WPL Points Table: મુંબઇ ઇન્ડિયન્સ ટૉપ પર, ગુજરાત છેલ્લા સ્થાન પર, જાણો પૉઇન્ટ ટેબલમાં શું છે અન્ય ટીમોની સ્થિતિ
મુંબઇ ઇન્ડિયન્સ ઉપરાંત દિલ્હી કેપિટલ્સે પણ અત્યાર સુધી વૂમન્સ પ્રીમિયર લીગમાં કમાલનું પ્રદર્શન કર્યુ છે. દિલ્હીની ટીમે પણ અત્યાર સુધી રમેલી પોતાની બન્ને મેચોમાં જીત હાંસલ કરી છે.
WPL Points Table, Mumbai Indians: વૂમન્સ પ્રીમિયર લીગનો રોમાંચ ભારતના સર પર ચઢીને બોલી રહ્યો છે. આની શરૂઆત બાદથી જ આમાં એકથી એક ચઢિયાતી મેચો રમાઇ રહી છે. આ ટૂર્નામેન્ટમાં અત્યારુ સુધી કુલ પાંચ મેચો રમાઇ ચૂકી છે. આમાં મુંબઇ ઇન્ડિયન્સની ટીમે અત્યાર સુધી સૌથી શાનદાર પ્રદર્શન કર્યુ છે. મુંબઇ ઇન્ડિયન્સ અત્યાર સુધી રમેલી પોતાની બન્ને મેચોમાં જીત હાંસલ કરી છે, તે પૉઇન્ટ ટેબલ પર 4 પૉઇન્ટ અને +5.185 નેટ રનરેટની સાથે ટૉપ પર યથાવત છે.
2 જીત બાદ પણ દિલ્હી બીજા સ્થાન પર -
મુંબઇ ઇન્ડિયન્સ ઉપરાંત દિલ્હી કેપિટલ્સે પણ અત્યાર સુધી વૂમન્સ પ્રીમિયર લીગમાં કમાલનું પ્રદર્શન કર્યુ છે. દિલ્હીની ટીમે પણ અત્યાર સુધી રમેલી પોતાની બન્ને મેચોમાં જીત હાંસલ કરી છે. આ બે જીતના દમ પર દિલ્હીની ટીમ પૉઇન્ટ ટેબલમાં બીજા સ્થાન પર છે. દિલ્હી કેપિટલ્સની ટીમ પૉઇન્ટ ટેબલ પર 4 પૉઇન્ટ અને +2.550 ની સાથે બીજા નંબર પર છે. દિલ્હી અને મુંબઇની ટીમ જે રીતે પ્રદર્શન કરી રહી છે. આવામાં ટૉપના સ્થાન માટે આ બન્નેની વચ્ચે રોમાંચક જંગ થશે.
બાકીની ટીમોની શું છે સ્થિતિ -
મુંબઇ અને દિલ્હી બાદ પૉઇન્ટ્સ પર યૂપી વૉરિયર્સ ત્રીજા નંબર પર છે. યૂપીએ અત્યાર સુધી 2 મેચો રમી છે, જેમાં 1 મેચોમાં ટીમને જીત મળી છે, તો વળી બીજી મેચમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. યૂપીની ટીમ અત્યાર સુધી 2 પૉઇન્ટ અને -0.864 નેટ રનરેટની સાથે ત્રીજા નંબર પર યથાવત છે.
યૂપી બાદ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની ટીમ ચોથા સ્થાન પર છે, બેંગ્લૉરની ટીમ માટે અત્યાર સુધી ટૂર્નામેન્ટ કંઇ ખાસ નથી રહી, અને ટીમ 2 મેચોમાં એક પણ મેચ જીતી શકી નથી. આરસીબીની નેટ રનરેટ -3.176 છે.
આરસીબી બાદ પૉઇન્ટ ટેબલમાં અંતિમ સ્થાન પર ગુજરાત જાયન્ટ્સ છે. ગુજરાતની ટીમ પણ ટૂર્નામેન્ટમાં કંઇ ખાસ નથી કરી શકી, ગુજરાતે હજુ સુધી એકપણ મેચ નથી જીતી, વળી, ટીમને પહેલી મેચમાં મુંબઇ સામે મોટી હાર મળી હતી, ગુજરાતનું નેટ રનરેટ -3.765 છે.
--
DC-W vs RCB-W: મહિલા IPL માં અમેરિકન ફાસ્ટ બોલર તારા નોરિસે રચ્યો ઈતિહાસ, 5 વિકેટ લેનાર પ્રથમ બોલર બની -
The first bowler to take a fifer in the #TATAWPL
— Women's Premier League (WPL) (@wplt20) March 5, 2023
USA's Tara Norris 🫡
Remember the name! 👏👏
Follow the match ▶️ https://t.co/593BI7xKRy#TATAWPL | #RCBvDC pic.twitter.com/nuU7a0UzL8
અમેરિકન ફાસ્ટ બોલરે કર્યો કમાલ
તારા વિશે કહો કે તે અમેરિકાની ફાસ્ટ બોલર છે. તેણી એક સહયોગી દેશમાંથી આવે છે. વિમેન્સ પ્રીમિયર લીગની હરાજીમાં ઘણા સહયોગી દેશોના ઘણા ખેલાડીઓએ તેમના નામ આપ્યા પરંતુ માત્ર તારાને જ WPLમાં સામેલ થવાની તક મળી, જેને દિલ્હી કેપિટલ્સ દ્વારા તેની ટીમમાં સામેલ કરવામાં આવી હતી.
તારાએ દિલ્હીની ટીમમાં સ્થાન મેળવ્યા બાદ કહ્યું હતું કે તે પોતાની રીતે સારું પ્રદર્શન કરીને પોતાના દેશની સાથે સાથે તમામ સહયોગી દેશોને ગૌરવ અપાવશે જેથી આગામી સમયમાં એસોસિયેટ દેશોના વધુ ખેલાડીઓને રમવાની તક મળે. તારાએ પોતાની પહેલી જ મેચમાં 5 વિકેટ લઈને બધાને ગૌરવ અપાવ્યું છે એટલું જ નહીં WPLમાં પણ ઈતિહાસ રચ્યો છે.