આ પહેલા પ્રથમ વિકેટ માટે શ્રેષ્ઠ ભાગીદારીનો રેકોર્ડ ધવન અને આકાશ ચોપડાએ બનાવ્યો હતો. વર્ષ 2007-08માં બંનેએ દિલ્હી તરફથી રમતાં પંજાબ સામે 277 રનની ભાગીદારી નોંધાવી હતી.
2/4
આ પહેલા અજિંક્ય રહાણેએ 2007-08માં મહારાષ્ટ્ર સામે 187 રનની ઇનિંગ રમી હતી. કૌશલની બેવડી સદીની સિવાય કૌશલ અને વિનીત સક્સેના(100) સાથે પ્રથમ વિકેટ માટે 296 રનની ભાગીદારી નોંધાવી હતી. જે ભારતમાં લિસ્ટ એ ક્રિકેટમાં આ સૌથી મોટી ભાગીદારી છે.
3/4
નવી દિલ્હી: ક્રિકેટની દુનિયામાં દિવસે દિવસે નવા રેકોર્ડ્સ બનતા હોય છે. જ્યારે ઉત્તરાખંડના ઓપનર બેટ્સમને કર્ણવીર કૌશલે વિજય હજારે ટ્રોફીમાં બેવડી સદી ફટકારનારી નવો રેકોર્ડ બનાવી દીધો છે. કર્ણવીર વિજય હજારે ટ્રોફીમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. વિજય હજારે ટ્રોફીમાં કોઈ પણ બેટ્સમેન દ્વારા બનાવવામાં આવેલો આ સર્વોચ્ચ સ્કોર છે.
4/4
કર્ણવીર કૌશલે શનિવારે રમાયેલી પ્લેટ ગ્રુપ મેચમાં સિક્કિમ વિરુદ્ધ 135 બોલમાં 202 રન બનાવ્યા હતા. કૌશલે આ રેકોર્ડતોડ ઇનિંગમાં 18 ચોગ્ગા અને નવ છગ્ગા ફટકાર્યા હતા. તેણે 38 બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી હતી અને 71 બોલમાં સદી નોંધાવી હતી. ઉત્તરાખંડ કૌશલની બેટિંગની મદદથી સિક્કિમ વિરુદ્ધ 50 ઓવરમાં 366 રનનો સ્કોર બનાવ્યો હતો. તેના જવાબમાં સિક્કિમ 50 ઓવરમાં 6 વિકેટે 167 રન બનાવી શકી હતી.