શોધખોળ કરો
Advertisement
જસપ્રીત બુમરાહનો મોટો ખુલાસો, બાંગ્લાદેશના આ બોલર પાસેથી શીખ્યો ઘાતક બોલિંગ
બાંગ્લાદેશ સામે બુમરાહે શાનદાર કટર્સ અને યૉર્કરનો ઉપયોગ કર્યો હતો
નવી દિલ્હીઃ બાંગ્લાદેશ વિરૂદ્ધ મંગળવારે વર્લ્ડકપ મેચમાં મળેલ 28 રનની જીતમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે મહત્ત્વની ભૂમિકા નિભાવતા કુલ ચાર વિકેટ લીધી હતી. બુમરાહે આ મેચમાં પણ હંમેશાની જેમ જ પોતાના યોર્કરનો શાનદાર ઉપયોગ કર્યો અને મેચ બાદ કહ્યું કે, આ કલા પર નિપૂણતા મેળવી નથી શકાતી અને તમારે સતત તેના પર કામ કરવું પડશે.
બાંગ્લાદેશ સામે બુમરાહે શાનદાર કટર્સ અને યૉર્કરનો ઉપયોગ કર્યો હતો. બુમરાહે ત્યારબાદ માન્યું કે તેણે મુસ્તફિઝુર રહમાનથી ઘણું બધું શીખ્યું છે, જેણે આ મેચમાં 5 વિકેટ લીધી હતી.
બુમરાહે કહ્યું કે, “તમે જોયું હશે કે તેમણે ઘણા કટર્સનો ઉપયોગ કર્યો હતો. અમે તેમનાથી ઘણું બધું શીખ્યું છે અને અમે જાણતા હતા કે જેવો બૉલ જુનો થશે મદદ મળશે. મને લાગે છે કે આ વિકેટનો સ્વભાવ છે અને આ આગળ પણ થઇ શકે છે. ગરમીઓ આવી રહી છે, આ કારણે વિકેટ સુકાયેલી છે. આ માટે અમારા માટે સારી પ્રેક્ટિસ રહી.” તો સ્ટાર્ક પણ બીજા બૉલરોથી શીખે છે. તેણે કહ્યું કે, “મને લાગે છે કે જ્યારે આપણે બીજી ઇનિંગમાં બૉલિંગ કરીએ ત્યારે આપણે વિરોધી ટીમનાં બૉલરોથી સતત શીખવું જોઇએ.”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
દેશ
ગુજરાત
Advertisement