શોધખોળ કરો
Advertisement
કોરોના પોઝિટિવ કનિકા કપૂરના કારણે આફ્રિકાની ક્રિકેટ ટીમમાં ફફડાટ, જાણો શું થયું....
એવી જાણકારી મળી રહી છે કે કનિકાએ હોટલના બુફેમાંથી ફૂડ ખાવા ઉપરાંત લોબીમાં ઘણા મહેમાનો સાથે મુલાકાત કરી હતી.
નવી દિલ્હીઃ ભારત અને સાઉથ આફ્રીકાની વચ્ચે રમાયેલ ત્રણ મેચની વનડે સીરિઝ એક પણ મેચ રમાયા વિના રદ્દન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ધર્મશાળામાં રમાયેલ પ્રથમ મેચ વરસાદને કારણે રદ્દ કરવી પડી હતી. ત્યાર બાદ કોરોના વાયરસના જોખમને ધ્યાનમાં રાખતા બાકીની બન્ને મેચ રદ્દ કરવામાં આવી હતી. બીજી મેચ લખનઉમાં હતી અને જે હોટલમાં આફ્રિકાની ટીમનો ઉતારો હતો ત્યાં જ વાયરસથી સંક્રમિત મળી આવેલ સિંગર કનિકા કપૂર પણ રોકાઈ હતી.
રવિવારે એવા અહેવાલ સામે આવ્યા જેમાં કહેવામાં આવ્યું કે, લખનઉની જે હોટલમાં કનિકા કપૂર રોકાઈ હતી એ જ હોટલમાં આફ્રિકાની ટીમના ખેલાડી અનો કોચિંગ સ્ટાફ પણ રોકાયા હતા. જાણકારી અનુસાર હોટલની લોબીમાં ડિનર કર્યું હતું અને ત્યાં ગેસ્ટ સાથે મુલાકાત પણ કરી હતી.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની રિપોર્ટ મુજબ, લખનઉમાં એક હજારથી પણ વધારે લોકોને કામ સોંપવામાં આવ્યું છે જેમાં કનિકા કપૂરના 11 માર્ચના પ્રવાસથી શહેરમાં તેની કોની કોની સાથે મુલાકાત થઈ હતી તેની તપાસ કરાઈ રહી છે.
એવી જાણકારી મળી રહી છે કે કનિકાએ હોટલના બુફેમાંથી ફૂડ ખાવા ઉપરાંત લોબીમાં ઘણા મહેમાનો સાથે મુલાકાત કરી હતી. એવી ચર્ચા થઈ રહી છે કે દક્ષિણ આફ્રિકાની ટીમના ખેલાડીઓએ પણ બુફે સિસ્ટમથી જ ભોજન કર્યું હતું. આ ચર્ચા બાદ દક્ષિણ આફ્રિકા ક્રિકેટ બોર્ડ અચાનક ચોંકી ગયું છે.
ઉલ્લેખનીય છે કે દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓને 14 દિવસ માટે આઈસોલેશનમાં જવાની સલાહ આપવામાં આવી હતી. દક્ષિણ આફ્રિકાના બધા ખેલાડીઓ આ સલાહને માનીને આઈસોલેશનમાં જતા રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion