9 એરબેગ સેફ્ટી સાથે લોન્ચ થઈ Toyota Camry, જાણો શું છે કિંમત
જાપાની કાર નિર્માતા કંપની ટોયોટાએ આજે એટલે કે 11મી ડિસેમ્બરે ભારતીય બજારમાં તેની પ્રખ્યાત લક્ઝરી સેડાન લોન્ચ કરી છે.

Toyota Camry Launched in India: જાપાની કાર નિર્માતા કંપની ટોયોટાએ આજે એટલે કે 11મી ડિસેમ્બરે ભારતીય બજારમાં તેની પ્રખ્યાત લક્ઝરી સેડાન લોન્ચ કરી છે. કંપનીએ આ કારને 48 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમતમાં રજૂ કરી છે. જો કે આ કારને ગ્લોબલ માર્કેટમાં લગભગ એક વર્ષ પહેલા લોન્ચ કરવામાં આવી હતી, પરંતુ હવે કંપની દ્વારા ભારતમાં લોન્ચ કરવામાં આવેલી કેમરીમાં લેટેસ્ટ જનરેશન હાઇબ્રિડ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
The wait is over! Experience elegance at every glance with the all-new Toyota Camry.#ToyotaIndia #Camry #EleganceAtEveryGlance pic.twitter.com/eS03LdNMnK
— Toyota India (@Toyota_India) December 11, 2024
ટોયોટા કેમરીના પાછલા જનરેશન મોડલની સરખામણીમાં નવી કાર લગભગ 1 લાખ 83 હજાર રૂપિયા મોંઘી છે. પાછળા જનરેશન મોડલની કારની કિંમત 46 લાખ 17 હજાર રૂપિયા હતી. Toyota Camry TNGA-K પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે. આ કારના લુક અને ડિઝાઇનને ઘણી અપડેટ કરવામાં આવી છે. આ નેક્સ્ટ જનરેશન કેમરી 2.5-લિટર પેટ્રોલ એન્જિન સાથે હાઇબ્રિડ મોટર સાથે જોડાયેલી છે.
કંપનીએ આ દાવો નવી ટોયોટા કેમરીને લઈને કર્યો છે
કંપનીના જણાવ્યા અનુસાર આ એન્જિનના પાવર આઉટપુટમાં લગભગ 4 ટકાનો વધારો થયો છે. આ એન્જિન 230hpનો પાવર જનરેટ કરે છે. આ સિવાય કંપનીનો દાવો છે કે કારની માઈલેજમાં 30 ટકાનો વધારો થયો છે. તેમાં 7-ઇંચનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને ઇન્ફોટેનમેન્ટ માટે 12.3-ઇંચની ટચસ્ક્રીન છે. નવી Toyota Camry માં વાયરલેસ Apple CarPlay અને Android Auto કનેક્ટિવિટી છે.
ટોયોટા કેમરીમાં આ શાનદાર ફીચર્સ ઉપલબ્ધ છે
ન્યૂ નરેશન કેમરીમાં સુરક્ષા સુવિધાઓમાં પ્રી-કોલીઝન સિસ્ટમ, રડાર-આધારિત ક્રૂઝ કંટ્રોલ, પેડેસ્ટ્રિયન ડિટેક્શન, લેન ટ્રેસિંગ આસિસ્ટ અને રોડ સાઈન આસિસ્ટનો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે નવી ટોયોટા કેમરીમાં 9 એરબેગ્સ આપવામાં આવી છે. કારમાં પાર્કિંગ સેન્સર અને 360-ડિગ્રી કેમેરા પણ આપવામાં આવ્યા છે.
વૈશ્વિક ટોયોટા કેમરી પાંચમી જનરેશનના ટોયોટા હાઇબ્રિડ સિસ્ટમ (THS5) સાથે સંયોજનમાં 2.5-લિટર, ચાર-સિલિન્ડર એન્જિન સાથે આવે છે. ફ્રન્ટ-વ્હીલ ડ્રાઇવ મૉડલ પર 225 એચપીના સ્ટાન્ડર્ડ પાવર આઉટપુટ સાથે અને 232 એચપી પાવર આઉટપુટ સાથે વૈકલ્પિક ઓલ-વ્હીલ ડ્રાઇવ કન્ફિગરેશન સાથે HEVમાં બે ઇલેક્ટ્રિક મૉટર્સ દ્વારા એન્જિન સંચાલિત છે - જે તમામ ટ્રીમ સ્તરો માટે ઉપલબ્ધ છે.
Year Ender 2024: આ વર્ષે આ 5 કારોનો રહ્યો જલવો, ભારતીય માર્કેટમાં સૌથી વધુ વેચાઇ, જુઓ લિસ્ટ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
