Watch: ગ્લેન મેક્સવેલની વેડિંગ પાર્ટીમાં વિરાટ કોહલીએ પુષ્પા ફિલ્મના ગીત પર કર્યો અદ્ભૂત ડાન્સ, જુઓ વીડિયો
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ખેલાડી ગ્લેન મેક્સવેલે હમણાં જ લગ્ન કર્યા છે. મેક્સવેલે લગ્ન કર્યા બાદ હવે એક પાર્ટીનું આયોજન કર્યું હતું.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ખેલાડી ગ્લેન મેક્સવેલે હમણાં જ લગ્ન કર્યા છે. મેક્સવેલે લગ્ન કર્યા બાદ હવે એક પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં વિરાટ કોહલી, અનુષ્કા શર્મા, શાહબાજ અહમદ સહિત ટીમના ઘમા ખેલાડીઓ હાજર રહ્યા હતા. પાર્ટીમાં પૂર્વ કેપ્ટન કોહલીએ દિલ ખોલીને મસ્તી કરી હતી. કોહલીએ પાર્ટીમાં ડાન્સ પણ કર્યો હતો. કોહલી અને શાહબાજે કરેલા ડાન્સનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને ક્રિકેટ ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે. વીડિયોમાં કોહલી પુષ્પા ફિલ્મના ફેમસ ગીત ઉ અંટવા.. પર ડાન્સ કરતો દેખાય છે.
મેક્સવેલે ભારતીય મૂળની વિની રમન સાથે લગ્ન કર્યા છે. વિની અને મેક્સવેલના લગ્ન ભારતીય પરંપરા મુજબ થયા હતા. આ બંને લગ્નની ચર્ચા પહેલેથી ચાલી રહી હતી. મેક્સવેલ પોતાના લગ્નના કારણે આઈપીએલ 2022ની શરુઆતની કેટલીક મેચો નહોતો રમી શક્યો. ત્યાર પછી હવે મેક્સેવેલ પોતાના લગ્નની પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં કોહલીએ ખુબ જ મસ્તી કરી હતીને ડાન્સ કર્યો હતો. કોહલી સાથે શાહબાજ અને બીજા ટીમના ખેલાડીઓ પણ જોવા મળ્યા હતા. કોહલી પાર્ટીમાં પોતાની પત્ની અનુષ્કા શર્મા સાથે પહોંચ્યો હતો.
View this post on Instagram
Virat Kohli & Shabaz Dancing 🕺🥳
— Prajwal (@Prajwal2742) April 27, 2022
Virat Looking So Happy ♥️@imVkohli@RcbianOfficial @RCBTweets#ViratKohli #RCB #Shabazahmed #ViratKohli𓃵 pic.twitter.com/UzX1UKV2Bd