શોધખોળ કરો

US Open: જૈનિક સિનર બન્યો યુએસ ઓપન 2024 ચેમ્પિયન, ટેલર ફ્રિટ્ઝને આપી હાર

US Open mens final:ફાઈનલ મેચમાં તેણે અમેરિકાના 26 વર્ષીય ટેલર ફ્રિટ્ઝને 6-3, 6-4, 7-5થી હરાવ્યો હતો

 US Open mens final: ઇટાલીના જેનિક સિનરે (Jannik Sinner) આ વર્ષની છેલ્લી ગ્રાન્ડ સ્લેમ યુએસ ઓપન 2024માં (US Open) ઇતિહાસ રચ્યો છે. વિશ્વનો નંબર 1 સિનર યુએસ ઓપન જીતનાર પ્રથમ ઈટાલિયન પુરુષ ટેનિસ ખેલાડી બન્યો છે. ફાઈનલ મેચમાં તેણે અમેરિકાના 26 વર્ષીય ટેલર ફ્રિટ્ઝને 6-3, 6-4, 7-5થી હરાવ્યો હતો. બંને વચ્ચેની આ મેચ 2 કલાક અને 16 મિનિટ સુધી ચાલી હતી.

23 વર્ષીય સિનર યુએસ ઓપન જીતનારી બીજો ઈટાલિયન ટેનિસ સ્ટાર બની ગયો છે. અગાઉ આ સિદ્ધિ  ફ્લાવિયા પેનેટ્ટા (Flavia Pennetta) એ હાંસલ કરી હતી. તેણે 2015માં યુએસ ઓપનની વિમેન્સ સિંગલ્સની ફાઇનલમાં રોબર્ટા વિન્સીને હરાવી હતી.

સિનરે તેનું બીજું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું

આ હાર સાથે જ વિશ્વમાં નંબર 12 ટેલર ફ્રિટ્ઝનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. વાસ્તવમાં 2016થી ગ્રાન્ડ સ્લેમ રમી રહેલ ટેલર પ્રથમ વખત ફાઇનલમાં પહોંચ્યો હતો. તેની પાસે પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતવાની ગોલ્ડન તક હતી પરંતુ તેમ થઈ શક્યું નહીં. જો તે ફાઇનલમાં જીત્યો હોત તો 2003 પછી યુએસ ઓપન જીતનાર પ્રથમ અમેરિકન પુરુષ ટેનિસ સ્ટાર બની ગયો હોત. પરંતુ આ થઈ શક્યું નહીં.

બીજી તરફ ઈટાલિયન ટેનિસ સ્ટાર જેનિક સિનરનું આ બીજું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ છે. તેણે આ વર્ષનું પ્રથમ ટાઇટલ એટલે કે ઓસ્ટ્રેલિયન ઓપન 2024 જીત્યો હતો. આ ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં સિનરે રશિયાના ડેનિલ મેદવેદેવને 3-6, 3-6, 6-4, 6-4, 6-3થી હરાવ્યો હતો.

યુએસ ઓપનની આ અંતિમ મેચમાં શરૂઆતથી જ સિનરે પ્રભુત્વ જમાવ્યું હતું. તેણે પહેલો સેટ 6-3ના માર્જિનથી સરળતાથી જીતી લીધો હતો. આ પછી ટેલરે બીજા સેટમાં વાપસી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે નિષ્ફળ રહ્યો. સિનરે બીજો સેટ પણ 6-4થી જીતી લીધો હતો.

ત્યારે એવી અપેક્ષા હતી કે અમેરિકન ટેનિસ સ્ટાર ત્રીજા સેટમાં સારુ પ્રદર્શન કરશે પરંતુ અહીં પણ ચાહકોને નિરાશા હાથ લાગી હતી. પ્રથમ બે સેટની જેમ સિનરે જોરદાર પ્રદર્શન કર્યું અને ત્રીજો સેટ પણ 7-5થી જીતીને ટાઈટલ જીતી લીધું હતુ.            

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
બુમરાહ ઈજાગ્રસ્ત! ટીમ ઈન્ડિયામાં કોણ લેશે જગ્યા? 4 ઘાતક બોલરો વચ્ચે જંગ, BCCI કરશે જાહેરાત
બુમરાહ ઈજાગ્રસ્ત! ટીમ ઈન્ડિયામાં કોણ લેશે જગ્યા? 4 ઘાતક બોલરો વચ્ચે જંગ, BCCI કરશે જાહેરાત
અભિષેક શર્માએ વનડેમાં ફટકારી બેવડી સદી, 91 બોલમાં બનાવ્યા 233 રન
અભિષેક શર્માએ વનડેમાં ફટકારી બેવડી સદી, 91 બોલમાં બનાવ્યા 233 રન
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
Embed widget