શોધખોળ કરો
Advertisement
Howzzat! 11માંથી એક પણ બેટ્સમેન ખાતું ખોલાવી ન શક્યો, ટીમ 4 રનમાં થઈ ઓલ આઉટ
એટલું જ નહીં તમામ 10 બેટ્સમેન એક જ રીતે (ક્લીન બોલ્ડ) આઉટ થયા હતા. આ સાથે જ ક્રિકેટ ઇતિહાસમાં એક અનોખો રેકોર્ડ બની ગોય છે.
નવી દિલ્હીઃ 0,0,0,0,0,0,0,0,0,0! આ જોઈને તમને આશ્ચર્ય જરૂર થયું હશે. પરંતુ કસારાગોડમાં રમાયેલ અંડર 19 ગર્લ્સની ટીમના દસ બેટ્સમેનોએ આ જ સ્કોર બનાવ્યો છે. આ સ્કોર ઇન્ટર ડિસ્ટ્રિક મેચમાં બન્યો જ્યાં કસારાગોડની ટીમની મેચ વાયનાડની અંડર 19 ટીમ સાથે રમાઈ. આ મેચ બુધવારેના રોજ મલ્લાપુરમના પેરિનથલમન્ના સ્ટેડિયમમાં રમાઈ હતી.
એટલું જ નહીં તમામ 10 બેટ્સમેન એક જ રીતે (ક્લીન બોલ્ડ) આઉટ થયા હતા. આ સાથે જ ક્રિકેટ ઇતિહાસમાં એક અનોખો રેકોર્ડ બની ગોય છે. જોકે તમામ બેટ્સમેનમાં નોટ આઉટ બેટ્સમેન પણ સામેલ છે જેણે પણ ખાતું ખોલાવ્યું ન હતું.
કસારાગોડની ટીમ બોર્ડ પર ચાર રન ચોક્કસ જોડી શકયા જેમાં વાયનાડના બોલર્સનું યોગદાન રહ્યું. આ ચાર રન એક્ટ્રાસાના મળ્યા હતા. વાયનાડની ટીમને જીત માટે 5 રન જરૂરી હતી, જે એક ઓવરમાં મેળવી લીધા અને મુકાબલો 10 વિકેટથી જીતી લીધો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
ક્રિકેટ
ગુજરાત
Advertisement