શોધખોળ કરો
Advertisement
ક્રિસ ગેલ બાદ T20 માં 10 હજાર રન બનાવનાર બીજો ખેલાડી બન્યો કીરોન પોલાર્ડ
પોલાર્ડ ક્રિસ ગેલ બાદ બીજો એવો ખેલાડી બની ગયો છે. જેણે ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં 10 હજાર રન પણ પૂરા કર્યા છે.
નવી દિલ્હી: વેસ્ટઈન્ડિઝ ક્રિકેટ ટીમના કેપ્ટન કીરોન પોલાર્ડ 500મી ટી20 મેચ રમનારો દુનિયાનો પ્રથમ ક્રિકેટર બની ગયો છે. આ સાથે તેણ વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. શ્રીલંકા સામે રમાયેલી મેચમાં પોલાર્ડે ક્રિસ ગેલના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.
પોલાર્ડ ક્રિસ ગેલ બાદ બીજો એવો ખેલાડી બની ગયો છે. જેણે ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં 10 હજાર રન પણ પૂરા કર્યા છે. શ્રીલંકા વિરુદ્ધ પલ્લેકલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમેયાલી પ્રથમ ટી20માં 15 બોલમાં 3 ફોર અને 2 સિક્સ સાથે 34 રન બનાવ્યા હતા. 34 રનની ઈનિંગ રમતાની સાથે જ પોલાર્ડ ટી20 માં 10 હજાર રન બનાવનાર બીજો ખેલાડી બની ગયો છે. પોલાર્ડે આ ટી20 મેચમાં 500 ટી20 મેચ રમવાનો અને 10 હજાર રન પૂરા કરવાનો રેકોર્ડ બનાવ્યો છે.
પોલાર્ડ ટી20 ક્રિકેટનો શાનદાર ખેલાડી છે. વેસ્ટ ઈન્ડિઝનો આ ઓલરાઉન્ડર 2010થી આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ સાથે રમે છે. તે 170 મેચ આઈપીએલમાં રમી ચુક્યો છે. તેમની ટીમ ચાર વખત જીતી ચુકી છે. પોલાર્ડ સર્વાધિક 23 ફાઈનલ્સ રમી ચુક્યો છે. કીરોન પોલાર્ડ 17 અલગ અલગ ટીમો તરફથી ટી20 મેચ રમી ચૂક્યો છે.Kieron Pollard is celebrating his 500th T20 in style! ????
His 15-ball 34 has taken him to 10000 T20 runs ???? #SLvWI pic.twitter.com/SUt23Zy7a1 — ICC (@ICC) March 4, 2020
The perfect 10!!! Congratulations to @KieronPollard55 in reaching 10,000 runs in T20s 👏👏👏 #CPL20 #CricketPlayedLouder #SLvWI pic.twitter.com/cvjIyBiARj
— CPL T20 (@CPL) March 4, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement