આયરલેન્ડે ભારત વિરુદ્ધ એકમાત્ર ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ ઇંગ્લેન્ડમાં 2009 વર્લ્ડ ટી-20 દરમિયાન રમી હતી. ભારતે આ મેચ 4.3 ઓવર બાકી રહેતા આઠ વિકેટે જીતી લીધી હતી. ઝહીર ખાને આ મેચમાં 19 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી.
4/6
પંજાબના ખરડ જિલ્લામાં બથલાના ગામમાં જન્મેલા સિમીએ આઠ વનડે જ્યારે છ ટી-20 વિકેટ ઝડપી છે. ભારત વિરુદ્ધ રમાનારી મેચો માટે ટીમમાં જોશુલા લિટન અને એન્ડી મેકબ્રાઇનની પણ વાપસી થઇ છે.
5/6
સિમી સિંહે ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ ડેબ્યૂ કર્યુ હતું, પણ આ મેચ ઉપરાંત તેને કોઇ અન્ય મોટી ટીમ વિરુદ્ધ રમવાનો મોકો ન હતો મળ્યો. તે અત્યાર સુધી સાત વનડે અને ચાર ટી-20 મેચો રમી ચૂક્યો છે.
6/6
નવી દિલ્હીઃ આયરલેન્ડે ભારત વિરુદ્ધ બે ટી-20 આંતરરાષ્ટ્રીય મેચો માટે ગેરી વિલ્સનની આગેવાનીમાં 14 સભ્યોવાળી ટીમની જાહેરાત કરી દીધી છે જેમાં પંજાબમાં જન્મેલા ઓફ સ્પિનર સિમરનજિત ‘સિમી’ સિંહને પણ જગ્યા મળી છે.