શોધખોળ કરો
Advertisement
જસપ્રીત બુમરાહે બે દિવસ પહેલા જ ઉજવી રક્ષાબંધન, જાણો શું છે કારણ
ભારત અને વેસ્ટઈન્ડીઝ વચ્ચે ટેસ્ટ સિરીઝ 22 ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. ત્યારે બોલર જસપ્રીત બુમરાહે બે દિવસ પહેલા જ રક્ષાબંધન ઉજવી વેસ્ટ ઇન્ડિઝ જવા માટે રવાના થયો છે.
અમદાવાદ: વર્લ્ડ બાદ વેસ્ટઇન્ડીઝના પ્રવાસમાં ટી20 અને વનડે શ્રેણીમાંથી આરામ આપવામાં આવેલા ભારતીય બોલર જસપ્રીત બુમરાહે બે દિવસ પહેલા જ રક્ષાબંધન ઉજવી હતી અને આ અંગે તેણે ભાવુક પોસ્ટ કરી હતી. બુમરાહ હવે ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયા સાથે જોડાશે.
જસપ્રીત બુમરાહે મંગળવાર બપોરે ટ્વીટ પર બે તસવીર પોસ્ટ કરી. જેમાં બુમરાહને તેની બહેન રાખડી બાંધતા નજરે આવી રહી છે.
બુમરાહે તસવીર પોસ્ટ કરીને લખ્યું કે, 'ભારતીય ટીમ માટે ડ્યૂટીનો મતલબ છે કે હું રક્ષાબંધનમાં અહીં નહીં રહું. પરંતુ માત્ર આ કારણથી હું તમારી સાથે રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવા ચૂકવા માંગતો નથી, જુહિકા.' ભારત અને વેસ્ટઈન્ડીઝ વચ્ચે ટેસ્ટ સિરીઝ 22 ઓગસ્ટથી શરૂ થઈ રહી છે.Team India duties means I won't be here for Raksha Bandhan but I just couldn't miss out on celebrating with you, Juhika. Thank you for always being there for me. 🤗🤗 pic.twitter.com/ZkBMW0Xp3r
— Jasprit Bumrah (@Jaspritbumrah93) August 13, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દુનિયા
સમાચાર
ગુજરાત
Advertisement