. ઉનડકટ ઈજાના કારણે આખી સીઝનમાંથી બહાર થઇ ગયો છે. ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચ પહેલા તે સ્વસ્થ થઈ શકે છે. ઉનડકટને ટૂંક સમયમાં બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમીમાં મોકલવામાં આવી શકે છે. તે લખનઉની ટીમના મેડિકલ સ્ટાફ સાથે સ્કેન માટે મુંબઈ ગયો છે.

ઉલ્લેખનીય છે કે, જયદેવ ઉનડકટને આ સીઝનમાં 3 મેચમાં રમવાની તક મળી હતી. આ દરમિયાન તે એક પણ વિકેટ લઈ શક્યો નહોતો. જો કે આ પહેલા તેણે સારું પ્રદર્શન કર્યું છે. ઉનડકટે આઇપીએલમાં કુલ 94 મેચ રમી છે અને આ સમયગાળા દરમિયાન તેણે 91 વિકેટ લીધી છે. ઉનડકટે IPL 2017માં 24 વિકેટ લીધી હતી. તે આ સીઝનમાં 12 મેચ રમ્યો હતો.

LSG vs CSK: કેએલ રાહુલ ઇજાગ્રસ્ત, આજે પ્લેઇંગ ઇલેવનમાં આ આફ્રિકન ખેલાડીની એન્ટ્રી નક્કી, જાણો

IPL 2023 Lucknow Super Giants vs Chennai Super Kings: ઇન્ડિયન પ્રીમિયર લીગની આ 16મી સિઝનમાં આજે 45મી મેચ રમાશે, આજે લખનઉ સુપર જાયન્ટ્સની ટક્કર ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થવાની છે. બન્ને, ટીમો ચેન્નાઈ અને લખનઉ મજબૂત સ્થિતિમાં છે. આ મેચ લખનઉના હૉમ ગ્રાઉન્ડ ઇકાના સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં લડાઇ રોચક બની શકે છે. આ મેચમાં લખનઉને હૉમ ગ્રાઉન્ડનો ફાયદો મળી શકે છે. અહીં રમાયેલી ગઇ મેચ વિવાદાસ્પદ રહી હતી. આ મેચમાં કેપ્ટન કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થયો હતો. રાહુલની ઈજાને લઈને હજુ સુધી કોઇ અપડેટ સામે આવ્યુ નથી, આ સસ્પેન્સની વચ્ચે હવે લાગી રહ્યું છે કે, આજની મેચમાં લખનઉની ટીમમાં કેએલ રાહુલની જગ્યાએ વિદેશી ખેલાડીની એન્ટ્રી થઇ શકે છે.  

કેએલ રાહુલ હાલમાં ઇજાગ્રસ્ત છે, એટલે શક્ય છે કે તે ચેન્નાઈ સામે મેદાનમાં ના પણ ઉતરી શકે, જોકે, હજુ સુધી રમવા અંગે કોઇ માહિતી સામે આવી નથી. જો તે આજની મેચમાં નથી રમતો તો રાહુલની ગેરહાજરીમાં કૃણાલ પંડ્યા ટીમની કમાન સંભાળશે. આ સાથે ટીમની પ્લેઇંગ ઇલેવનમાં પણ ફેરફાર થઇ શકે છે. રાહુલની જગ્યાએ દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટૉન ડીકૉકને સ્થાન મળી શકે છે. ડીકૉકે આ સિઝનમાં અત્યાર સુધી એક પણ મેચ નથી રમી શક્યો. તેને ગઇ સિઝનમાં 508 રન બનાવ્યા હતા. ડીકૉક એક સદી અને ત્રણ અડધી સદી પણ ફટકારી હતી.

ઉલ્લેખનીય છે કે, ધોની ચેન્નાઈની ટીમે છેલ્લી કેટલીક મેચોથી પોતાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફારો કર્યા નથી. આજે પણ બની શકે છે કે,  કોઈ ફેરફાર ન કરે. હાલમાં બેન સ્ટૉક્સ ઈજાના કારણે બહાર છે. તેની ફિટનેસને લઈને હજુ સુધી કોઈ અપડેટ નથી. તુષાર દેશપાંડેએ ટીમ માટે શાનદાર બૉલિંગ કરી છે. તેને અત્યાર સુધી રમાયેલી 9 મેચમાં 17 વિકેટ ઝડપી છે. સૌથી વધુ વિકેટ લેવાના મામલે તે હાલમાં બીજા સ્થાને છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Embed widget