Women's IPL Auction 2023: મહિલા ક્રિકેટરોની હરાજી કરાવનારી આ મહિલા કોણ છે ? જાણો શું કરે છે
WPL Auction 2023: આઈપીએલની હરાજી એક મહિલા દ્વારા જ કરવામાં આવી હતી. બીસીસીઆઈએ ઐતિહાસિક પગલું ભરતાં મહિલા ઓક્શનર મલ્લિકા સાગર અડવાણીને હરાજીની જવાબદારી સોંપી હતી.
Women's IPL Auction 2023, Mallika Sagar: મહિલા પ્રીમિયર લીગની પ્રથમ સિઝન માટે યોજાયેલી હરાજીમાં સ્મૃતિ મંધાના સૌથી મોંઘી ખેલાડી બની છે. આ યાદીમાં ટોપ ફાઈવમાં 3 ભારતીય ખેલાડીઓ છે. ખાસ વાત એ છે કે આઈપીએલની હરાજી એક મહિલા દ્વારા જ કરવામાં આવી હતી. બીસીસીઆઈએ ઐતિહાસિક પગલું ભરતાં મહિલા ઓક્શનર મલ્લિકા સાગર અડવાણીને હરાજીની જવાબદારી સોંપી હતી.
કોણ છે મલ્લિકા સાગર
મલ્લિકા મુંબઈની રહેવાસી છે અને ખૂબસુરત છે. મલ્લિકા સાગર પહેલીવાર મહિલા પ્રીમિયર લીગ માટે ખેલાડીઓની હરાજી કરાવી હતી અગાઉ તે પ્રો કબડ્ડી લીગમાં ખેલાડીઓની હરાજી કરી ચૂકી છે. મલ્લિકા સાગર દેશના પ્રખ્યાત આર્ટ કલેક્ટર છે જેણે ઘણી હરાજી કરી છે.
તેણીની કારકિર્દી 2001 માં ક્રિસ્ટીઝ ખાતે શરૂ થઈ જ્યારે તે ત્યાંની ભારતીય મૂળની પ્રથમ મહિલા હરાજીકર્તા બની. મલ્લિકા ભારતીય ટી20 લીગમાં હરાજી કરનાર પ્રથમ ભારતીય વ્યક્તિ પણ છે. વર્ષોથી, IPL ખેલાડીઓની હરાજી દરમિયાન રિચાર્ડ મેડલી અને હ્યુજ એડમીડ્સ જેવા કેટલાક પરિચિત ચહેરાઓ રહ્યા છે. મલ્લિકા અડવાણી આર્ટ કલેક્ટર કન્સલ્ટન્ટ સાથે ઈન્ડિયા કન્સલ્ટન્ટ્સ ફર્મમાં ભાગીદાર તરીકે પણ કામ કરે છે.
87 ખેલાડીઓની થઈ હરાજી
વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનની હરાજી પૂરી થઈ ગઈ છે. આમાં કુલ 87 ખેલાડીઓને ખરીદવામાં આવ્યા હતા. હરાજીની સૌથી મોંઘી ખેલાડી સ્મૃતિ મંધાના રહી. તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 3.40 કરોડ રૂપિયામાં ખરીદી હતી. ટોચની 5 સૌથી મોંઘી ખેલાડીઓની યાદીમાં મંધાનાની સાથે અન્ય 2 ભારતીય ખેલાડી પણ છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયાની એક ખેલાડી છે.
મંધાના ટીમ ઈન્ડિયાની અનુભવી બેટ્સમેન છે. તેને બેઝ પ્રાઈસ કરતા ઘણી વધારે ચૂકવીને ખરીદવામાં આવી છે. RCBએ IPLમાં વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કર્યા છે. તે જ સમયે, મહિલા પ્રીમિયર લીગમાં મંધાનાનો સમાવેશ કરીને ચાહકોને ખુશ કર્યા હતા.
એશ્લે ગાર્ડનર વિમેન્સ પ્રીમિયર લીગમાં બીજા નંબરની સૌથી મોંઘી ખેલાડી હતી. ઓસ્ટ્રેલિયાની ખેલાડી ગાર્ડનરને ગુજરાત જાયન્ટ્સે 3.20 કરોડમાં ખરીદી હતી. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.
હરાજી દરમિયાન ઈંગ્લેન્ડની ખેલાડી નતાલી સાયવર પણ ચર્ચામાં રહી હતી. તે પણ ખૂબ મોંઘી વેચાઈ હતી. ઈંગ્લેન્ડની ઓલરાઉન્ડર સાઈવરને 3.20 કરોડમાં ખરીદવામાં આવી હતી.
ભારતીય ખેલાડી દીપ્તિ શર્માએ પણ હરાજીમાં સૌનું ધ્યાન ખેંચ્યું હતું. દિપ્તીને યુપી વોરિયર્સે 2.60 કરોડ રૂપિયામાં ખરીદી હતી. તે ઓલરાઉન્ડર છે અને તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.
દિલ્હી કેપિટલ્સે જેમિમા રોડ્રિગ્સ પર મોટો દાવ લગાવ્યો હતો. ટીમે તેને 2.20 કરોડ રૂપિયામાં ખરીદી હતી. જેમિમાએ હાલમાં જ મહિલા T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે અડધી સદી ફટકારી છે.