જસપ્રીત બુમરાહના નો બોલના કારણે ભારત મુશ્કેલીમાં આવ્યું હોય તેવું પ્રથમ વખત નથી બન્યું. ગત વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પાકિસ્તાની ઓપનર ફખર જમાનને સસ્તામાં આઉટ કર્યો તે બોલ પણ નો બોલ હતો અને મોકાનો ફાયદો ઉઠાવી તેણે શાનદાર સદી મારી ભારત પાસેથી મેચ છીનવી લીધી હતી.
2/7
બુમરાહના નો બોલ પછી તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યો છે. જોકે તેમ છતાં બુમરાહને ભારતને જીતની નજીક લાવવાનું શ્રેય આપવામાં આવે છે. તેણે 85 રન આપીને 5 વિકેટ લીધી છે. બુમરાહે ચોથા દિવસે બટલર અને બેન સ્ટોક્સ વચ્ચે પાંચમી વિકેટની 169 રનની પાર્ટનરશિપ તોડી હતી. સતત બે બોલમાં બે વિકેટ લઈ ઇંગ્લેન્ડને બેક ફૂટ પર લાવી દીધું હતું.
3/7
નોટિંઘમઃ જો જસપ્રીત બુમરાહે નો બોલ ન નાંખ્યો હોત તો ભારતીય ટીમ મંગળવારે જ જીત સાથે પેવેલિયનમાં પરત ફરી હોત. બુમરાહે ઈંગ્લેન્ડની ઈનિંગમાં 87મી ઓવરમાં આદિલ રાશિદને કેપ્ટન કોહલીના હાથમાં કેચ આઉટ કરાવ્યો હતો. પરંતુ એમ્પાયરોએ જ્યારે બુમરાહના આ બોલને જોયો ત્યારે રિપ્લેમાં નો બોલ નીકળ્યો.
4/7
5/7
6/7
7/7
બુમરાહે નો બોલ પર રાશિદને આઉટ કર્યો ત્યારે ત્રણ બોલ જ રમ્યો હતો. પરંતુ નો બોલ પર જીવતદાન મળ્યા બાદ રાશિદે 55 બોલ રમ્યા અને 30 રન બનાવી અણનમ છે. તેણે સ્ટુઅર્ડ બ્રોડ સાથે નવમી વિકેટ માટે 50 રનની ભાગીદારી પણ કરી. બ્રોડ આઉટ થયા બાદ એન્ડરસન પણ 16 બોલ રમ્યો અને ચોથા દિવસે જ ભારતની જીતની આશા પર પાણી ફરી વળ્યું.